ઓસ્ટ્રેલિયા : સીડનીના બોન્ડી બીચ પર યહૂદીઓ ઉત્સવ ઉજવતા હતા ત્યારે ગોળીબાર : 10નાં મોત અનેક ઘાયલ

હનુકાહ ઉત્સવ નિમિત્તે યહૂદીઓ મીણબત્તી પ્રકટાવી રહ્યા હતા ત્યારે જ હરામી ત્રાસવાદીઓએ હુમલો કર્યો : ઇઝરાયલી પ્રમુખ હર્ઝોતા
સીડની: અહીંના બોન્ડી બીચ ઉપર શનિવારે ઇઝરાયલીઓ તેઓના પવિત્ર ધાર્મિક ઉત્સવ હનુકાહની ઉજવણી કરી રહ્યાહતા, ત્યારે કેટલાક બંદૂકધારીઓએ અચાનક ધસી જઈ અંધાધૂંધ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ૧૦નાં મૃત્યુ થયાં હતાં, અનેકને ઇજાઓ થઇ હતી. આ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં અફડા તફડી મચી ગઈ હતી, અને ઉત્સવની ઉજવણી તદ્દન ખોરંભે જ પડી ગઇ હતી.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે આ માહિતી આપતાં કહ્યું હતું કે, આ સંબંધે બે જણાને કસ્ટડીમાં લીધા છે. આ ગોળીબાર થતાં ત્યાં રક્ષક પોલીસે આમા ગોળીબાર પણ કર્યા હતા. તેથી એક ત્રાસવાદી માર્યો ગયોહતો. તેથી હુમલાખોરો ૩ હોવાની શક્યતા છે તેથી ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને જણાવ્યું હતું.
આ ઘટનાાને વડાપ્રધાન એન્યની આલ્બેનીઝે આ ઘટનાને આંચકાજનક હતાશા જનક કહી હતી. આ પછી તુર્ત જ આપત્તિકાલીન સહાયકો ત્યાં પહોંચી ગયા તા અને ઇજાગ્રસ્તોનાં જીવન બચાવવા કામે લાગી ગયા હતા.
આ અંગે ૩૦ વર્ષના એક સ્થાનિક રહેવાસી હેરી વિલ્સને કહ્યું હતું કે મેં નજરોનજર આ દુર્ઘટના જોઇ હતી. અકારણ નિર્દોષ વ્યક્તિઓની હત્યા થાય તે અસહ્ય છે.
જ્યારે ઇઝરાયલના પ્રમુખ ઇઝાક હર્ઝોગે, આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે જે યહૂદીઓ હનુકાહ પવિત્ર દિવસે મીણબત્તી પ્રકટાવી રહ્યા હતા ત્યારે તે હરામી ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો.








