ઓસ્ટ્રેલિયા : મેલબોર્નમાં 'હનુકાહ'નું ચિન્હ ધરાવતી મોટરકારને આગ ચાંપવામાં આવી

- બોન્ડી-બીચ ઘટના પછી ટૂંક સમયમાં જ બનેલી આ ઘટના પછી યહૂદી નેતાઓએ કહ્યું યહૂદીઓ પ્રત્યે વધતા વેરથી યહૂદીઓ સચિંત છે
મેલબોર્ન : યહૂદીઓના તહેવાર હનુકાહનો ઉત્સવ માણી રહેલા યહૂદીઓ ઉપર સીડની પાસેના બોન્ડી બીચ ઉપર થયેલા હુમલા પછી માત્ર થોડા જ દિવસોમાં યહૂદીઓ પ્રત્યેના વેરની એક વધુ ઘટનામાં ડ્રાઇવ વે ઉપર હેપ્પી આનુખ લખેલી એક મોટરકારને સળગાવી દેવામાં આવી હતી.
આ ઘટના યહૂદી વિરોધી ચાલી રહેલા ઝનૂની આતંકવાદની આ નિશાની છે કે નહીં એ હજી સત્તાવાળાઓ નિશ્ચિત કરી શક્યા નથી. પરંતુ અનુમાન સ્પષ્ટ છે કે આ ઘટના એન્ટી ઝિનોઈસ્ટ કાર્યવાહીના ભાગરૂપ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.
આ પૂર્વે ૧૪મી ડિસેમ્બરે સીડનીના બોન્ડી બીચ ઉપર થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૫ જણાના જાન ગયા હતા. ૩૮થી વધુને ઇજા થઈ હતી.
આ ગોળીબાર કરનાર પિતા-પુત્ર સાજિદ અક્રમ અને તેના ૨૪ વર્ષના પુત્ર નવીદ અક્રમ બંને ઉપર ગોળીબાર કરતાં સાજિદનું મૃત્યુ થયું હતું. જયારે પુત્ર નવીદ અક્રમને પગમાં ગોળી વાગી હતી.
આ ઘટના પછી ગણતરીના દિવસોમાં જ થયેલી આ બીજી આતંકી ઘટનાએ યહૂદીઓમાં ભીતિ પ્રસારી દીધી છે. યહૂદી નેતાઓએ સરકારને ફરિયાદ કરતાં કહ્યું હતું કે, યહૂદીઓ પ્રત્યે વધતાં વેરથી યહૂદીઓ સચિંત છે.









