World

400 કિલો યુરેનિયમ ગયું ક્યાં? ઈરાન પર હુમલા બાદ પણ વધ્યું અમેરિકાનું ટેન્શન

By GS Team
24 Jun 20252 mins read
This article was originally published on 24 Jun 2025
TukuTouch Logo
ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં એન્ટ્રી લેતાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા બાદ અમેરિકા પોતે ગોથે ચડ્યું છે. જેની પાછળનું કારણ 400 કિગ્રા યુરેનિયમ ભંડાર છે. અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ઈરાનના પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ બ્લાસ્ટ બાદ 400 કિગ્રા યુરેનિયમના ભંડારનો હિસાબ મળી રહ્યો નથી. 10 પરમાણુ હથિયાર બનાવવા પર્યાપ્ત યુરેનિયમ અંતે ક્યાં ગયું તેની કોઈ જાણકારી મળી રહી નથી. આ ગુમ યુરેનિયમ 60 ટકા શુદ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

400 કિલો યુરેનિયમ ગયું ક્યાં? ઈરાન પર હુમલા બાદ પણ વધ્યું અમેરિકાનું ટેન્શન

Iran Israel War: ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં એન્ટ્રી લેતાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા બાદ અમેરિકા પોતે ગોથે ચડ્યું છે. જેની પાછળનું કારણ 400 કિગ્રા યુરેનિયમ ભંડાર છે. અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ઈરાનના પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ બ્લાસ્ટ બાદ 400 કિગ્રા યુરેનિયમના ભંડારનો હિસાબ મળી રહ્યો નથી. 10 પરમાણુ હથિયાર બનાવવા પર્યાપ્ત યુરેનિયમ અંતે ક્યાં ગયું તેની કોઈ જાણકારી મળી રહી નથી. આ ગુમ યુરેનિયમ 60 ટકા શુદ્ધ છે. 

પરમાણુ હથિયાર બનાવવા માટે તેને 90 ટકા સુધી શુદ્ધ કરવાની જરૂર પડે છે. આ 400 કિગ્રા યુરેનિયમનો ઈરાન નવા પરમાણુ કરાર મુદ્દે ફરી અમેરિકા સાથે વાતચીત શરૂ કર્યા બાદ ઉપયોગ કરે તેવી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.  ઈરાનના હુમલાના થોડા દિવસ પહેલાં જ યુરેનિયમ સ્ટોકપાઈલની સાથે સાથે અમુક ઉપકરણોને એક ગુપ્ત સ્થળે ટ્રાન્સફર કર્યા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. આ દાવો ઇઝરાયલના અધિકારીઓએ કર્યો છે. અમેરિકાના હુમલા પહેલાની સેટેલાઇટ તસવીરમાં ફોર્ડો ન્યુક્લિયર પ્લાન્ટની બહાર 16 ટ્રક દેખાઈ હતી. તેની મદદથી ઉપકરણો ટ્રાન્સફર કરાયા હોવાની આશંકા છે. 

આ પણ વાંચોઃ ઈરાને હુમલા પહેલા જ જાણકારી આપી હતી: ટ્રમ્પના દાવાથી દુનિયા ચોંકી, લોકોએ કહ્યું- બધું 'ફિક્સ' હતું

અનેક મિસાઇલ હુમલાથી અભેદ્ય ફોર્ડો ન્યુક્લિયર પ્લાન્ટ

ફોર્ડો ન્યુક્લિયર પ્લાન્ટ એક પહાડની અંદર બનેલો છે. જે મોટાભાગની મિસાઇલો માટે અભેદ્ય છે. ઇઝરાયલે અમેરિકાને પોતાના બી-2 ફાઈટર જેટ વડે બંકર બસ્ટર બોમ્બ તરીકે ઓળખાતા જીબીયુ-37 બોમ્બ બ્લાસ્ટ કરવા કહ્યું હતું. અને અમેરિકાએ રવિવારે આ બોમ્બ વડે હુમલો કર્યો હતો. અમેરિકાએ ફોર્ડો, નતાંજ, અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણેય પ્લાન્ટને મોટાપાયે નુકસાન થયું હતું. પરંતુ ફોર્ડો પ્લાન્ટના બાગરથી ટ્રક ગાયબ હતા. હજી સ્પષ્ટતા થઈ નથી કે, આ ટ્રકોમાં શું લઈ જવામાં આવ્યું હતું. પરંતુ અમેરિકા અને ઇઝરાયલે દાવો કર્યો છે કે, આ ટ્રકની મદદથી યુરેનિયમ સ્ટોકપાઇલ અને ઉપકરણોને ઈરાનની જૂની રાજધાની ઈસ્ફહાન પાસે સ્થિત અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સાઇટમાં ટ્રાન્સફર કર્યા હશે.

જ્જ્જ