અલ-કાયદાએ ફ્લાય-દુબઈ વિમાનમાં કરવામાં આવેલા હુમલાની ભારોભાર પ્રશંસા કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દુબઈ/નવી દિલ્હી : દુબઈથી તેલઅવીવ જતાં ફ્લાય દુબઈનાં વિમાનને હાઈજેક કરવાના પ્રયાસથી પ્રશંસા કરવા સાથે અલ-કાયદાએ અમેરિકા અને ઇઝરાયલનાં વિમાનો ઉપર આવા હુમલા થતા જ રહેશે તેવી ખુલ્લી ધમકી ઉચ્ચારી હતી.
આ માહિતી આપતાં ન્યૂયોર્ક પોસ્ટ અલકાયદાના સામયિકોએ જુલાઈમાં શરૂ કરેલાં અલ-બયાન નામક સાપ્તાહિકમાં આપેલા એક લેખનો ઉલ્લેખ કર્યો છે. તેમાં ૯/૧૧/૨૦૦૧ ના દિને ન્યૂયોર્કમાં થયેલા હુમલા સાથે ફ્લાઈ દુબઈમાં થયેલા હુમલાની સરખામણી કરી છે.
ઉલ્લેખનીય છે કે ફ્લાય દુબઈનાં વિમાન ફ્લાઈટ એફ ઝેડ ૧૦૭૩ પેસેન્જર, એક પાઈલોટ, એક કો-પાયલોટ અને બે અન્ય ક્રૂ મેમ્બર્સ સાથે દુબઈથી ઇઝરાયલનાં પાટનગર તેલ અવીવ જઈ રહ્યું હતું. ત્યારે તે વિમાનમાં પાયલોટ ઉપર કો-પાયલોટે હુમલો કર્યો હતો. તે વિમાનમાં મોટા ભાગના યહૂદીઓ અને બીજા કેટલાક અમેરિકન્સ પ્રવાસ કરી રહ્યા હતા. તે વિમાનને હાઈજેક કરવાના પ્રયાસો અલ-બયાનમાં પ્રસિદ્ધ થયેલા તે લેખમાં પ્રશંસનીય કહેવામાં આવ્યો હતો.
આ સાથે તે લેખમાં કહેવામાં આવ્યું હતું કે પિશાચી અમેરિકનોનો નાશ જ થવાનો છે.
યુદ્ધ હજી પુરું થયું નથી. ઝીનોઈસ્ટ, અમેરિકન્સ અને અન્ય કાફિરોને લઈને જતાં વિમાનો હજી આકાશમાં ઉડી રહ્યા છે. તેમને પણ નિશાન બનાવવામાં આવશે.
જેવું ૧૧મી અને ૩૦ મી સપ્ટેમ્બરે થયું હતું તેવું ફરી બનશે…. દિવસ એવો આવશે કે જ્યારે પિશાચી અમેરિકનોનો નાશ થશે… આ બધી કાર્યવાહીઓ છેવટે તો ઇસ્લામને મદદરૂપ બનશે.




