World

અમેરિકાએ ઈરાનમાં ફાઇટર જેટસ સહિત 42 યુધ્ધ વિમાનો, M.Q -9 રીપર ડ્રોન્સ ગુમાવ્યા

By GS Team
20 May 20261 min read
અમેરિકાએ ઈરાનમાં ફાઇટર જેટસ સહિત 42 યુધ્ધ વિમાનો, M.Q -9 રીપર ડ્રોન્સ ગુમાવ્યા

- અમેરિકાને ઈરાન યુધ્ધ મોંઘુ પડી રહ્યું છે

- અમેરિકાની કોંગ્રેશ્યનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ) જણાવે છે કે, આ લિસ્ટ હજી પણ વધી શકે : તે રીવાઇઝ કરવું પડે તેમ છે

વોશિંગ્ટન : અમેરિકી સંસદની સંશોધન એવી (કોંગ્રેશ્યનલ રિસર્ચ સર્વિસ) સર્વિસ જણાવે છે કે ઈરાન યુધ્ધમાં અમેરિકાએ ફાયટર જેટસ સહિત ૪૨ જેટલા યુધ્ધ વિમાનો ગુમાવ્યાં છે. અથવા તે પૈકી ઘણાને ભારે નુકસાન થયું છે. તા. ૨૮ ફેબુ્રઆરીએ અમેરિકાએ ઈરાન સામે ઓપરેશન એલિક-ફયુરી શરૂ કર્યા પછી. અમેરિકાને યુધ્ધ-વિમાનો અને ડ્રોન્સનાં ખર્ચમાં નુકસાન અંગેનો અહેવાલ તૈયાર કર્યો છે. તે પ્રમાણે અમેરિકાએ -

(૧) ચાર એફ-૧૫ ઈ સ્ટ્રાઇક ઇગલ ફાયટર જેટસ

(૨) એક એફ-૩૫ એ લાઇટનિંગ ટુ

(૩) એફ એ-૧૦ થન્ડર વોલ્ટ ટુ

(૪) સીન કેસી ૧૩૫ સ્ટ્રેટોટેન્કર તેમાં ટેન્કર વિમાનો

(૫) એફ ઇ.૩ સેન્ટ્રી એરબોર્ન-વોર્નિંગ એન્ડ કંટ્રોલ એર-સ્ટ્રાઇક

(૬) વીએમસી ૧૩૦-જે કમાન્ડો-૧ એર ક્રાફટ

(૭) એફ એસ-એચ- ૬૦ ડબલ્યુ જોવી ગીન ટુ હેલિકોપ્ટર

(૮) ૨૪ એમ-ક્યુ નાઇન રીપર ડ્રોન્સ.

(૯) એફ એમ-કયુ- ૪ સી. ટ્રાઇસ વિમાન ગુમાવ્યા છે.

આ માહિતી અમેરિકામાં સંરક્ષણ વિભાગે આપી હતી.

આ માહિતી આપતાં એકટિંગ પેન્ટાગોન કોમ્પ્ટ્રોલર ડબલ્ય્ ુહરેઝ યેર્ડ તેવી પણ આશંકા દર્શાવી હતી કે આ સંખ્યામાં હજી પણ વધારો થઇ શકે તેમ છે.