World

અમેરિકાએ લીધો બદલો, સીરિયામાં ISISના 70થી વધુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા, ટ્રમ્પે શું કહ્યું જુઓ

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
અમેરાકાના સૈનિકો પર થયેલા હુમલાનો બદલો લેવા માટે અમેરિકાએ સીરિયામાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) સામે મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું છે. 19મી ડિસેમ્બરના રોજ અમેરિકી વાયુસેનાએ સીરિયાના વિવિધ વિસ્તારોમાં આતંકીઓના 70થી વધુ ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા અને તોપમારો કર્યો છે. આ હુમલામાં અનેક આતંકીઓ ઠાર થયા હોવાના અહેવાલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાએ લીધો બદલો, સીરિયામાં ISISના 70થી વધુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા, ટ્રમ્પે શું કહ્યું જુઓ
Representative image

US airstrikes Syria: અમેરાકાના સૈનિકો પર થયેલા હુમલાનો બદલો લેવા માટે અમેરિકાએ સીરિયામાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) સામે મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું છે. 19મી ડિસેમ્બરના રોજ અમેરિકી વાયુસેનાએ સીરિયાના વિવિધ વિસ્તારોમાં આતંકીઓના 70થી વધુ ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા અને તોપમારો કર્યો છે. આ હુમલામાં અનેક આતંકીઓ ઠાર થયા હોવાના અહેવાલ છે.

ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈક

અમેરિકી સેનાએ આ કાર્યવાહીને "ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈક" નામ આપ્યું છે. મધ્ય સીરિયામાં ISISના લડાકુઓના છુપાવાના સ્થળો, હથિયારોના ડેપો અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં અમેરિકાએ F-15 અને A-10 ફાઇટર જેટ્સ, અપાચે હેલિકોપ્ટર્સ અને ઘાતક HIMARS રોકેટ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ખાસ વાત એ છે કે, આ મિશનમાં જોર્ડને પણ પોતાના F-16 જેટ્સ સાથે અમેરિકાને સહયોગ આપ્યો હતો.

કેમ લેવો પડ્યો બદલો?

આ આક્રમક કાર્યવાહી પાછળ 13મી ડિસેમ્બરની એક ઘટના જવાબદાર છે. સીરિયાના પાલમિરામાં ISIS દ્વારા કરવામાં આવેલ એક હુમલામાં બે અમેરિકી સૈનિકો અને એક દુભાષિયા (Interpreter) શહીદ થયા હતા. આ ઘટના બાદ અમેરાકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવનું નિવેદન

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને યોગ્ય ઠેરવતા કડક શબ્દોમાં બદલો લેવાની જાહેરાત કરી હતી. સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું કે, 'અમે અમારા સૈનિકોના લોહીના દરેક ટીપાનો હિસાબ લઈશું. ઘણા ISIS લડાકુઓ માર્યા ગયા છે અને જ્યાં સુધી આતંકીઓનો સફાયો નહીં થાય ત્યાં સુધી હુમલાઓ ચાલુ રહેશે.'

સીરિયન સરકારનું સમર્થન

ચોંકાવનારી બાબત એ છે કે સીરિયન સરકારે અમેરિકાના આ હુમલાઓને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તાજેતરના મહિનાઓમાં ISISના વધતા પ્રભાવને રોકવા માટે સીરિયન સુરક્ષા દળો અને અમેરિકી ગઠબંધન સેના સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહ્યા છે. હાલમાં સીરિયામાં અંદાજે 900 થી 1,000 અમેરિકી સૈનિકો તહેનાત છે જેઓ ISIS સામેના મિશનમાં કાર્યરત છે.