Get The App

પાકિસ્તાનમાં વધુ એક બોમ્બ-વિસ્ફોટ : પોલીસ ચોકી લોહિયાળ બની : પાંચ પોલીસ કર્મીઓનાં મોત 8 ઘાયલ : TTP એ હુમલાનો દાવો કર્યો

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં વધુ એક બોમ્બ-વિસ્ફોટ : પોલીસ ચોકી લોહિયાળ બની : પાંચ પોલીસ કર્મીઓનાં મોત 8 ઘાયલ : TTP એ હુમલાનો દાવો કર્યો 1 - image

- ખૈબર-પખ્તુનવા-પંજાબ સમો પાસેની તકાંગી પોલીસ ચોકી ઉપર સોમવારે સવારે વિસ્ફોટકો ભરેલાં વાહન દ્વારા ભીષણ આતંકી હુમલો

નવી દિલ્હી : પાકિસ્તાનના ખૈબર-પખ્તુનવા પંજાબની સીમા પાસે ઝાંગી પોલીસ ચોકી ઉપર સોમવારે સવારે પ્રચંડ આતંકી હુમલો થયો હતો. આ ગામમાં રહેલી આ પોલીસ ચોકી સાથે વિસ્ફોટકો ભરેલું એક વાહન અથડાતાં પાંચ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા.

પોલીસે તેના પ્રારંભિક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વાહનમાં લાકડાં ભરેલાં હતાં. તેની નીચે વિસ્ફોટકો છુપાવી રાખવામાં આવ્યા હતા. તે પિકઅપ વાન જોરથી પોલીસ ચોકી સાથે અથડાયું તે સાથે એટલો જબરજસ્ત ધડાકો થયો કે ચોકીની બહારની દિવાલનો એક હિસ્સો તૂટી ગયો અને વાહન તે ચોકીના મલબામાં દટાઈ ગયું.

હજી સુધી તે નક્કી નથી થઈ શક્યું કે તે આત્મઘાતી હુમલો હતો કે વાહનને રીમોટ કન્ટ્રોલથી ઉડાડી દેવામાં આવ્યું હતું. જોકે તે પછી રાહત બચાવ કાર્ય થઈ રહ્યાં છે.

આ હુમલાની જવાબદારી તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન (ટીટીપી)એ લીધી છે. તેનો દાવો છે કે આ હુમલામાં તેમણે તાજેતરમાં જ લોન્ચ કરેલાં અલ-ફારૂક મિસાઈલ દ્વારા કરાયેલો આ વધુ એક હુમલો હતો. જોકે પાકિસ્તાની સલામતી સંસ્થાઓએ આ દાવાને પુષ્ટિ નથી આપી.

હવે સલામતી સંસ્થાઓ તે શોધી રહી છે કે આ હુમલો તે મિસાઈલ દ્વારા કરાયો હતો કે વિસ્ફોટકો ભરેલાં વાહનથી કરવામાં આવ્યો છે. તે સર્વવિદિત છે કે ટીટીપી દ્રારા તાજેતરના મહિનાઓમાં દક્ષિણ ખૈબર પખ્તુનવા અને બાજોર જિલ્લામાં આવા અનેક હુમલા થતા જ રહે છે. અફઘાનિસ્તાનમાં ટીટીપીનાં મથકો છે તેની ઉપર પાક એરફોર્સે કરેલી બોમ્બવર્ષા પછી પાકિસ્તાનમાં અનેક સ્થળોએ ટીટીપીએ તેના હુમલા વધારી દીધા છે.