World

અમેરિકા-ઇરાન શાંતિ સમજૂતીના MOUના આર્ટિકલ-5ની એક લાઈને તંગદિલી વધારી

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: ઇરાન-અમેરિકા વચ્ચેની શાંતિ સમજૂતી છતાં, MOUની એક લાઇનથી વિવાદ સર્જાયો છે. આર્ટિકલ 5 મુજબ, ઇરાન હોર્મુઝ સ્ટ્રેઈટ્સની વ્યવસ્થા માટે ઓમાન અને ગલ્ફ દેશો સાથે ચર્ચા કરશે. અમેરિકા આંતરરાષ્ટ્રીય સહકારથી સંચાલન ઈચ્છે છે, જ્યારે ઇરાન પોતાનો અધિકાર માને છે. આ મતભેદને કારણે લશ્કરી કાર્યવાહી શરૂ થઈ, જેમાં બંને દેશો વચ્ચે સીધી અથડામણ થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઇરાન શાંતિ સમજૂતીના MOUના આર્ટિકલ-5ની એક લાઈને તંગદિલી વધારી
  • MOUની એક લાઈન હોર્મુઝ-સ્ટ્રેઈટ્સ પર ઇરાનનો અધિકાર દર્શાવે છે !
  • આર્ટિકલ પાંચની છેલ્લી લાઈનમાં લખવામાં આવ્યું છે કે આ પછી ઇરાન હોર્મુઝ સ્ટ્રેઈટ્સની વ્યવસ્થા માટે ઓમાન અને ગલ્ફ દેશો સાથે થયા કરશે
    નવી દિલ્હી : ઇરાન-અમેરિકા વચ્ચે થયેલી શાંતિ સમજૂતીએ અત્યારે તો યુદ્ધ અટકાવી દીધું છે. પરંતુ આ શાંતિ સમજૂતીના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમઓયુ)ના આર્ટિકલ પાંચની એક લાઈન વિવાદ સર્જી દીધો છે. આ એગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે કે 'ઇરાન તે ૬૦ દિવસના ગાળામાં પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન વચ્ચે દરેક વ્યાપારી જહાજોની સલામત આવન-જાવન ગોઠવવા તમામ પ્રયત્નો કરશે. તેમાં સમુદ્રીય સુરંગો દૂર કરવા, તેમજ લશ્કરી અવરોધો દૂર કરવા અને વહાણવટાને ફરી યથાવત્ ચાલુ રાખવા તમામ પ્રયત્નો કરશે.'
    આ આર્ટિકલની છેલ્લી લીટી મતભેદોનું મુખ્ય કારણ બની રહી છે. તેમાં લખ્યું છે કે ….. આ પછી ઇરાન હોર્મુઝ સ્ટ્રેઈટ્સના વહીવટ માટે અને સમુદ્રીય સેવાઓ માટે ઓમાન અને અન્ય ગલ્ફ કંટ્રીઝ સાથે આંતરરાષ્ટ્રીય કાનૂનો અને તટીય દેશોનાં સાર્વભૌમત્વને આધારે ચર્ચા કરશે.
    આ કલમ જ હોર્મુઝ સ્ટ્રેઈટના વહીવટ માટે સૌથી વધુ મહત્વની છે. અમેરિકા માને છે કે, આંતરરાષ્ટ્રીય સહકાર અને સંકલન દ્વારા આ માર્ગનો વહીવટ થવો જોઈએ. કોઈ એક દેશના આવા મહત્વના વૈશ્વિક વહાણવટા માર્ગ ઉપર સંપૂર્ણ કાબુ હોઈ શકે જ નહીં. (જ્યારે ઇરાન કહે છે કે તે જળમાર્ગ અમારો જ છે. અમોને તેનો વહીવટ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.)
    આ મતભેદને લીધે જ લશ્કરી કાર્યવાહી શરૂ થઈ હતી.શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેઈટ્સમાંથી પસાર થતાં એક વ્યાપારી જહાજ ઉપર હુમલો થયો હતો. અમેરિકાએ તેથી ઇરાન ઉપર આક્ષેપ મુકવા સાથે હવાઈ હુમલા શરૂ કર્યા તેના જવાબમાં ઇરાને અમેરિકાનાં મથકો ઉપર મિસાઈલ્સ અને ડ્રોન્સ દ્વારા હુમલા કર્યા. આમ યુદ્ધ વિરામ સમજૂતી પછી બંને દેશો વચ્ચે સીધી લશ્કરી અથડામણ થઈ રહી.