World

પાકિસ્તાન છોડીને ભાગી રહ્યા છે સરકારી અધિકારીઓ?, 2,500 બ્યૂરોક્રેટ્સ પાસે બેવડી નાગરિકતા

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, દેશના 2,500થી વધુ સરકારી અધિકારીઓ પાસે બેવડી નાગરિકતા છે અને તેઓ વિદેશમાં કાયમી વસવાટનું આયોજન કરી રહ્યા છે. આ અધિકારીઓ પોર્ટુગલ જેવા દેશોમાં મોટા પ્રમાણમાં સંપત્તિ ખરીદી રહ્યા છે. પાકિસ્તાનની કથળતી આર્થિક અને રાજકીય સ્થિતિને કારણે આ અધિકારીઓ "ડૂબતા જહાજમાંથી ભાગતા ઉંદરો"ની જેમ દેશ છોડી રહ્યા હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાન છોડીને ભાગી રહ્યા છે સરકારી અધિકારીઓ?, 2,500 બ્યૂરોક્રેટ્સ પાસે બેવડી નાગરિકતા

Pakistan Bureaucrats Hold Dual Citizenship: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે મોટો દાવો કરી પાકિસ્તાનની ફરીએકવાર પોલ ખોલી નાંખી છે. ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે દેશના 2,500 થી વધુ સરકારી અધિકારીઓ પાસે બેવડી નાગરિકતા છે, અને તેઓ વિદેશમાં કાયમી વસવાટ કરવાની યોજના બનાવી રહ્યા છે. પાકિસ્તાનના બ્યુરોક્રેટ્સ માટે પોર્ટુગલ નવું મનપસંદ સ્થળ બની ગયું છે, જ્યાં તેઓ મોટા પ્રમાણમાં સંપત્તિ ખરીદી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, દેશની ડૂબતી આર્થિક અને રાજકીય સ્થિતિને જોઈને અધિકારીઓ હવે 'ડૂબતા જહાજમાંથી ભાગતા ઉંદરોની જેમ' દેશ છોડી રહ્યા છે.

2,500 થી વધુ અધિકારીઓ પાસે બેવડી નાગરિકતા

રક્ષામંત્રી ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે, દેશના અનેક ફેડરલ અધિકારીઓએ વિદેશોમાં પોતાના અડ્ડા બનાવી લીધા છે. સરકારી તપાસ રિપોર્ટ મુજબ, 2,500 થી વધુ અધિકારીઓ બેવડી નાગરિકતા ધરાવે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ લોકો પાકિસ્તાન સરકારમાં મલાઈદાર પદો પર બેસીને પગાર અને તમામ સુખ-સુવિધાઓ માણી રહ્યા છે, પરંતુ તેમનું અસલી ઠેકાણું કેનેડા, અમેરિકા, બ્રિટન અને યુરોપના દેશો બની ગયા છે.

પોર્ટુગલ કેમ બની રહ્યું છે નવું મનપસંદ સ્થળ?

પાકિસ્તાનના અમીર વર્ગ અને ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચે યુરોપનો દેશ પોર્ટુગલ સૌથી લોકપ્રિય ડેસ્ટિનેશન બનતો જઈ રહ્યો છે. પોર્ટુગલની સરળ 'રેસિડેન્સી-બાય-ઇન્વેસ્ટમેન્ટ' અને ઇમિગ્રેશન નીતિઓ આ અધિકારીઓને યુરોપિયન યુનિયન એટલે કે EUમાં મુક્તપણે હરવા-ફરવાની શાનદાર તક આપે છે. પૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી અને પાકિસ્તાન નિષ્ણાત તિલક દેવાશેરના મતે, નોકરશાહોને દેશની બગડતી હાલતની સૌથી પહેલા ખબર પડે છે, તેથી આ પલાયન સ્પષ્ટ ઈશારો કરે છે કે, તેઓ ડૂબતા જહાજમાંથી ભાગી રહ્યા છે.