World

સીરીયામાં સૈનિકોનાં મૃત્યુનો અમેરિકાએ બદલો લીધો : IS ના 70થી વધુ અડ્ડાઓ ધ્વંસ કર્યા

By GS TEAM
20 Dec 20252 mins read
સીરીયામાં સૈનિકોનાં મૃત્યુનો અમેરિકાએ બદલો લીધો : IS ના 70થી વધુ અડ્ડાઓ ધ્વંસ કર્યા

- ઓપરેશન હૉક આઈ નીચે 70થી વધુ ટાર્ગેટ્સ ઉપર નિશ્ચિત નિશાન લઇ શકે તેવાં 100થી વધુ મ્યુનિશન્સનો ઉપયોગ કર્યો

નવી દિલ્હી : સીરિયાનાં પ્રાચીન નગર પાલ્મીરામાં ૧૩મી ડીસેમ્બરે થયેલા આતંકીહુમલામાં બે અમેરિકાના સૈનિકો અને એક અમેરિકી નાગરિકનાં થયેલાં મૃત્યુ પછી અમેરિકાએ જબરજસ્ત જવાબી કાર્યવાહી કરી હતી.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (યુ.એસ.સેન્ટ કોમ) દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તે જવાબી કાર્યવાહીમાં ફાઈટર જેટ્સ, એટેક હેલિકોપ્ટર્સ તથા તોપખાનાનો પણ ઉપયોગ કરી મધ્ય સીરીયા સ્થિત ૭૦થી વધુ આતંકી અડ્ડાઓને નિશાન બનાવી તેને ખત્મ કરી નાખ્યા હતા, અને તેમાં ૧૦૦થી વધુ પ્રિસીશન મ્યુનિશન્સ (શસ્ત્રો)નો ઉપયોગ કરાયો હતો, અને તેમાં રહેલાં આઈ.એસ.આઈ.એસ.નાં ઇન્ફ્રાસ્ટ્રકચર્સ તથા શસ્ત્રાગારો તબાહ કરી નાખ્યા હતા.

આ સાથે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પોગન સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશ્યલ ઉપર લખ્યું કે અમે તે ખૂની આતંકીઓ ઉપર ઘણી ગંભીર જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ. મેં પહેલાં પણ કહ્યું હતું કે જેઓ અમેરિકનો ઉપર હુમલા કરશે તેની ઉપર તે હુમલાથી અનેક ગણી શક્તિ સાથે જવાબી કાર્યવાહી કરવામાં આવશે. પાલ્મીસ હુમલા પછી યુ.એસ. અને તેના સાથીઓએ સીરીયા અને ઇરાકમાં ૧૦ ઓપરેશન્સ કર્યા તેનાં ૨૩ આતંકીઓને મારી નખાયા હતા.

અમેરિકાના સંરક્ષણ મંત્રી ખેર હેગ સેથે સોશ્યલ મીડીયા પર લખ્યું કે સવારે અમેરિકી સેનાએ સીરીયાના આતંકીઓના અડ્ડાઓ ખત્મ કરવા ઓપરેશન હૉક આઈ શરૂ કર્યું. આ ૧૩ ડીસેમ્બરે સીરીયાનો પલ્મેરામાં એરિકી સેના પર થયેલ હુમલાના જવાબમાં શરૂ કરાયું હતું. તેમાં ઓછામાં ઓછા ૭૦થી વધુ માર્યા ગયા છે.