World

એઆઈ હવે પૈસા ખર્ચશે : ઈન્સ્ટિંક્ટ યુઝર્સના ક્રેડિટ કાર્ડ મેનેજ કરે છે

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં 'ઈન્સ્ટિંક્ટ' નામનું AI પર્સનલ આસિસ્ટન્ટ લોન્ચ થયું છે, જે શાકભાજી મંગાવવાથી લઈને ફ્લાઈટ-રેસ્ટોરન્ટ બુકિંગ જેવા રોજિંદા કામ યુઝર વતી પૂર્ણ કરે છે. આ AI iMessage કે વોટ્સએપ પરથી કામ સોંપી શકાય છે અને તે ક્રેડિટ કાર્ડ સહિત ડિજિટલ સર્વિસ સાથે કનેક્ટ થઈ શકે છે. જોકે, તે ભૂલો પણ કરે છે, જેમ કે ફ્લાઈટ કેન્સલ કરવી કે યુઝરની મંજૂરી વિના બુકિંગ કરી દેવું.

Summarized by AI; it may make mistakes. Check important info

એઆઈ હવે પૈસા ખર્ચશે : ઈન્સ્ટિંક્ટ યુઝર્સના ક્રેડિટ કાર્ડ મેનેજ કરે છે

કેલિફોર્નિયા : માણસોના મોટાભાગના કામ કરનાર એઆઈ હવે પૈસા ખર્ચવામાં માણસો સાથે સીધી સ્પર્ધા કરશે. ઈન્સ્ટિંક્ટ નામનું એઆઈ પર્સનલ આસિસ્ટન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. તે શાકભાજી મંગાવવાથી લઈને ફ્લાઈટ અને રેસન્ટોરન્ટના બુકિંગ, એપોઈન્ટમેન્ટ અને અન્ય રોજિંદા કામ કરી શકે છે. આ એઆઈ ખાલી સૂચના નથી આપતું તે યુઝર વતી કામ પૂરું પણ કરે છે.
ઈન્સ્ટિંક્ટને આઈમેસેજ અથવા વ્હોટ્સએપ પરથી મેસેજ કરીને કામ સોંપી શકાય છે. તે ક્રેડિટ કાર્ડ, ઉપરાંત સ્લેક, ગૂગલ વર્કપ્લેસ અને વનપાસવર્ડ જેવી ડિજિટલ સર્વિસ સાથે કનેક્ટ થઈ શકે છે. તે કેવી રીતે કામ કરે છે તેનું એક ઉદાહરણ મેક્સિકો સિટી મ્યુઝિયમની ટિકિટ છે. ટિકિટ ઉપલબ્ધ ન હોવાથી ઈન્સ્ટિંક્ટએ પોર્ટલ પર ત્રણ દિવસ સુધી નજર રાખી અને જગ્યા મળતા જ ટિકિટ બુક કરી. ટિકિટ મળતા તેણે યુઝરના અન્ય રેસ્ટોરન્ટના બુકિંગમાં ફેરફાર કર્યો હતો.
પરંતુ, તે ઘણી ભૂલો પણ કરી રહ્યું છે. એક યુઝરના જણાવ્યા અનુસાર, ઈન્સ્ટિંક્ટએ તેની ફ્લાઈટ કેન્સલ કરાવી નાખતા તેને ૨૦૦ ડોલરથી વધુનું નુકસાન થયું. બીજા કિસ્સામાં યુઝરની મંજૂરી વિના એવી રેસ્ટોરન્ટમાં બુકિંગ કરાવી દીધું જ્યાં કેન્સલ કરાવવાનો ચાર્જ ૨૦૦ ડોલર હતો. આ સિવાય એક યુઝરે ન્યૂ યોર્કની પોપ્યુલર રેસ્ટોરન્ટમાં ટેબલ બુક કરાવવા માટે ઈન્સ્ટિંક્ટનો ઉપયોગ કર્યો. એઆઈએ રેસિ પ્લેટફોર્મ પર એટલી બધી ઓટોમેટેડ રિકવેસ્ટ મોકલી કે યુઝરનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું.