World

પાકિસ્તાનને 16 રાજ્યોમાં વહેંચવાના અસીમ મુનીરના પ્લાન પર લાગી બ્રેક, શહબાઝ અને ઝરદારીએ પલટી નાખી બાજી!

By GS Team
15 Nov 20261 min read
TukuTouch Logo
પાકિસ્તાનના સેનાધ્યક્ષ અસીમ મુનીરની દેશને 16 નવા પ્રાંતોમાં વહેંચવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. 14 નવેમ્બર 2026ના રોજ લાહોરમાં યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન શહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સ્પષ્ટ કર્યું કે નવા પ્રાંતોની રચના માટે સંસદની મંજૂરી ફરજિયાત રહેશે. PPP એ સિંધના વિભાજનનો વિરોધ કર્યો છે. આ નિર્ણયથી મુનીર રાજકીય મોરચે અલગ-થલગ પડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનને 16 રાજ્યોમાં વહેંચવાના અસીમ મુનીરના પ્લાન પર લાગી બ્રેક, શહબાઝ અને ઝરદારીએ પલટી નાખી બાજી!

Asim Munir 16 Provinces Plan Pakistan Halted: પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર દ્વારા દેશને 16 વહીવટી એકમો અથવા નવા પ્રાંતોમાં વહેંચવાની યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. 14 નવેમ્બર 2026ના રોજ લાહોરના મોડલ ટાઉન ખાતે વડાપ્રધાન શહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે નવા પ્રાંતોની રચના કે તે અંગેના જનમત સંગ્રહ માટે બંધારણીય જોગવાઈઓનું કડક પાલન અને સંસદની મંજૂરી ફરજિયાત રહેશે.

સંસદને બાયપાસ નહીં કરી શકાય: રાજકીય પક્ષોની એકતા

સંસદીય સત્તા પર ભાર: ગૃહમંત્રી મોહસિન નકવીએ નવા પ્રાંતો અંગે જનમત સંગ્રહ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, શહબાઝ અને ઝરદારીએ સંમતિ દર્શાવી કે જનમત સંગ્રહ કરાવવો કે નહીં અને જનતાને કયા પ્રશ્નો પૂછવા, તે તમામ નિર્ણયો સંસદની બહુમતીથી જ લેવાશે. આ નિર્ણયથી અસીમ મુનીર રાજકીય મોરચે અલગ-થલગ પડી ગયા હોવાનું મનાય છે.

PPP નો કડક વિરોધ: પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સ્પષ્ટ કર્યું છે કે, સિંધ પ્રાંતનું વિભાજન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

ઈમરાન ખાનના મુદ્દે પણ થઈ ચર્ચા

બેઠક દરમિયાન જેલમાં બંધ PTIના સ્થાપક ઈમરાન ખાનના મુદ્દે પણ વાતચીત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ઈમરાન ખાનની તેમના વકીલો સાથેની લાંબી મુલાકાત અને તેમની બે બહેનોની જેલમુક્તિને પડદા પાછળ ચાલી રહેલી કોઈ રાજકીય ડીલ સાથે કોઈ લેવાદેવા નથી.