World

ચીન-પાકિસ્તાનને UNમાં ઝટકો, બલૂચ આર્મીને બૅન કરવાના પ્રસ્તાવને અમેરિકાએ વીટો કર્યો

By GS Team
19 Sep 20252 mins read
This article was originally published on 19 Sep 2025
TukuTouch Logo
પાકિસ્તાનમાં સક્રિય વિદ્રોહી સંગઠન બલૂચ લિબરેશન આર્મી અને તેની મજીદ બ્રિગેડને સંયુક્ત રાષ્ટ્રની પાબંદી સૂચિ 1267માં સામેલ કરવાના પ્રસ્તાવ પર અમેરિકાએ વીટો લગાવી દીધો. આ ઉપરાંત, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો, જેના કારણે આ પ્રસ્તાવ રદ થઈ ગયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીન-પાકિસ્તાનને UNમાં ઝટકો, બલૂચ આર્મીને બૅન કરવાના પ્રસ્તાવને અમેરિકાએ વીટો કર્યો

America UK and France Stops Pakistan and China: પાકિસ્તાનમાં સક્રિય વિદ્રોહી સંગઠન બલૂચ લિબરેશન આર્મી અને તેની મજીદ બ્રિગેડને સંયુક્ત રાષ્ટ્રની પાબંદી સૂચિ 1267માં સામેલ કરવાના પ્રસ્તાવ પર અમેરિકાએ વીટો લગાવી દીધો. આ ઉપરાંત, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો, જેના કારણે આ પ્રસ્તાવ રદ થઈ ગયો.

પ્રતિબંધ સમિતિ 1267: બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડ

વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિ 1267 હેઠળ એવી જોગવાઈ છે કે જે આતંકી સંગઠનોનો અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ હોય, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે. આવા સંગઠનોની સંપત્તિ દુનિયાભરમાં જપ્ત કરી શકાય છે.

આ મુદ્દે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને જણાવ્યું કે બલૂચ લિબરેશન આર્મી અને તેની આત્મઘાતી ટુકડી મજીદ બ્રિગેડનો અલ-કાયદા કે ઇસ્લામિક સ્ટેટ સાથે કોઈ સંબંધ નથી, તેથી તેમને આ યાદીમાં સામેલ કરી શકાય નહીં.

પાકિસ્તાનનો દાવો અને અમેરિકાની દલીલ

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહેમદે બુધવારે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં અલ-કાયદા, ઇસ્લામિક સ્ટેટ, તહરીક-એ-તાલિબાન, ઈસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડના 60થી વધુ ઠેકાણાં છે.

પરંતુ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આ દલીલના આધારે પ્રતિબંધનો ઇનકાર કર્યો. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે બલૂચ લિબરેશન આર્મીનો અલ-કાયદા કે ઇસ્લામિક સ્ટેટ સાથે કોઈ સંબંધ મળ્યો નથી, તેથી તેને આ સૂચિમાં સામેલ કરી શકાય નહીં.

આ પણ વાંચો: 'અમેરિકાની વિચારધારાનો અંત જરૂરી...' પોલીસ ફાયરિંગમાં જીવ ગુમાવેલા ભારતીય એન્જિનિયરની પોસ્ટ વાઈરલ

અમેરિકા દ્વારા BLA ને આતંકવાદી સંગઠન જાહેર કરાયું

જોકે, એ પણ સાચું છે કે અમેરિકાએ બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને આતંકી સંગઠન જાહેર કરી ચૂક્યું છે. બલૂચિસ્તાનમાં લાંબા સમયથી સ્વાયત્તતાની માંગ ઉઠી રહી છે અને બલૂચ લિબરેશન આર્મીએ આ માંગને લઈને વિદ્રોહ છેડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારત ઘણી વખત પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી ચૂક્યું છે, પરંતુ ચીન હંમેશા અડચણરૂપ બન્યું છે. હવે આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ચીન અને પાકિસ્તાનના સંયુક્ત પ્રયાસને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન તરફથી આંચકો લાગ્યો છે.