World

અગનભઠ્ઠી બનશે અમેરિકા! 7 કરોડ લોકો પર ત્રીજા ભીષણ 'હીટ ડોમ'નું જોખમ, રેકોર્ડ તોડશે તાપમાન

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના દક્ષિણ અને મધ્ય રાજ્યોમાં ભયાવહ ગરમીના કારણે 7 કરોડ લોકો માટે 'એક્સિટન્સિવ હીટ એડવાઇઝરી' જાહેર કરાઈ છે. તાપમાન 35-40°C સુધી પહોંચવાની શક્યતા છે. છેલ્લા એક મહિનામાં આ ત્રીજી મોટી 'હીટ ડોમ' ઘટના છે, જે વીકેન્ડમાં વધુ મજબૂત બનશે. ક્લાઈમેટ ચેન્જને કારણે ગરમીની તીવ્રતા વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અગનભઠ્ઠી બનશે અમેરિકા! 7 કરોડ લોકો પર ત્રીજા ભીષણ 'હીટ ડોમ'નું જોખમ, રેકોર્ડ તોડશે તાપમાન

Us Heatwave : અમેરિકાના દક્ષિણ અને મધ્ય રાજ્યોમાં ભયાનક ગરમીના કારણે લગભગ 70 મિલિયન (7 કરોડ) લોકો માટે 'એક્સિટન્સિવ હીટ એડવાઇઝરી' (અતિશય ગરમીની ચેતવણી) જાહેર કરવામાં આવી છે. અહીં તાપમાન 95-105°F (35-40°C) સુધી પહોંચવાની શક્યતા છે. છેલ્લા એક મહિનામાં અમેરિકામાં આ ત્રીજી મોટી 'હીટ ડોમ' (Heat Dome) ઘટના છે, જે વીકેન્ડ દરમિયાન વધુ મજબૂત બની રહી છે. તે મેક્સિકોના અખાતથી લઈને ગ્રેટ પ્લેઇન્સ અને મિડવેસ્ટ સુધીના વિશાળ વિસ્તારને આવરી લે છે. દક્ષિણ-પશ્ચિમ અમેરિકાના રણ પ્રદેશોમાં તાપમાન 120°F (48°C) સુધી પહોંચી શકે છે. હીટ ડોમ એક ઉચ્ચ-દબાણવાળી વાતાવરણીય સિસ્ટમ છે, જે ઢાંકણની જેમ કામ કરે છે, અને ગરમીને દિવસો કે, અઠવાડિયા સુધી એક જ જગ્યાએ જકડી રાખે છે, જેના કારણે આગામી સપ્તાહમાં પણ આ ગરમી યથાવત રહેવાની ધારણાં છે.

ક્લાઈમેટ ચેન્જના કારણે અસર

ઉનાળામાં હીટવેવ સામાન્ય છે, પરંતુ માનવસર્જિત વાતાવરણના ફેરફારને કારણે આવી ઘટનાઓની તીવ્રતા વધતી જાય છે. અશ્મિભૂત ઇંધણ (Fossil Fuels) બાળવાને કારણે ઉત્સર્જિત થતા વાયુઓને લીધે ગ્લોબલ વોર્મિંગ એટલું વધી ગયું છે કે, જે માનવ સભ્યતાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. અમેરિકામાં આ ઉનાળો અત્યંત ગરમ રહ્યો છે. જુલાઈના શરૂઆતમાં આવેલા વિશાળ હીટ ડોમને કારણે દેશના પૂર્વ ભાગમાં 'ઇન્ડિપેન્ડન્સ ડે' (4 જુલાઈ)ના કેટલાક કાર્યક્રમો રદ કરવા પડ્યા હતા. ત્યારબાદ પશ્ચિમ ભાગમાં આવેલી, બીજી હીટવેવના કારણે મોન્ટાનામાં તાપમાન 115°F (46°C) નોંધાયું હતું, અને તાપમાનના જૂના રેકોર્ડ તૂટી ગયા હતા. તાજેતરના હીટ ડોમને કારણે ડેનવર વિસ્તારમાં નવા રેકોર્ડ બની શકે છે, જ્યારે નેશનલ વેધર સર્વિસે પશ્ચિમી નેબ્રાસ્કા માટે 'એક્સ્ટ્રીમ હીટ વોર્નિંગ' જાહેર કર્યુ છે. જ્યાં વીકેન્ડમાં તાપમાન 108°F (42°C) સુધી પહોંચવાની ધારણા છે.

અમેરિકામાં ગરમીની મોટી આફત

અમેરિકામાં ગરમી એ સૌથી ઘાતક કુદરતી આફત ગણાય છે. રાત્રિના સમયે પણ ઊંચું તાપમાન અને ભેજનું ઊંચું પ્રમાણ લોકોને રાહત લેવા દેતું નથી. ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા મહિલાઓ, નાના બાળકો અને અગાઉથી બીમાર લોકો માટે આ અતિશય ગરમી ખૂબ જ જોખમી છે. આ સાથે સ્પેન અને ફ્રાન્સમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે દાવનળ (જંગલની આગ) ફાટી નીકળતાં 250,000 લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. જૂનમાં આવેલી હીટવેવને કારણે ફ્રાન્સમાં અંદાજે 5,700 લોકોના મોત થયા હોવાનું સરકારી આંકડા જણાવે છે. બીજી તરફ યુકેના કેટલાક વિસ્તારો પણ સુકા અને ગરમ વાતાવરણને કારણે, આગની લપેટમાં આવ્યા છે, જ્યારે અમેરિકામાં હાલમાં ફાયરફાઇટર્સ 88 જગ્યાએ લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.