World

ટ્રમ્પની વધુ એક નિષ્ફળતા, ફેડ કોર્ટે વિઝા પોલિસીને ફગાવી

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકન કોર્ટે ટ્રમ્પને વધુ એક આંચકો આપ્યો છે. ટ્રમ્પે 75 દેશોના વિઝા પ્રોસેસિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો છે. ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડેને નીમેલા ડિસ્ટ્રિક્ટ જજ જેનેટ વર્ગસે આ નીતિને કાયદા વિરુદ્ધ અને સત્તાનો દુરુપયોગ ગણાવી. કોર્ટે જણાવ્યું કે ટ્રમ્પની નીતિ કોંગ્રેસના નિયમોનું ઉલ્લંઘન કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની વધુ એક નિષ્ફળતા, ફેડ કોર્ટે વિઝા પોલિસીને ફગાવી

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પને કોર્ટ આંચકાઓ આપવાનું બંધ કર્યુ નથી. એકબાજુ ટ્રમ્પ મનમાની કરતાં આદેશો આપતા ગયા છે તો બીજી બાજું અમેરિકન કોર્ટ તેમના આ પ્રકારના મોટાભાગના આદેશો ફગાવવા લાગી છે. આવો જ વધુ એક આદેશ અમેરિકન કોર્ટે આપ્યો છે. તેમા ટ્રમ્પે અફઘાનિસ્તાન, ઇરાન, રશિયા અનેસોમાલિયા સહિત ૭૫ દેશોના વિઝાનું પ્રોસેસિંગ સસ્પેન્ડ કર્યુ હતું તે પોલિસીને જ અમેરિકન કોર્ટે ફગાવી દીધી છે.
ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડેને નીમેલા અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ જેનેટ વર્ગસે શુક્રવારે ટ્રમ્પની આ નીતિને કાયદાથી વિપરીત અને સત્તાના અતિક્રમણ સમાન ગણાવ્યો હતો.
જજનો આદેશ હતો કે વિદેશ પ્રધાન માર્કો રુબિયો આ પ્રકારની નીતિ જારી કરી તેમની સત્તાને અતિક્રમી ગયા છે. તેમણે અહીં કાયદાકીય આધાર વગર જ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ વિઝા અરજી કરવાનો નિર્ણય કર્યો છે, જે મનસ્વી છે.
વર્ગસે જણાવ્યું હતું કે આ પોલિસીમાં કોંગ્રેસને કોરાણે મૂકી દેવાઈ છે, જે વિઝા અંગેના કોઈપણ નિર્ણય માટે કોસ્યુલર્સ ઓફિસર પર જવાબદારી મૂકે છે. કોંગ્રેસે આ ઓફિસરોને ખાસ સત્તા આપી છે કે તેઓ વિઝાના દરેક કેસમાં ઇમિગ્રન્ટની સ્થિતિ અને સરકારના માપદંડ જોઈને તે અંગે તેમની વિવેક મુનસફી મુજબ યોગ્ય નિર્ણય લે. જ્યારે ટ્રમ્પની નીતિ ફક્ત અરજદારની રાષ્ટ્રીયતાના આધારે તેને ઇમિગ્રન્ટ વિઝા જારી કરવાની મનાઈ ફરમાવે છે, આ તો સીધી કાયદાકીય જોગવાઈઓનો ભંગ છે. ટ્રમ્પે જાહેર કરેલી નીતિને બે સ્વૈચ્છિક સંગઠનોએ કોર્ટમાં પડકારી હતી.