Get The App

તમામ હદ પાર કરી છે : ઇરાન તબાહ થાય તેમ ખાડી દેશો ઇચ્છે છે

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
તમામ હદ પાર કરી છે : ઇરાન તબાહ થાય તેમ ખાડી દેશો ઇચ્છે છે 1 - image

- યુદ્ધના પ્રારંભ સમયે તો ખાડી દેશો ઇરાનની સાથે હતા ત્યાં અચાનક ફરી ગયા અને હવે અમેરિકાને સાથ આપવા લાગ્યા

નવી દિલ્હી : ઇઝરાયેલ અમેરિકાએ ઇરાન ઉપર હુમલો કર્યો ત્યારે ઇરાન ફરતા રહેલા દેશોએ ઇરાનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. પરંતુ અચાનક તેમનાં વલણમાં પરિવર્તન આવી ગયું અને હવે તે દેશો ઇરાન તબાહ થાય તેમ ઇચ્છે છે અને અમેરિકાને સાથ આપવા માગે છે તેમ રોટર્સનો રીપોર્ટ જણાવે છે.

ખરી વાત તો તે છે કે ગલ્ફ ઓફ ઇરાનની આસપાસના દેશોમાં અમેરિકાનાં સૈનિક થાણાં હોવાથી ઇરાને તે તમામ દેશો ઉપર જબરજસ્ત મિસાઇલ્સ હુમલા કર્યા હતા. વાસ્તવમાં તે હુમલા અમેરિકી થાણાંઓ ઉપર હતા પરંતુ તેથી આસપાસના વિસ્તારોને પણ ભારે નુકશાન થતાં હવે ઇરાન ઉપર તે દેશો ક્રોધે ભરાયા છે, તેટલું જ નહીં પરંતુ અમરેકિાને સાથ આપવા તૈયાર થયા છે. તેનુ એક કારણ તે પણ છે કે ઇરાનના હુમલાથી બચવા તેમની પાસે અમેરિકા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.

બીજી તરફ અમેરિકા ઇચ્છે છે કે આ યુદ્ધમાં ખાડી દેશો પણ જોડાય, અને હોર્મુઝ સ્ટ્રેઇટસ બંધ કરવાનો ખુલ્લો વિરોધ કરે કારણ કે ત્યાંથી જ તેમનું તેલ પણ નિકાસ થાય છે.

અમેરિકા ઇચ્છે છે કે ઇરાને પણ સમજવું જોઇએ કે તે ક્ષેત્રમાં તેની વિરૂદ્ધ તમામ દેશો થઇ ગયા છે. આ સાથે શિયા-સુન્ની વિવાદ પણ બહાર આવે છે. ઇરાન શિયા પંથી દેશો છે. જ્યારે ગલ્ફના સામા કાંઠે રહેલા કતાર, બહેરિન, સંયુક્ત આરબ અમીરાત અને તેની દક્ષિણે રહેલું ઓમન પણ આરબ રાષ્ટ્ર છે. જે સુન્ની પંથી છે.

આ દેશોએ કહ્યું હતું કે શરૂઆતમાં અમે ઇરાનનો પક્ષ લીધો હતો. અને અમેરિકાનાં યુદ્ધનો વિરોધ કર્યો હતો પરંતુ તે પછી અમારી ઉપર પણ હવાઈ તેમજ મિસાઇલ્સ હુમલા શરૂ થઇ ગયા. તેથી અમારી અને ઇરાન વચ્ચે શત્રુતા જાગી ઉઠી છે. અમારાં એરપોર્ટસ ઉપર પણ બોમ્બ વર્ષા થઇ છે. અમારો સમુદ્રી વ્યાપાર પણ ઠપ્પ થઇ ગયો છે.