World

કેનેડામાં ગુરૂદ્વારામાં પેચીયું લઈ યુવક ઘૂસ્યો દરબાર હૉલ પાસે અચાનક હુમલો કર્યો !

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
કેનેડાના એડમોન્ટનના નાનકસર ગુરુદ્વારામાં શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યે 'અરદાસ' દરમિયાન 27 વર્ષીય યુવાને પેચીયા વડે 75 અને 51 વર્ષના બે વ્યક્તિઓ પર હુમલો કર્યો. પોલીસે તેની ધરપકડ કરી છે. આ હુમલામાં ઘાયલ થયેલા બંને શ્રદ્ધાળુઓમાંથી એક ગ્રંથી અને બીજા ઘણા વર્ષોથી ગુરુદ્વારામાં સેવા આપનાર છે. પોલીસે હુમલા પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં ગુરૂદ્વારામાં પેચીયું લઈ યુવક ઘૂસ્યો દરબાર હૉલ પાસે અચાનક હુમલો કર્યો !

ઑટાવા: કેનેડાના એડમોન્ટનના એક ગુરૂદ્વારામાં શુક્રવારે સવારે પાંચ વાગે 'અરદાસ' દરમ્યાન ૨૭ વર્ષનો એક યુવાન પેચીયું લઈ ધસ્યો અને દરબાર હૉલમાં રહેલી બે વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો. પોલીસે તેની ધરપકડ પણ કરી છે. પોલીસ તે તપાસ કરી રહી છે કે, તે હુમલો ધૃણાને લીધે થયો હતો કે કોઈ પાછળ કોઈ અન્ય કારણ હતું . તે યુવક એવી રીતે પહોંચ્યો કે પહેલાં તો કોઈને શક જ ન જાય. તે શુક્રવારે સવારે પાંચ વાગે ઉત્તર-પૂર્વ એડમોન્ટન સ્થિત નાનકસર ગુરૂદ્વારામાં પહોંચી ગયો. તેણે દરબાર હૉલમાં જવા પ્રયત્ન કર્યો પરંતુ ગુરૂદ્વારાના કર્મચારીઓએ તેને રોકતા તેમની સાથે ઝઘડવા લાગ્યો અને તેને રોકનાર એક ૭૫ વર્ષની અને ૫૧ વર્ષની વ્યક્તિ ઉપર પેચીયાથી હુમલો કર્યો.
આ અંગે ઇપીએસના કાર્યવાહક નિરીક્ષક એરિક સ્ટીવર્ટે શુક્રવારે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પોલીસ તે હુમલા પાછળનું કારણ શોધી રહી છે.
નાનકસર ગુરૂદ્વારા ગુરૂસિમા ટેમ્પના ઉપાધ્યક્ષ જોરા ટેવાએ જણાવ્યું હતું કે, જ્યારે આ હુમલો થયો ત્યારે સવારની પ્રાર્થના માટે કેટલીય વ્યક્તિઓ ટેમ્પલમાં ઉપસ્થિત હતી.
આ હુમલાથી ઘાયલ થયેલા બન્ને શ્રદ્ધાળુ તે પૈકી એકગ્રંથી છે જ્યારે બીજો વર્ષોથી ગુરૂદ્વારામાં સેવા આપે છે. તેઓ તો કદી કોઈ સાથે ઝઘડયા હોવાનું અમને જાણવા મળ્યું નથી. છતાં તેમની ઉપર શા માટે હુમલો કરાયો તે સમજી શકાતું નથી. પોલીસ તે યુવાનની પૂછપરછ કરી રહી છે.