World

પેરૂના એન્ડીઝ વિસ્તારમાં 6.8 અંકનો ધરતીકંપ પાટનગર લીમામાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
પેરુમાં શુક્રવારે ૬.૮ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે રાજધાની લીમા સહિત અનેક વિસ્તારો ધ્રુજી ઉઠ્યા હતા. ભૂકંપ સમયે સંસદનું સત્ર ચાલુ હતું, ત્યારે સાંસદો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. જુનિન વિસ્તારમાં ૧૨૯ કિમીની ઊંડાઈએ આવેલા આ ભૂકંપથી જાન-માલના નુકસાન અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ મોટાપાયે નુકસાનની આશંકા છે. આ વિસ્તારમાં તાંબાની ખાણો આવેલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેરૂના એન્ડીઝ વિસ્તારમાં 6.8 અંકનો ધરતીકંપ પાટનગર લીમામાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં
  • ધરતીકંપ સમયે કોંગ્રેસ (સંસદ)નું સત્ર ચાલતું હતું : ભૂકંપ થતાં સાંસદો સંસદ ભુવનની બહાર નીકળી ગયા જાન-માલ નુકસાનની હજી માહિતી નથી

લીમા : શુક્રવારે (સ્થાનિક સમય પ્રમાણે) પેરૂના મધ્યસ્થ વિસ્તાર અને એન્ડીઝ પર્વતમાળા ૬.૮ અંકનો ભૂકંપ થયો હતો. જોકે હજી સુધી સુનામીની ચેતવણી જાહેર થઈ નથી.
આ માહિતી આપતાં 'જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયોસાયંસીઝે' જણાવ્યું હતું કે એન્ડીઝ પર્વતમાળાના જુનિન વિસ્તારમાં ૧૨૯ કી.મી.ની ઊંડાઈએ આ ધરતીકંપ થયો હતો.
આ અંગેનાં ટેલિવિઝન ફૂટેજમાં પણ આ ધરતીકંપની તસ્વીરો દેખાતી હતી જેમાં લોકો ધરતીકંપ થતાં જ ઘરની બહાર દોડી ગયા હતા.
ધરતીકંપ સમયે સંસદનું સત્ર ચાલતું હતું. જેવી ધુ્રજારી શરૂ થઈ કે સાંસદો સંસદ ભવનની બહાર દોડી ગયા હતા.
ધરતીકંપની જુનીન વિસ્તારમાં સૌથી વધુ અસર થઈ હતી. તે વિસ્તાર પાટનગર લીમાથી ૩૨૦ કી.મી. પૂર્વમાં આવેલો છે. તેની લોકલ કાઉન્સીલના મેમ્બર વિન્સેન્ટ કવી કિવસ્પેએ સ્થાનિક બ્રોડકાસ્ટર આર.પી.પી.ને જણાવ્યું હતું કે, 'હજી સુધી જાન-માલને કેટલું નુકસાન થયું છે, તે અંગે હજી સરકારને કોઈ માહિતી મળી નથી. પરંતુ સહજ છે કે, સારૃં એવું નુકસાન થયું જ હશે. જોકે આ વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં ધરતીકંપ લાગ્યો હોય તેવી આ પહેલી ઘટના છે.'
જમીન નાની-મોટી અને મધ્યમકક્ષાની ખાણો ધરાવતો પ્રદેશ છે. ત્રાંબુ આ ખાણોમાંથી મળી આવે છે, ત્રાંબાનું ઉત્પાદન કરતાં દેશોમાં પેરૂ ત્રીજા ક્રમે છે.
પેરૂ આસિફિક મહાસાગર ફરતી 'રીંગ-ઓફ-ફાયર' (જ્વાળા મુખીઓની વીંટી)માં આવેલું છે. તે ઉપરાંત તે ધરતીકંપ વિસ્તારમાં આવેલો છે કારણ કે અહીં બે ટેકટોનિક પ્લેટ ભૂમિની નીચે આવેલી છે. તે અથડાતાં વારંવાર ધરતીકંપો થાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ ૬.૭ અંકનો ધરતીકંપ લાગ્યો હતો. એન્ડીઝ વિસ્તારમાં થયેલા તે ભૂકંપથી ૨ના મોત થયાં હતાં. ઘણાં મકાનોને નુકસાન થયું હતું. તે પહેલાં એક મહિને ૫.૫નો ભૂકંપ થયો હતો. તે પણ જેનીન વિસ્તારમાં જ થયો હતો. તેમાં છના મૃત્યુ થયા હતા અને ૩૦થી વધુને ઈજાઓ થઈ હતી.