World

જોર્ડન, ઓમાન, સીરિયા... વિશ્વના 51 દેશોમાં અમેરિકન સેનાની હાજરી! જાણો કારણ

By GS Team
24 Jun 20253 mins read
This article was originally published on 24 Jun 2025
TukuTouch Logo
જગત જમાદાર અમેરિકાએ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં કૂદીને પોતાની સૈન્યશક્તિનો પરચો બતાવવા માંડ્યો છે. અમેરિકા ઝડપથી આ યુદ્ધમાં સક્રીય થઈ શક્યું એનું કારણ છે મધ્ય પૂર્વના દેશોમાં એની કાયમી હાજરી. મધ્ય પૂર્વ જ શું કામ, દુનિયાના ઓછામાં ઓછા 51 દેશોમાં અમેરિકાના સૈન્યની હાજરી છે. અમેરિકાની ધરતી બહાર એના 128 લશ્કરી થાણાં છે! ચાલો જાણીએ કે અમેરિકાના મહત્ત્વપૂર્ણ લશ્કરી થાણાં ક્યાં ક્યાં આવેલા છે અને કયા કારણસર અમેરિકાની સેના બીજા દેશોમાં કાયમી અડ્ડો જમાવી દે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોર્ડન, ઓમાન, સીરિયા... વિશ્વના 51 દેશોમાં અમેરિકન સેનાની હાજરી! જાણો કારણ

American Military : જગત જમાદાર અમેરિકાએ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં કૂદીને પોતાની સૈન્યશક્તિનો પરચો બતાવવા માંડ્યો છે. અમેરિકા ઝડપથી આ યુદ્ધમાં સક્રીય થઈ શક્યું એનું કારણ છે મધ્ય પૂર્વના દેશોમાં એની કાયમી હાજરી. મધ્ય પૂર્વ જ શું કામ, દુનિયાના ઓછામાં ઓછા 51 દેશોમાં અમેરિકાના સૈન્યની હાજરી છે. અમેરિકાની ધરતી બહાર એના 128 લશ્કરી થાણાં છે! ચાલો જાણીએ કે અમેરિકાના મહત્ત્વપૂર્ણ લશ્કરી થાણાં ક્યાં ક્યાં આવેલા છે અને કયા કારણસર અમેરિકાની સેના બીજા દેશોમાં કાયમી અડ્ડો જમાવી દે છે.

છેક બીજા વિશ્વયુદ્ધથી અમેરિકન સૈન્ય બીજા દેશોમાં ઘર કરવા લાગ્યું 

બીજા વિશ્વયુદ્ધમાં જીત્યા પછી અમેરિકાને મહાસત્તા બનવાની ચાનક ચઢી. ફક્ત અમેરિકાની ભૂમિમાં રહીને વૈશ્વિક પ્રભાવ બનાવવો મુશ્કેલ હતું. પ્રતિસ્પર્ધીઓ પર બાજનજર રાખીને એમનાથી એક કદમ આગળ રહેવું હોય તો દુનિયાના વિવિધ ખૂણે હાજર રહેવું જરૂરી હતું. વિશ્વયુદ્ધ પછીના સમયમાં ઘણા દેશોની આર્થિક સ્થિતિ નબળી હતી. પડોશી દેશો ગમે ત્યારે હુમલો કરી દેશે એ પ્રકારની શંકાનું વાતાવરણ હતું. એવા દેશોએ પોતાની સુરક્ષા માટે અમેરિકાના સૈન્ય દળોને આવકાર્યા. ત્યારથી અમેરિકા એવા ગરજવાન દેશોમાં ઘર કરી ગયું. પછી એ યુરોપના દેશો હોય કે એશિયાના. સભ્ય દેશોને સંયુક્ત સુરક્ષા પ્રદાન કરવાના નામે અમેરિકાએ નાટો જેવું સંગઠન પણ સ્થાપ્યું અને નાટો દળોની આડમાં પોતાના સૈનિકોને વિવિધ દેશોમાં તહેનાત કરી દીધા. 

આ પણ વાંચો : 400 કિલો યુરેનિયમ ગયું ક્યાં? ઈરાન પર હુમલા બાદ પણ વધ્યું અમેરિકાનું ટેન્શન

મધ્ય પૂર્વમાં અમેરિકાનો પગપેસારો કઈ રીતે થયો?

આતંકવાદને રોકવાને નામે અમેરિકા મધ્ય પૂર્વના દેશોમાં પ્રવેશ્યું હતું. ઈસ્લામિક સ્ટેટની નાબૂદી પછી, સીરિયા અને ઈરાક સહિત ઘણા દેશોમાં અમેરિકન દળો રહી પડ્યાં. આતંકીઓ સામે આડશ બનીને આવેલા એ જ દળો હવે ઈરાનને ધમરોળી રહ્યાં છે. 

મધ્ય પૂર્વમાં અમેરિકાના લશ્કરી થાણાં ક્યાં છે? 

મધ્ય પૂર્વના દેશોમાં અમેરિકાએ વર્ષોથી વ્યૂહાત્મક હાજરી જાળવી રાખી છે. આ ક્ષેત્રમાં હવાઈ કેન્દ્રો, નૌકાદળ બંદરો, લોજિસ્ટિક્સ કેન્દ્રો અને પ્રાદેશિક કમાન્ડ પોસ્ટ્સ તરીકે સેવા આપતા થાણાઓમાં અમેરિકાના લગભગ 30000 થી 40000 સૈનિકો છે, જેમાં કતારનું ‘અલ ઉદેદ એર બેઝ’ મુખ્ય છે. આ જ થાણાંમાંથી અમેરિકાના મધ્ય પૂર્વમાં આવેલા અન્ય થાણાઓનું સંચાલન થાય છે. 23 જૂનના રોજ ઈરાને આ થાણાને નિશાન બનાવ્યું હતું. 

આ પણ વાંચો : અઢી કલાક પણ ન ચાલ્યું ટ્રમ્પનું સીઝફાયર! ઇઝરાયલનો દાવો- ઈરાને ઉલ્લંઘન કર્યું, હવે સેના જવાબ આપશે

1) અલ ઉદેદ એર બેઝ, કતાર 

મધ્ય પૂર્વના સૌથી મોટા આ અમેરિકન બેઝમાં આશરે 8,000-10,000 સૈનિકો રહે છે, જેમના લક્ષ્યમાં મુખ્યત્વે ઈરાક, સીરિયા અને અફઘાનિસ્તાન રહેલા છે. અલ ઉદેદ ઈરાનની સરહદથી માત્ર 120 માઈલ દૂર છે. 1996 માં બનેલું આ થાણું મધ્ય પૂર્વમાં સૌથી મોટું અને સૌથી મહત્ત્વપૂર્ણ અમેરિકન થાણું છે. તે લગભગ 24 હેક્ટરના વિસ્તારને આવરી લે છે.

2) નેવલ સપોર્ટ એક્ટિવિટી, બહેરીન 

આ બેઝ યુએસ નેવીના પાંચમા ફ્લીટનું ઘર ગણાય છે. અહીં લગભગ 9,000 સૈનિકોના રહેવાની સગવડ છે. તેની કામગીરી આશરે 6.5 મિલિયન ચોરસ કિલોમીટર પાણીને આવરી લે છે, જે હોર્મુઝની સ્ટ્રેટ, સુએઝ કેનાલ અને બાબ અલ-મંડેબની સ્ટ્રેટ જેવા મહત્ત્વપૂર્ણ ચોક પોઈન્ટને આવરી લે છે.

3) કેમ્પ આરિફજાન, કુવૈત 

આ એક લોજિસ્ટિક્સ હબ છે, જે સમગ્ર મધ્ય પૂર્વમાં આવેલા અન્ય અમેરિકન થાણાઓને માલસામાન અને હથિયાર વગેરેની સપ્લાય સુવિધાઓ પૂરી પાડે છે.

આ પણ વાંચો : અમેરિકા નહીં આ દેશે કરી ઈરાન સાથે વાતચીત: 12 દિવસના યુદ્ધ બાદ રીતે થયું સીઝફાયર, જાણો ઇનસાઇડ સ્ટોરી

અન્ય જાણીતા થાણાં

યુએઈ ખાતેનું ‘અલ ધફરા એર બેઝ’, કુવૈત ખાતેનું ‘કેમ્પ બુહરિંગ એન્ડ અહમદ અલ-જાબીર એર બેઝ’, તુર્કી ખાતેનું ‘ઈન્સિર્લિક એર બેઝ’ અને સાઉદી અરેબિયા ખાતેનું ‘પ્રિન્સ સુલતાન એર બેઝ’ એ બધા થાણાં અમેરિકન સૈનિકો અને સૈન્ય વિમાનોનું આયોજન(મેનેજમેન્ટ) કરે છે, સમસ્યાઓનું નિવારણ કરે છે અને સૈન્ય તૈયારીમાં ભાગ ભજવે છે.

• જોર્ડનમાં આવેલા નાના થાણાં સૈન્ય તાલીમ આપે છે. 

• ઈરાક અને સીરિયા ખાતેના થાણાં ISIS વિરોધી મિશન પાર પાડે છે. 

• ઓમાન અને કતારમાં આવેલા થાણાં નૌકાદળના લોજિસ્ટિક્સ પૂરા પાડવા માટે બંદર તરીકેની સુવિધાઓ આપે છે. 

• કઠોર વાતાવરણને કારણે ‘ધ રોક’ તરીકે ઓળખાતું થાણું ‘અલી અલ સાલેમ’ ઈરાકી સરહદથી ફક્ત 40 કિમી દૂર છે.