માણસે જે ન કર્યું તે એઆઈ કરશે : બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બાયોફિઝિસિસ્ટ અને ગણિતશાસ્ત્રી ડગલસ યોવાનની આગાહી
- આજની માનવીય વિચારસરણીથી અલગ વિચારતું એઆઈ ક્વોન્ટમ કમ્પ્યુટિંગની મદદથી શક્ય બનશે
- ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત જેવા વિષયોના જ્ઞાાનને જોડીને વૈજ્ઞાનિકોએ ન વિચારેલી શોધ કરશે
વોશિંગ્ટન : માનવ જે રીતે વિચારે છે તેનાથી સંપૂર્ણપણે અલગ રીતે વિચારતી મશીનની કલ્પના હવે વિજ્ઞાનની ચર્ચામાં આવી રહી છે. વૈજ્ઞાનિક ડગ્લસ યોવાને રજૂ કરેલી એક પરિકલ્પના મુજબ, ભવિષ્યમાં એઆઈ માત્ર માણસે આપેલી માહિતી પરથી જવાબ આપતી સિસ્ટમ નહીં રહે. તે બુદ્ધિના એવા નવા સ્વરૂપો શોધવામાં પણ મદદ કરી શકે છે, જેના વિશે આપણે હાલમાં કલ્પના પણ નથી કરી શકતા.
આજે એઆઈ ગણતરી કરે છે, પ્રશ્નોના જવાબ આપે છે, તસવીરો અને ભાષા સમજે છે તથા વૈજ્ઞાનિક સંશોધનમાં પણ મદદ કરે છે. પરંતુ જો એઆઈની ક્ષમતા સતત વધતી જાય તો શું તે એવી રીતે વિચારી શકે કે જે માનવ મગજ માટે સ્વાભાવિક જ નથી? વૈજ્ઞાનિક ડગ્લસ યોવાને આ જ સવાલના આધારે એક રસપ્રદ વિચાર રજૂ કર્યો છે. તેમના મતે બુદ્ધિ માત્ર માનવ મગજ સુધી મર્યાદિત હોવી જરૂરી નથી. ભવિષ્યની એઆઈ સિસ્ટમો બુદ્ધિના એવા નવા પ્રકારો શોધી શકે છે, જે આજની માનવીય વિચારસરણીથી અલગ હોય.
આ વિચારનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે એઆઈ ભવિષ્યમાં માત્ર હાલના જ્ઞાાનનો ઉપયોગ નહીં કરે, પરંતુ નવી વૈજ્ઞાાનિક શક્યતાઓ પણ શોધી શકે. એઆઈ કોઈ એવી ગણિતીય રીત શોધી શકે જે અત્યાર સુધી માનવ વૈજ્ઞાાનિકોએ વિચારેલી ન હોય. તે ભૌતિકશા, જીવવિજ્ઞાાન અને ગણિત જેવા અલગ-અલગ વિષયોના જ્ઞાનને જોડીને નવી પરિકલ્પના પણ રજૂ કરી શકે.આ વિચારનું રસપ્રદ પાસું માણસ અને એઆઈ વચ્ચેનો સહકાર છે. જેમ, એઆઈ માણસ સાથે કામ કરીને શીખી રહ્યું છે તેમ માણસો એઆઈ સાથે કામ કરીને નવા વિચારો મેળવશે જે અનેક શોધમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.




