World

ઈરાનને રશિયાની મદદ મળતાં જ અમેરિકા ગભરાયું! ટ્રમ્પે પુતિનને મોકલ્યો તાત્કાલિક મેસેજ

By GS TEAM
8 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે એક નવી ગુપ્ત માહિતીથી તણાવ વધી ગયો છે. અમેરિકાનો દાવો છે કે, રશિયા ઈરાનને એવી ટાર્ગેટિંગ માહિતી પૂરી પાડી રહ્યું છે જેનાથી અમેરિકન લશ્કરી ઠેકાણા નિશાન પર આવી શકે છે. જોકે, આ યુદ્ધમાં રશિયાની સીધી ભાગેદારી નથી, પરંતુ આ એક સીક્રેટ જાણકારીથી અમેરિકા ગભરાયું છે અને વોશિંગ્ટને મોસ્કોને સ્પષ્ટ મેસેજ મોકલ્યો છે કે તમે તેહરાનને મદદ કરવાથી દૂર રહો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનને રશિયાની મદદ મળતાં જ અમેરિકા ગભરાયું! ટ્રમ્પે પુતિનને મોકલ્યો તાત્કાલિક મેસેજ

America-Iran War: મિડલ ઈસ્ટના યુદ્ધ  વચ્ચે એક નવી ગુપ્ત માહિતીથી તણાવ વધી ગયો છે. અમેરિકાનો દાવો છે કે, રશિયા ઈરાનને એવી ટાર્ગેટિંગ માહિતી પૂરી પાડી રહ્યું છે જેનાથી અમેરિકન લશ્કરી ઠેકાણા નિશાન પર આવી શકે છે. જોકે, આ યુદ્ધમાં  રશિયાની સીધી ભાગેદારી નથી, પરંતુ આ એક સીક્રેટ જાણકારીથી અમેરિકા ગભરાયું છે અને વોશિંગ્ટને મોસ્કોને સ્પષ્ટ મેસેજ મોકલ્યો છે કે તમે તેહરાનને મદદ કરવાથી દૂર રહો.

આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ રશિયાને મેસેજ મોકલ્યો છે કે તમે આવું ન કરો. આ માહિતી મધ્ય પૂર્વ માટે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ દ્વારા આપવામાં આવી હતી.

પત્રકારોના સવાલોના જવાબમાં સ્ટીવ વિટકોફે કહ્યું કે, 'મેં રશિયાને ઈરાનને ટાર્ગેટિંગ માહિતી અને અન્ય સહાય ન મોકલવા માટે કહ્યું છે.'

કંઈ ખાસ ફરક નથી પડી રહ્યો: ટ્રમ્પ

તે સમયે સ્ટીવ વિટકોફ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. તેમણે દાવો કર્યો કે, 'જો રશિયા આવી માહિતી પૂરી પણ પાડતું હોય તો પણ તેનાથી યુદ્ધમાં કંઈ ખાસ ફરક નથી પડી રહ્યો.' તેમનો કહેવાનો અર્થ એ હતો કે આ માહિતીથી ઈરાનને કોઈ ખાસ મદદ કે લીડ નથી મળી રહી.

ટ્રમ્પે આગળ કહ્યું કે,  'તમે ગત અઠવાડિયે ઈરાન સાથે શું થયું તે જુઓ, જો તેમને માહિતી મળી રહી છે, તો તે માહિતીથી પણ તેમને વધુ મદદ નથી મળી રહી.'

રશિયાનો આ યુદ્ધમાં સામેલ થવાનો પ્રથમ સંકેત

તમને જણાવી દઈએ કે, શનિવારે એવું જાણવા મળ્યું હતું કે, રશિયાએ ઈરાનને એવી માહિતી પૂરી પાડી હતી જે તેહરાનને આ ક્ષેત્રમાં યુએસ યુદ્ધ જહાજો, વિમાનો અને અન્ય સંપત્તિઓ પર હુમલો કરવામાં મદદ કરી શકે છે. રશિયાનો આ યુદ્ધમાં સામેલ થવાનો પ્રથમ સંકેત માનવામાં આવી રહ્યો હતો.

તેહરાન માટે મોસ્કોનો સાથ મહત્વપૂર્ણ 

તમને જણાવી દઈએ કે, યુક્રેન સામે ચાલી રહેલા ચાર વર્ષના યુદ્ધમાં મિસાઈલો અને ડ્રોનની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રશિયાએ ઈરાન સાથેના સંબંધો મજબૂત કર્યા છે. બીજી તરફ તેહરાન તેના પરમાણુ કાર્યક્રમ અને હિઝબુલ્લાહ, હમાસ અને હૂતી જેવા પ્રોક્સી જૂથોને સમર્થન આપવાને કારણે આતંરરાષ્ટ્રીય સ્તર પર અલગ પડેલા તેહરાન માટે મોસ્કોનો સાથ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધ હજુ 7 દિવસ ચાલશે તો દુનિયામાં મહામંદી સર્જાશે! 16 દેશોને અસર થવાનો દાવો

પુતિને ઈરાનના પ્રમુખ સાથે ફોન પર વાત પણ કરી હતી. આ દરમિયાન ખામેનેઈના મોત અને હુમલામાં સામાન્ય નાગરિકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. યુદ્ધ શરૂ થયા પછી ક્રેમલિનન તરફથી તેહરાનને આ પહેલો ફોન કોલ હતો. પુતિને સંઘર્ષને તાત્કાલિક સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ઈરાન અથવા સમગ્ર મધ્ય પૂર્વને લગતા કોઈપણ મુદ્દો  બળજબરીથી નહીં, પરંતુ રાજદ્વારી રીતે ઉકેલવો જોઈએ.