World

મ્યાંમારના ક્યાઉક્તાવમાં સેનાની એરસ્ટ્રાઈક : 50નાં મોત, 58 ઘાયલ

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
મ્યાંમારના કયાકટોલ શહેરની માર્કેટમાં મ્યાનમાર વાયુસેનાના બોમ્બ હુમલાથી ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 58થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 22ની હાલત ગંભીર છે. આ હુમલો આરાકાન ઓલી પર્વતમાળાની તળેટીમાં થયો હતો, જ્યારે બજારમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, જેથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મ્યાંમારના ક્યાઉક્તાવમાં સેનાની એરસ્ટ્રાઈક : 50નાં મોત, 58 ઘાયલ
  • હુમલો થયો ત્યારે બજારમાં અનેક લોકો હાજર હતા : મૃત્યુઆંક વધવાની ભીતિ

નૈપીડો (મ્યાંમાર) : આરાકાન ઓલી પર્વતમાળાની તળેટીમાં રહેવા રાખીને સ્ટેટનાં કયાકટોલ શહેરની માર્કેટ ઉપર જ મ્યાનવાસી વાયુસેનાએ કરેલી બોમ્બ વર્ષાથી ઓછામાં ઓછા ૪૯નાં મૃત્યુ થયાં છે, અને ૫૮થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તો પૈકી ૨૨ની હાલત ગંભીર છે.
ભારત સહિત દુનિયાના તમામ સુસંસ્કૃત દેશોમાં સેનાઓનો તે સિદ્ધાંત છે કે તે પોતાના જ દેશના નાગરિકો ઉપર ક્યારેએ હુમલો ન કરે. વીરપ્પન જેવા ખુંખાર ડાકુ ઉપર પણ ભારતીય સેનાએ હુમલો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું હતું કે તે સ્વીકાર્ય છે કે વીરપ્પન ખૂંખાર ડાકુ છે જ પરંતુ તે ભારતનો નાગરિક પણ છે. પોલીસ કરે છે શું ? તેણે તેને વશ કરવો જોઇએ, અમે તેની સામે પગલાં નહીં લઈએ. નકસલવાદીઓ સામે પણ સીઆરપીએફ કે એસઆરપી જ કાર્યરત હતી, ભારતીય સેના નહીં. પરંતુ મહામેઘાવી વિદુષી ઔંગ સાન સૂ-કીની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ફેબુ્રઆરી ૨૦૨૧માં ઉથલાવી ચીન તરફી લશ્કરી જુંટાએ સત્તા ગ્રહણ કર્યા પછી તેણે જનતા ઉપર ત્રાસવાદ ગૂજારવો શરૂ કર્યો. મ્યાંમારનું પાટનગર રંગૂનથી ફેરવી નૈપિડો લઇ ગયા.
આ લશ્કરી જંગ સામે મ્યાંમારમાં ઠેરઠેર વિપ્લવો ફાટી નીકળ્યા છે. તે પૈકી આરાકાન આર્મી તરીકે પોતાને ઓળખાવતાં વિપ્લવી જૂથે રાખીને વિસ્તારમાં તો પોતાનો સંપૂર્ણ કબજો જમાવી દીધો છે. આ વિસ્તારનું મુખ્ય શહેર રાખીને મ્યાંમારનાં મધ્યસ્થ શહેર માંડલેથી ૨૧૦ માઇલ પશ્ચિમે આવેલું છે.
શહેર ઉપર મ્યાંમારનાં વિમાનોએ કરેલા હુમલાને લીધે કેટલાંયે મકાનો ધ્વસ્ત થયા હતાં કેટલાયે વાહનો સળગી ઉઠયાં હતાં અને પાસેનો નદી પરનો પૂલ પણ તૂટી ગયો હતો.
મ્યાંમારનાં આર્મીના અનેક પ્રયત્નો છતાં દેશના અનેક વિસ્તારોમાં જાતીય સંઘર્ષ વ્યાપી રહ્યો છે. આરાકાન આર્મીએ હજી સુધીમાં મહત્ત્વનાં લશ્કરી મથકો અને રાપીને રાજ્યનાં ૧૭ શહેરો પૈકી ૧૪ ઉપર કબજો જમાવી દીધો છે. રાપીનેટની જાતીય લઘુમતિ પોતાની સ્વાયત્તતા માર્ગ છે. આ લઘુમતિ પર્વતીય પ્રદેશોમાં આવેલાં જંગલોમાં વસે છે, તેથી તેમને દબાવવી મુશ્કેલ છે. જો કે આ યુદ્ધથી રાપીન્ટે વિસ્તારમાં ખાદ્યાન્ન સહિત અનેક બાબતોની અછત છે. છતાં તેવો માથું મુકી લડી રહ્યા છે.