World

મિયામી એરપોર્ટ પર એમેઝોનનું કાર્ગો પ્લેન ક્રેશ : પાંચ લોકોનાં મોત

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન: અમેરિકાના મિયામી એરપોર્ટ પર એમેઝોન પ્રાઇમ એરનું કાર્ગો વિમાન લેન્ડિંગ વખતે રનવેથી આગળ નીકળી ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. 250થી વધુ ફ્લાઇટોમાં વિલંબ થતાં એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડની 60થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. FAA અને NTSB તપાસ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિયામી એરપોર્ટ પર એમેઝોનનું કાર્ગો પ્લેન ક્રેશ : પાંચ લોકોનાં મોત
  • દુર્ઘટનાને કારણે 250થી વધુ ફલાઇટોમાં વિલંબ
  • એમેઝોન પ્રાઇમ એરની કાર્ગો ફલાઇટ લેન્ડિંગ વખતે રનવેથી આગળ નીકળી ક્રેશ થઇ

વોશિંગ્ટન : અમેરિકાનાં ફલોરિડા સ્થિત મિયામી એરપોર્ટનાં રનવે પાસે એમેઝોનનો એક કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. દુર્ઘટના પછી ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં ધુમાડો જોવા મળ્યો હતો.
આ દુર્ઘટનામાં અત્યાર સુધી પાંચ લોકોનાં મોત થયા છે. ખૂબ જ વ્યસ્ત રહેતા મિયામી એરપોર્ટ પર આ દુર્ઘટનાને કારણે મોટા ભાગની ફલાઇટનાં સંચાલનમાં અવરોધ ઉભો થયો હતો. ૨૫૦થી વધુ ફલાઇટોમાં વિલંબ થયો હતો.
એમેઝોન પ્રાઇમ એરની કાર્ગો ફલાઇટ મિયામી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવેથી આગળ નીકળી ગઇ હતી અને પછી ક્રેશ થઇ ગઇ હતી. આ દરમિયાન વિમાને અનેક કારોને ટક્કર મારી હતી.
આ ઘટના પછી તમામ રનવે અને ટેક્સી વે બંધ કરી દેવામાં આવ્યા હતાં. એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટોપ અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ ક્રેશને કારણે મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં કામકાજમાં અનેક અવરોધો ઉભા થયા હતાં. ઘટના પછી મિયામી ડેડ ફાયર રેસ્ક્યુનાં ૬૦થી વધારે યુનિટ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઘટનાનાં કલાકો પછી પણ ફાયરબ્રિગેડનાં કર્મચારીઓ વિમાનમાં થયેલા ઓઇલ લીકેજને બંધ કરી રહ્યાં હતાં.
એરપોર્ટ અધિકારીનાં જણાવ્યા અનુસાર ઘટના પછી એરપોર્ટનાં તમામ રનવે અને ટેક્સીવે બંધ કરી દેવામાં આવ્યા હતાં. જેના કારણે ફલાઇટોનાં સંચાલનને અસર થઇ હતી.
અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ જણાવ્યું છે કે તે આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જાહેરાત કરી છે કે તે મિયામીમાં એક તપાસ ટીમ મોકલી રહ્યું છે જેથી એ શોધી શકાય કે વિમાન રનવેથી આગળ કેમ નીકળી ગયું હતું.