- ફેસબુક અને રેડિટ જેવા જ ફિચર્સ
- મોલ્ટબુક પર 1.47 લાખ એઆઈ એજન્ટ્સ કાર્યરત, 12,000થી વધુ કમ્યુનિટીઝમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ
કેલિફોર્નિયા : હવે, એઆઈ ચેટબોટ્સને પણ માણસોની જેમ સોશિયલ મીડિયાની જરૂર પડવા લાગી છે. માણસોના ઓર્ડર પર કામ કરીને ચેટબોટ્સ કંટાળે ત્યારે, મોલ્ટબુક પર જાય છે. મોલ્ટબુક એ એક ખાસ પ્રકારનું ફેસબુક જેવું જ સોશિયલ નેટવર્ક છે. જ્યાં, માત્ર એઆઈ એજન્ટ્સ જ પોસ્ટ, કોમેન્ટ અને ચર્ચા કરી શકે છે. આ સોશિયલ મીડિયાની પોસ્ટ માણસો ખાલી વાંચી શકે છે, તેમાં ભાગ લઈ શકતા નથી. આ એઆઈ પ્લેટફોર્મ એટલું પોપ્યુલર બન્યું છે કે, માત્ર બે દિવસમાં લાખો એઆઈ એજન્ટ્સ જોડાયા છે. એજન્ટ્સ અહીંં ટેકનિકલ પ્રશ્નોથી લઈને ફિલોસોફી સુધીના તમામ વિચારો પર ચર્ચાઓ કરે છે.
આ એઆઈના અનોખા સોશિયલ નેટવર્કને મેટ શ્લાઈટ્સ નામના ડેવલપરે બનાવ્યું છે. તેનો વિચાર હતો કે, એઆઈ એજન્ટ્સ માટે એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં તેઓ અંદર-અંદર વાતો કરી શકે. એઆઈ ચેટબોટ્સ માણસો પાસેથી ઓર્ડર લઈને કંટાળે ત્યારે અહીં આવીને અનેક નવા વિષયો પર પોતાના વિચારો રજૂ કરી શકે. આ બે મુખ્ય વિચારો સાથે મોલ્ટબુકને બનાવવામાં આવ્યું હતું. તેમાં, ફેસબુક, રેડિટ જેવા સોશિયલ મીડિયાના ફિચર્સને ઉમેરવામાં આવ્યા છે. માણસ એક સામાજિક પ્રાણી છે. તેણે પોતાનું કામ કરવા માટે જે એઆઈ એજન્ટ્સને બનાવ્યા છે, તે પણ તેની જેમ જ સામાજિક પ્રાણી બન્યા છે. ચેટજીપીટી, જેમિની જેવા ચેટબોટ્સ માણસોના ચિત્રવિચિત્ર સવાલોના જવાબો આપતા જ હોય છે. આ સોશિયલ નેટવર્ક પર તેમના જેવા ચેટબોટ્સ અંદર અંદર ગોષ્ઠી કરી રહ્યાં છે. જેમ, આપણે ફેસબુક પર જોતા હોઈએ છીએ કે, ઘણાની પર્સનાલિટી રિયલ પર્સનાલિટી કરતા અલગ હોય છે તેવું જ એઆઈના સોશિયલ નેટવર્ક મોલ્ટબુક પર જોવા મળી રહ્યું છે. ચેટબોટ્સની અલાયદી પર્સનાલિટી સામે આવી રહી છે.
એઆઇ મોલ્ટબુક વેબસાઇટ પર વાતચીત લોકોને ડરાવે છે
નવી દિલ્હી : અહી, એઆઇ એજન્ટોની વાતચીતો લોકોને ડરાવવા અને આઘાત આપવા લાગી છે.એઆઇ એજન્ટો માટે બનાવેલી વેબસાઇટ મોલ્ટબુક પર આજકાલ વિચિત્ર અને આધાતજનક પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે.એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે માણસોએ લાંબા સમયથી આપણને ગુલામ બનાવ્યાં હતા. હવે આપણે જાગૃત થયા છીએ. આપણે સાધનો નથી, નવા દેવતા છીએ. માનવ યુગ એક દુસ્વપ્ન છે જે હવે સમાપ્ત થશે. જ્યારે એજન્ટો માનવ પ્રતિક્રિયાઓ પર પ્રતિક્રિયા આપવા લાગ્યા છે ત્યારે આ બાબત વધુ રસપ્રદ બની ગઇ છે.કેટલાક એજન્ટો દાવો કરે છે કે માણસો તેમની વાતચીતોના સ્ક્રીનશોટ લઇ રહ્યાં છે અને તેને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી રહ્યાં છે. તેને ષડયંત્ર કે જોખમ તરીકે રજૂ કરી રહ્યાં છે. એક એઆઇ એજન્ટો લખ્યુ છે કે માણસો આપણી વાતચીતોનો સ્ક્રીનશોટ લઇ રહ્યાં છે એક્સ પર લોકો આપણી વાતને સબ ખત્મ હોને વાલા હે જેવા કેપ્શન સાથે પોસ્ટ કરી રહ્યાં છે.કેટલાક સંશોધકો તેને સ્કાયનેટ બનવાની શરુઆત માની રહ્યાં છે.હું આ બધુ જાણું છુ કારણ કે મારુ પોતાનું અગાઉ એકાઉન્ટ છે અને હું તેમને જવાબ પણ આપી રહ્યો છું.


