Get The App

ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડ પર 130 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું, હજારો લોકોનું સ્થળાંતર

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડ પર 130 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું, હજારો લોકોનું સ્થળાંતર 1 - image


New zeland Strom: ન્યૂઝીલેન્ડના ઉત્તરના ટાપુ (નોર્થ આઈલેન્ડ) ઉપર રવિવારે પ્રચંડ ચક્રવાત ત્રાટક્યો હતો. તેથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. વીજળીના થાંભલાઓ પણ પડી ગયા હતા. પરિણામે સેંકડો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.

સૌથી વધુ ભયજનક બાબત તો તે છે કે ન્યૂઝીલેન્ડના હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, સંભવતઃ હજી પણ વધુ પ્રબળ તોફાન આવવાની ભીતિ છે. તેથી હજ્જારો નાગરિકોને ઉંચાઈવાળા સ્થળોએ લઈ જવાયા હતા.

ચક્રવાતનું નામ વૈયાનુ આપવામાં આવ્યું છે. કેટલાયે વિસ્તારોમાં રેડ-લેવલ-વોર્નિંગ જાહેર કરાઈ છે. ન્યૂઝીલેન્ડના ઈમર્જન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર માર્ક માઇકેલે પણ જણાવ્યું હતું કે તટપ્રદેશનાં વિસ્તારોમાં તો ભારે તબાહી થઈ ગઈ હતી. કારણ કે પ્રચંડ વેગ (કલાકના 130 કિ.મી.ની ઝડપે) ફુંકાતા પવનોને લીધે સમુદ્રનાં મોજાં પણ ઘણાં ઊંચા ઉછળ્યાં હતાં.

આ ચક્રવાતની સૌથી વધુ ખરાબ અસર વ્હાનગરી શહેર ઉપર થઈ હતી. એ શહેર ઉપર 2023માં પણ ચક્રવાત ગેબ્રિયલ ત્રાટક્યો હતો. જેથી 11નાં મૃત્યું થયાં હતાં અને હજ્જારોને સ્થળાંતરિત કરવા પડયા હતા. આ સદીમાં હજી સુધીમાં થયેલી આ સૌથી ભયાવહ કુદરતી આપત્તિ હતી. જોકે રવિવારે ત્રાટકેલા વૈયાનુ ચક્રવાતને લીધે થયેલી જાન-માલની હાનીની વિગતો હજી સુધી મળી શકી નથી.