મ્યાંમારમાં સેનાનો બોદ્ધ મઠ પર હુમલો : 14નાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બેંગકોક : મ્યાનમારનાં સેન્ટ્રલ સાગાઇંગ વિસ્તારમાં એક બૌદ્ધ મઠ પર મ્યાનમારની સેનાએ શુક્રવારે કરેલી એર સ્ટ્રાઇકમાં ૧૪ લોકોનાં મોત થયા છે જે એક સપ્તાહનાં મેડિટેશન રિટ્રીટમાં ભાગ લઇ રહ્યાં હતાં તેમ વિરોધી જૂથ અને એક રહેવાસીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આ હુમલો દેશમાં ડેમોક્રેસી સપોર્ટર ફોર્સ અને એથેનિક હથિયારબંદ ગુ્રપને ટારગેટ કરનારા સતત અને જીવલેણ હવાઇ હુમલાની સિરિઝમાં સૌથી નવો છે. આ હુમલામાં મોટે ભાગે સામાન્ય નાગરિકોનાં મોત થાય છે.
સિવિલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશન ઓફ મ્યાંગ ટાઉનશીપ કે સીડીએસઓએમનાં પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર આ હુમલો દેશનાં બીજા સૌથી મોટા શહેર માંડલેથી લગભગ ૭૫ કિલોમીટર પશ્ચિમમાં મ્યાંગ ટાઉનશીપનાં સ્વેલ લે ઓહ ગામમાં થયો હતો.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક ફાઇટર જેટે ગામનાં મઠનાં કંપાઉન્ડમાં બોંબ ફેંક્યા હતાં. જેમાં ત્રણ મહિલા સહિત ૧૪ લોકોનાં મોત થયા હતાં અને અન્ય ૨૦ લોકો ઘાયલ થયા હતાં.
ગામનાં રહેવાસીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે ફાઇટર જેટ વિમાને ૧૫ મિનિટનાં સમયગાળામાં બે બોંબ ફેંક્યા હતાં. જેમાં બીજા બોંબે મઠની પાસે આવેલા મકાનને નુકસાન પહોંચાડયું હતું.
આ મકાનમાં ૧૦૦થી વધુ લોકો મેડિટેશન રિટ્રીટમાં ભાગ લઇ રહ્યાં હતાં. ગામનાં લોકો મૃતકોનાં અંતિમ સંસ્કાર કર્યા પછી પાસેનાં એક સમુદાયમાં ભાગી ગયા હતાં.
મ્યાનમારની સેનાએ આ હુમલા અંગે તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપી નથી. આ અગાઉ સેનાએ જણાવ્યું હતું કે તે ફક્ત યુદ્ધનાં સ્થળોને જ નિશાન બનાવી હુમલા કર્યા છે.









