World

લિઝ ટ્રસ સરકારનો વધુ એક યુ-ટર્ન ટેક્સમાં ઘટાડાના તમામ નિર્ણયો પરત

By GS Team
17 Oct 20222 mins read
This article was originally published on 17 Oct 2022
લિઝ ટ્રસ સરકારનો વધુ એક યુ-ટર્ન  ટેક્સમાં ઘટાડાના તમામ નિર્ણયો પરત

- આવકવેરાનો બેઝિક રેટ 20 ટકા પર યથાવત રહેશે 

- બ્રિટનની નાણાકીય સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય અનિશ્ચિત સમય સુધી ટાળી દેવાયા

- બ્રિટનની રાજકોષીય સ્થિરતા અંગે બજારોને સુનિશ્ચિત કરવા, પૂર્વ નાણા પ્રધાન ક્વાસી કવારટેગના મિની બજેટથી લોકોને લાગેલા આંચકાઓને શાંત કરવાનો નવા નાણા પ્રધાન જર્મી હંટનો પ્રયાસ 

લંડન : બ્રિટનના નવા નાણા પ્રધાન જેરેમી હંટે વિવાદનો વિષય બની ગયેલા ટેક્સમાં ઘટાડાના તમામ નિર્ણયો પરત લઇ લીધા છે. તેમણે ઇમરજન્સી નાણાકીય નિવેદનમાં મોંઘા ઉર્જા બિલના સમર્થનને પણ ઓછું ઘટાડવાની જાહેર કરી હતી.

હંટનું આ નિવેદન બ્રિટનની રાજકોષીય િસ્થિરતા અંગે બજારોને સુનિશ્ચિત કરવા અને પૂર્વ નાણા પ્રધાન ક્વાસી કવારટેગ દ્વારા ગયા મહિને રજૂ કરવામાં આવેલા મિની બજેટથી લોકોને લાગેલા આંચકાઓને શાંત કરવાનો એક પ્રયાસ છે. 

હંટે જણાવ્યું હતું કે બ્રિટનની નાણાકીય સ્થિતિમાં સુધારો થવા સુધી ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય અનિશ્ચિત સમય સુધી ટાળી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણા પ્રધાન કવારટેંગે પોતાના મિની બજેટમાં ટેક્સમાં ઘટાડો એપ્રિલ, ૨૦૨૩ સુધી અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત સરકારની ઉર્જા મૂલ્ય ગરંટી ફક્ત એપ્રિલ સુધી જ અમલમાં રહેશે.હંટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે આજના મિની બજેટમાં વધુ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 

તેમણે ગઇકાલે એટલે કે રવિવારે વડાપ્રધાન લીઝ ટ્રસ અને બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર એન્ડ્રયુ બેલી સાથે બેઠક કરી હતી. 

ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં ૩૧ ઓક્ટોબરે મીડિયમ ટર્મ ફિસ્કલ પ્લાન  જાહેર કરવામાં આવશે. ટ્રસે શુક્રવારે પૂર્વ કેબિનેટ પ્રધાન અને પક્ષમાં ટોચના પદેના દાવેદાર રહેલા હંટને નવા નાણા પ્રધાન બનાવ્યા હતાં. આ અગાઉ તેમણે પોતાના નજીકના પ્રધાન અને નાણા મંત્રી કવારટેંગને બરતરફ કર્યા હતાં.

ડિવિડન્ડ પર ટેકસમાં કરાયેલ ૧.૨૫ ટકાનો વધારો પણ પરત લેવામાં આવશે.ઇન્કમ ટેક્સ પરનો બેઝિક રેટ ૨૦ ટકા પર યથાવત રહેશે.