World

કાશી-હરિદ્વાર પછી લંડનમાં 'ગંગા-આરતી' ટેમ્સ નદીના કિનારે સર્જાયું અદ્ભુત દ્રશ્ય

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
લંડનમાં ટેમ્સ નદીના કિનારે પ્રથમવાર 'ગંગા-આરતી' યોજાઈ હતી. ચિન્મય મિશન યુકે દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં હજ્જારો હિન્દુઓ અને બ્રિટિશરો જોડાયા હતા. કાશી-હરિદ્વારની જેમ યોજાયેલી આ આરતીમાં પર્યાવરણ શુદ્ધિનું પણ ધ્યાન રખાયું હતું. ચિન્મય મિશનના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આ 'પ્રકાશ-ઉત્સવ' ઉજવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કાશી-હરિદ્વાર પછી લંડનમાં 'ગંગા-આરતી' ટેમ્સ નદીના કિનારે સર્જાયું અદ્ભુત દ્રશ્ય
  • ટેમ્સના કિનારે પહેલી જ વાર 'ગંગા-આરતી' યોજવામાં આવી : આ ભવ્ય આયોજનમાં બ્રિટિશરો સહિત હજ્જારો લોકોએ ભાગ લીધો

લંડન : ભારતનાં કાશી અને હરિદ્વાર પછી લંડનમાં ટેમ્સ નદીના તટ ઉપર રવિવારે પહેલી જ વાર 'ગંગા-આરતી' યોજાઈ હતી. તેમાં હજ્જારો હિન્દુઓએ તો ભાગ લીધો જ હતો પરંતુ સાથે કેટલાએ બ્રિટિશરો પણ જોડાયા હતા.
પ્રકાશ-ઉત્સવ નામથી આયોજિત આ કાર્યક્રમનું આયોજન ચિન્મય-મિશન-યુ.કે. દ્વારા કરવામાં આવ્યું હતું. તે યુ.કે.ના ટોરલી-ટેમ્સના વાર્ષિક ઉત્સવની સાથે આયોજિત કરાયું હતું.
યોગાનુયોગ રવિવાર તા. ૧૩ સપ્ટેમ્બરે યુ.કે.માં ચિન્મય-મિશનની સ્થાપનાને ૭૫ વર્ષ પૂરાં થયાં. તે ઉપલક્ષ્યમાં દુનિયાભરમાં ચિન્મય-મિશને વિવિધ કાર્યક્રમો આયોજિત કર્યા હતા. તેના ભાગરૂપે આ ટેમ્સ-આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે ગંગા-તટ પર થતી પ્રસિદ્ધ આરતીને અનુસરી યોજાયો હતો.
ચિન્મય-મિશન યુકેના શિક્ષિકા બ્રહ્મચારીણી શ્રીપ્રિયા ચૈતન્યએ કહ્યું હતું કે પેઢીઓથી, શ્રધ્ધાળુઓ ગંગા તટ ઉપર દીપ પ્રજવલિત કરી મા ગંગાની આરાધના કરી રહ્યા છે અને દીપ-પ્રજવલિત કરી મા ગંગાની આરાધના કરવા સાથે પ્રકૃતિ અને જીવનની એકરૂપતાને સ્વીકારી દિવ્ય શક્તિઓ પ્રત્યે પોતાની શ્રધ્ધા અને કૃતજ્ઞાતા દર્શાવતા આવ્યા છે. તેઓએ વધુમાં કહ્યું : અમારા સંસ્થાપક સ્વામી ચિન્મયાનંદજીએ વેદાંતના જ્ઞાાન અને આધ્યાત્મિક સંદેશને હિમાલયની પવિત્રભૂમિથી જન-જન સુધી પહોંચાડી તેને દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. આ દિવ્ય વિરાસતને આગળ ધપાવનાર ચિન્મય મિશનને ૭૫ વર્ષ પુરાં થયાંના અવસરે આયોજિત આ સમારોહ જ્ઞાાન, સેવા અને કૃતજ્ઞાતાની તે પવિત્ર ધારાનો પણ ઉત્સવ છે. જે ભૌગોલિક સીમાઓ વટાવી સતત પ્રવાહિત થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આરતી કરનારાઓએ ટેમ્સમાં પુષ્પો પણ નાખ્યા ન હતાં. ટેમ્સની શુધ્ધતા અક્ષુણ્ણ રહી હતી.