અમેરિકાને ઇરાન સામેના યુદ્ધમાં શસ્ત્રોના ફાંફાં પડયા !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સપ્લાય ચેઇનમા રોકાણ ન કરવાની કિંમત ચૂકવવી પડી
- અમેરિકાની સપ્લાય ચેઇન કોલ્ડ વોરના સમયની છે, તેને નવસ્વરૂપ અપાયું જ નથી
વોશિંગ્ટન : અમેરિકન લશ્કરે ક્યારેય કલ્પના કરી ન હતી કે તેમને શસ્ત્રોની ખોટ પડી શકે છે, પરંતુ આજે આ વાત હકીકત બની ગઈ છે. અમેરિકાને ઇરાન સામેના યુદ્ધમાં લડવા માટે અત્યાધુનિક શસ્ત્રોની ઘટ પડી રહી છે. જો કે અમેરિકા શસ્ત્રોની આ તંગી અંગે જાહરમા એકપણ શબ્દ બોલતું નથી.
વાસ્તવમાં અમેરિકાના શસ્ત્રોના ઉત્પાદનનો આખો કાર્યક્રમ ઠંડાયુદ્ધના સમયનો છે. તે સમયગાળાના શસ્ત્રોની જરૂરિરિયાત મુજબ શસ્ત્રો બનાવાતા હતા. આમ અમેરિકાની શસ્ત્ર ઉત્પાદન ક્ષમતા છે ખરી, પરંતુ તે શાંતિના કાળની છે. આજ ઇરાન સાથે યુદ્ધ લડતી વખતે અમેરિકાને શસ્ત્રોના ફાંફા પડી ગયા હતા. અમેરિકા અત્યાર સુધી કેટલાય યુદ્ધો લડયુ, પરંતુ આ વખતે જે સ્થિતિ ઊભી થઈ છે તેવી સ્થિતિ અગાઉના કોઈ યુદ્ધમાં થઈ ન હતી.
અમેરિકા એકબાજુએ યુક્રેન યુદ્ધ માટે શસ્ત્રો પૂરા પાડી રહ્યુ છે અને બીજી બાજુએ તે મધ્યપૂર્વમાં ઇરાન સાથે યુદ્ધ લડી રહ્યુ છે. આ સિવાય તે ઇઝરાયેલને પણ શસ્ત્ર સહાયતા પૂરી પાડી રહ્યુ છે. બસ આટલામાં જ તો તેનો શસ્ત્રોના પટારો ખાલી થઈ ગયો. આ બધાનું કારણ અમેરિકાની જૂની થઈ ગયેલી સપ્લાય ચેઇન છે. આ સપ્લાય ચેઇન કોલ્ડ વોરના સમયની છે. તેની સાથે અમેરિકાની સપ્લાય ચેઇન એ રીતે ડિઝાઇન કરાઈ છે કે તે શાંતિના સમયમાં શસ્ત્રોનો પુરવઠો જાળવી શકે. આ ચેઇન એ રીતે ડિઝાઇન જ કરાઈ નથી કે યુદ્ધ થાય અને તેની તીવ્રતા વધે તો વધારે પ્રમાણમાં તે શસ્ત્ર પૂરા પાડી શકે. અમેરિકાએ વર્ષોથી તેની લશ્કરી સપ્લાય ચેઇનમાં ખાસ રોકાણ કર્યુ નથી, હવે તેની કિંમત તે ચૂકવી રહ્યુ છે. અમેરિકા જો આમાથી બોધપાઠ નહીં લે તો તેણે ભવિષ્યમાં આની મોટી કિંમત ચૂકવી પડી શકે છે.




