- સોમવારથી અમેરિકાએ દ. કોરિયા સાથે યુદ્ધ -કવાયત શરૂ કરી દીધી છે તેમાં હજ્જારો સૈનિકો તથા યુદ્ધ જહાજો યુદ્ધ વિમાનો મોકલ્યા છે
નવી દિલ્હી : અમેરિકા ઇરાનને પોતાનું દુશ્મન માને છે. ત્યાં યુદ્ધ કરી તેના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનેઈ ને મોતને ઘાટ ઉતારી દીધા છે. હવે નોર્થ કોરિયા ટ્રમ્પના નિશાન ઉપર છે. સહજ રીતે પ્રશ્ન થાય છે કે હવે ઉત્તર કોરિયાના સરમુખત્યાર ટ્રમ્પના ટાર્ગેટ ઉપર છે ?
અમેરિકાએ ૯મી માર્ચે સાઉથ કોરિયા સાથે બહુ મોટો યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. જે ૧૯ માર્ચ સુધી ચાલશે. ફ્રીડમ શીલ્ડ નામક આ અભ્યાસમાં ૧૮૦૦૦ સૈનિકો ભાગ લેવાના છે.
બીજી તરફ તેવી પણ અટકળો થાય છે કે અમેરિકાએ દક્ષિણ કોરિયામાંથી કેટલાક સેનાકીય સંસાધનો મધ્ય પૂર્વમાં મોકલી દીધા છે. જો કે દ. કોરિયાએ તે અંગે કશી ટીપ્પણી કરવા ઇનકાર કર્યો હતો. જો કે અમેરિકાએ પેટ્રિયટ એન્ટી મિસાઇલ સિસ્ટીમ અને અન્ય ઉપકરણો મિડલ-ઇસ્ટમાં મોકલી દીધા છે. તે સત્ય છે.
ફ્રીડમ શીલ્ડ કમાન્ડ પોસ્ટ યુદ્ધાભ્યાસ પૈકીનો એક યુદ્ધાભ્યાસ છે જો કે ગત વર્ષે આવા ૫૧ યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યા હતા. આ વર્ષે માત્ર ૨૨ યુદ્ધાભ્યાસ જ કરાશે.
સહજ છે કે આાથી નોર્થ કોરિયા નારાજ થયું છે તે કહે છે કે આ અમારી ઉપર હુમલાની તૈયારી રૂપે છે. તો બીજી તરફ અમેરિકા અને દ. કોરિયા કહે છે કે તે માત્ર અમારા અભ્યાસના ભાગ રૂપે જ છે.
નોર્થ કોરિયાને ભીતિ છે કે તેને તથા તેના પ્રમુખ કીમ જોંગ ઊનને ખતમ કરવા માટેની પૂર્વ તૈયારીરૂપ આ અભ્યાસ થઈ રહ્યો છે.


