World

'તમે નબળા માણસ છો...' ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ધક્કામુક્કી, આતંકી હુમલા બાદથી લોકોમાં આક્રોશ

By GS TEAM
22 Dec 20252 mins read
TukuTouch Logo
સિડનીના બોન્ડી બીચ પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ સ્થિતિ વણસી રહી છે. આ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન લોકોએ વડાપ્રધાન વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે તેમને ધક્કામુક્કીનો પણ સામનો કરવો પડ્યો હતો. સુરક્ષાના કારણોસર વડાપ્રધાનને અંધારામાં ત્યાંથી બહાર કાઢવા પડ્યા હતા. લોકોએ તેમને 'નબળા અને ખતરનાક' ગણાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'તમે નબળા માણસ છો...' ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ધક્કામુક્કી, આતંકી હુમલા બાદથી લોકોમાં આક્રોશ
(IMAGE - IANS)

Bondi Beach Terror: સિડનીના બોન્ડી બીચ પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ સ્થિતિ વણસી રહી છે. આ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન લોકોએ વડાપ્રધાન વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે તેમને ધક્કામુક્કીનો પણ સામનો કરવો પડ્યો હતો. સુરક્ષાના કારણોસર વડાપ્રધાનને અંધારામાં ત્યાંથી બહાર કાઢવા પડ્યા હતા. લોકોએ તેમને 'નબળા અને ખતરનાક' ગણાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

હુમલા બાદ પીએમ અલ્બાનીઝ વિરુદ્ધ લોકોમાં ફાટી નીકળેલો ગુસ્સો

નોંધનીય છે કે, 14 ડિસેમ્બર, 2025ના રોજ એક યહૂદી તહેવાર દરમિયાન બે બંદૂકધારીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 15 લોકોના મોત થયા હતા. ઓસ્ટ્રેલિયા સરકારે તેને આતંકવાદી હુમલો જાહેર કર્યો છે. જોકે, સ્થાનિક યહૂદી સમુદાય અને નાગરિકોનો આરોપ છે કે સરકાર દેશમાં વધી રહેલી યહૂદી વિરોધી ભાવનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે વડાપ્રધાને ઈઝરાયલને સમર્થન આપવાને બદલે પેલેસ્ટાઈનનો પક્ષ લીધો અને પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપવાના તેમના નિર્ણયને કારણે સુરક્ષા વ્યવસ્થા નબળી પડી છે.

આ પણ વાંચો: VIDEO: ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં 'ગુલાલ' ઉડાડતાં ભયંકર આગ, 18 દાઝ્યાં

એકતાનો સંદેશ આપવાના પ્રયાસ સામે જનતાનો ઉગ્ર વિરોધ

આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે ગૃહમંત્રી ટોની બર્ક અને નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ હાજર હતા, પરંતુ રાષ્ટ્રીય એકતા દર્શાવવા માટે આયોજિત આ કાર્યક્રમ જનતાના આક્રોશનું કેન્દ્ર બની ગયો હતો. આ ઘટના બાદ વડાપ્રધાન અલ્બાનીઝે પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સીઓની કામગીરીની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે. તેમણે સ્વીકાર્યું કે આ હુમલો ISISથી પ્રેરિત હતો અને બદલાતા સુરક્ષા માહોલને જોતા એજન્સીઓએ વધુ સજ્જ થવાની જરૂર છે.