World

USમાં AI ને લીધે 12% નોકરીઓ જોખમમાં: ફાઈનાન્સ, હેલ્થકેર, પ્રોફેશનલ સર્વિસિઝ સૌથી વધુ પ્રભાવિત થશે

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અમેરિકાની ૧૨ ટકા નોકરીઓનું સ્થાન લેવા સક્ષમ છે. આ તારણ મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સ્ટડીમાં સામે આવ્યું છે. ફાઈનાન્સ, હેલ્થ કેર અને પ્રોફેશનલ સર્વિસિઝ જેવા બિઝનેસમાં એઆઈ બચત કરાવી શકે છે. રિપોર્ટ મુજબ, અમેરિકામાં એઆઈને કારણે કુલ 1.2 ટ્રિલિયન ડોલર એટલે કે, રૂપિયા 99600000000000ની બચત થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

USમાં AI ને લીધે 12% નોકરીઓ જોખમમાં: ફાઈનાન્સ, હેલ્થકેર, પ્રોફેશનલ સર્વિસિઝ સૌથી વધુ પ્રભાવિત થશે

AI and USA news: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અમેરિકાની ૧૨ ટકા નોકરીઓનું સ્થાન લેવા સક્ષમ છે. આ તારણ મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સ્ટડીમાં સામે આવ્યું છે. ફાઈનાન્સ, હેલ્થ કેર અને પ્રોફેશનલ સર્વિસિઝ જેવા બિઝનેસમાં એઆઈ બચત કરાવી શકે છે. રિપોર્ટ મુજબ, અમેરિકામાં એઆઈને કારણે કુલ 1.2 ટ્રિલિયન ડોલર એટલે કે, રૂપિયા  99600000000000ની બચત થઈ શકે છે.  

એમઆઈટી અને ઓક રિજ નેશનલ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવેલા લેબર સ્ટિમ્યૂલેશન ટૂલ આઈસબર્ગ ઈન્ડેક્સના ઉપયોગથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં, અમેરિકાની 15.1 કરોડ વર્કફોર્સને આવરી લેવામાં આવી હતી. ઈન્ડેક્સે 15.1 કરોડની વર્કફોર્સને તેમની સ્કિલ, ટાસ્ક, ઓક્યુપેશન (વ્યવસાય) અને લોકેશન સાથે ટેગ કર્યા હતા. આ સાથે જ કુલ 3000 કાઉન્ટીમાં 923 ઓક્યુપેશનમાં 32000 થી વધુ સ્કિલ્સનો મેપ તૈયાર કર્યો હતો. 

રિસર્ચમાં સામે આવ્યું કે, ટેક, કમ્પ્યુટિંગ અને ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં અત્યાર સુધીમાં કુલ બદલાવની શક્યતા સામે માત્ર 2.2 ટકા એટલે કે, લગભગ રૂ. 17.53 લાખ કરોડની જ બચત થઈ શકી છે. જેમાં, છટણી અને રોલ ચેન્જ સામેલ છે.  અમેરિકામાં એઆઈનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો વધુ રૂ. 8207000000000ની બચત થઈ શકે છે. 

તેમાં, હ્યુમન રિસોર્સિસ, લોજિસ્ટિક્સ, ફાઈનાન્સ અને ઓફિસ એડમિનિસ્ટ્રેશન જેવા ફંકશન સામેલ છે.

એમઆઈટીની  રિસર્ચ ટીમે એ વાત પર ભાર આપ્યો છે કે, અમે મોટા પ્રમાણમાં છટણીઓની આગાહી નથી કરી રહ્યાં. અમે કહી રહ્યાં છીએ કે, એઆઈની સિસ્ટમ્સ શું કામ કરી શકે છે? અને તે કેવી રીતે નોકરીઓમાં બદલાવ લાવી રહ્યું છે. હેલ્થકેરમાં એઆઈ શિડયુલિંગ, ઈન્સ્યોરન્સ ક્લેઈમ અને અન્ય એડમીન ડયુટી કરી રહ્યું છે.  જેનાથી, ક્લિનિક દર્દીની સંભાળ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.