World

અમેરિકા પોતાની મરજીથી એકલું પડયું, ચીનના ઉદયથી દુનિયા બદલાઈ રહી છે

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
મ્યુનિકમાં 62મા સુરક્ષા સંમેલનમાં વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે, વોશિંગ્ટનની નીતિઓ અને ચીનના ઉદયથી દુનિયા બદલાઈ રહી છે. અમેરિકા જાણી જોઈને એકલું પડ્યું છે. ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ ઉકેલવામાં સલાહકારમાંથી સક્રિય મધ્યસ્થીની ભૂમિકા અપનાવી છે. તેમણે અમેરિકા-ચીન સ્પર્ધા, અને ઉભરતી અર્થવ્યવસ્થાઓની આત્મનિર્ભરતા પર પણ ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા પોતાની મરજીથી એકલું પડયું, ચીનના ઉદયથી દુનિયા બદલાઈ રહી છે

મ્યુનિક : અમેરિકા પોતાની મરજીથી એકલું પડયું છે. વોસિંગ્ટનની નીતિઓમાં પરિવર્તન અને ચીનના વધતા ઉદયથી દુનિયા બદલાઈ રહી છે તેમ ભારતના વિદેશ મંત્રી જયશંકરે ૬૨મા મ્યુનિક સુરક્ષા સંમેલનમાં જણાવ્યું હતું. આ સાથે તેમણે રશિયા અને યુક્રેન યુદ્ધનું સંકટ ઉકેલવામાં ભારતની બદલાયેલી રણનીતિક પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ભારત હવે માત્ર સલાહકારની ભૂમિકામાંથી આગળ વધીને રશિયા અને યુક્રેન વચ્ચે સક્રિય રીતે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે થતી આકરી સ્પર્ધા, ઊભરતી અને મધ્યમ અર્થતંત્રો વચ્ચે વધતી આત્મનિર્ભરતા તથા ભાગીદારીમાં વિવિધતા લાવવા તથા જોખમ ખડાવાના પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય સિસ્ટમ નક્કી થઈ રહી છે. આજની સ્થિતિ મુખ્ય રૂપે અમેરિકાની બદલાયેલી સ્થિતિથી નક્કી થઈ રહી છે. અમેરિકા ઈરાદાપૂર્વક એકલું પડી ગયું છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનું બીજું મોટું પાસું ચીનનો ઉદય છે. દુનિયાના મેન્યુફેક્ચરિંગમાં તેની ભાગીદારી ત્રીજા ભાગની છે. સાથે જ આર્થિક ક્ષમતાઓ રાજકીય પ્રભાવમાં બદલાઈ રહી છે. ચીન પોતાને એક અનોખો દેશ માને છે. અમેરિકા અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે, જે બંને દેશો પૂરતી મર્યાદિત નથી. તેના કારણે કોઈપણ દેશ પાસે વર્તમાન તાકાત અથવા પ્રભાવનો ઉપયોગ હથિયાર તરીકે કરાઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, ઊભરતા અને મધ્યમ આર્થિક શક્તિવાળા દેશો પોતાના હિતો અંગે જાગૃત થઈ રહ્યા છે. તેઓ વધુમાં વધુ આત્મનિર્ભરતા ઈચ્છે છે. તેઓ પોતાના અર્થતંત્ર અને સુરક્ષા સંબંધિત ચિંતાઓથી આગળ વધીને અલગ અલગ વિકલ્પ અપનાવવા અને જોખમ ઘટાડવા પર ધ્યાન આપી રહ્યા છે. આ સિવાય જયશંકરે રશિયા અને યુક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવાના પ્રયાસમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું હોવા પર પ્રકાશ પાડયો હતો. તેમણે કહ્યું કે, ભારત લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા યુક્રેન અને રશિયા બંને સાથે વાતચીત કરી રહ્યું છે.