World

47 વર્ષે અમેરિકાની મુસ્લિમ દેશને મોટી ભેટ, આતંકવાદની બ્લેક લિસ્ટમાંથી બહાર, ત્યાંના પ્રમુખને ગણાવ્યા ફેન્ટાસ્ટિક નેતા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ સીરિયાને 1979થી આતંકવાદ પ્રાયોજિત દેશોની યાદીમાંથી ઔપચારિક રીતે હટાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી સીરિયા પરના દાયકા જૂના આર્થિક પ્રતિબંધો હટશે. વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આને સીરિયાના નાગરિકોના સારા ભવિષ્ય માટે મહત્વનું પગલું ગણાવ્યું. આ ઉપરાંત, HTSને પણ આતંકી સંગઠન ટેગમાંથી મુક્ત કરાયું છે, જેનો સીધો ફાયદો રાષ્ટ્રપ્રમુખ અહમદ અલ-શરાને મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

47 વર્ષે અમેરિકાની મુસ્લિમ દેશને મોટી ભેટ, આતંકવાદની બ્લેક લિસ્ટમાંથી બહાર, ત્યાંના પ્રમુખને ગણાવ્યા ફેન્ટાસ્ટિક નેતા

US Removes Syria Terror List : અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સીરિયાને આતંકવાદને પ્રાયોજિત કરનારા દેશોની યાદી (State Sponsor of Terrorism) માંથી ઔપચારિક રીતે હટાવી દીધું છે. અમેરિકાના આ ઐતિહાસિક નિર્ણયથી સીરિયા પર દાયકાઓથી લાદવામાં આવેલા કડક આર્થિક અને વ્યાપારી પ્રતિબંધોમાંથી મુક્તિ મળવાનો રસ્તો સાફ થયો છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા સીરિયાને સૈન્ય મદદ આપવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ નિર્ણયને સીરિયાના નાગરિકોના સારા ભવિષ્ય અને આર્થિક પ્રગતિ માટેનું એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાવ્યું છે.

HTS પરથી પણ આતંકી સંગઠનનો ટેગ હટાવાયો

અમેરિકાએ આ નિર્ણય સાથે અલ-શરાના સંગઠન હયાત તહરીર અલ-શામ (HTS) ને પણ ગ્લોબલ ટેરરિસ્ટની સૂચિમાંથી મુક્ત કરી દીધું છે. આ નિર્ણયનો સીધો ફાયદો સીરિયાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ અહમદ અલ-શરાને મળશે. શરા અગાઉ HTS ના વડા હતા અને તેમનું જૂનું નામ અબુ મોહમ્મદ અલ-જોલાની હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અહમદ અલ-શરા પ્રત્યે હકારાત્મક વલણ દાખવતાં તેમને અત્યંત પ્રતિષ્ઠિત અને મજબૂત નેતા ગણાવ્યા હતા. બંને નેતાઓ વચ્ચે અગાઉ મુલાકાત પણ થઈ ચૂકી છે.

1979 થી આતંકવાદી યાદીમાં હતું સીરિયા

અમેરિકાએ વર્ષ 1979 માં સીરિયાને સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમની યાદીમાં મૂક્યું હતું. ત્યારથી દાયકાઓ સુધી સીરિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લાગેલા હતા. વિદેશ મંત્રી માર્કો રૂબિયોના જણાવ્યા મુજબ, શરા સરકારે ISIS અને અલ-કાયદા જેવા આતંકી નેટવર્ક સામે કડક ઝુંબેશ ચલાવી છે અને ગ્લોબલ ગઠબંધનમાં જોડાણ કર્યું છે, જેથી અમેરિકાએ આ નિર્ણય લીધો છે.

વૈશ્વિક અર્થતંત્રમાં સીરિયાની વાપસી અને પ્રાદેશિક સ્થિતિ

આતંકવાદ પ્રાયોજિત દેશનો ટેગ હટવાથી સીરિયામાં વિદેશી રોકાણ અને ખાનગી કંપનીઓ માટે નવા દરવાજા ખુલશે, જેથી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઇઝરાયલ અને સીરિયા વચ્ચે પ્રાદેશિક તણાવ વધેલો છે. તાજેતરમાં ઇઝરાયલે સીરિયાના અબુ અલ-દુહૂર એરબેઝ પર હુમલો કર્યો હતો. આવા સંવેદનશીલ વાતાવરણમાં અમેરિકાનો આ નિર્ણય પશ્ચિમ એશિયામાં ટ્રમ્પ પ્રશાસનની વિદેશ નીતિમાં મોટો બદલાવ દર્શાવે છે.