World

સાઉદીની મુશ્કેલી વધી, હૂથીઓના સમર્થનમાં ખતરનાક કબીલાના લોકો હથિયારો સાથે યુદ્ધ મેદાને ઉતર્યા

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
યમનની રાજધાની સનાથી પૂર્વમાં હથિયારબંધ લડાયકોનો મોટો કાફલો મરીબ તરફ આગળ વધી રહ્યો છે. બની હશીશ કબીલાના આ યુવાનો અને બાળકો AK-47 જેવા આધુનિક હથિયારો સાથે ઝામ્બિયા પોશાકમાં સજ્જ છે. આ લામબંધી સાઉદી અરેબિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે મરીબના તેલ અને ગેસ ભંડારો પર નિયંત્રણ મેળવી હૂથીઓ સાઉદી સરહદ પર વધુ પ્રભુત્વ જમાવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાઉદીની મુશ્કેલી વધી, હૂથીઓના સમર્થનમાં ખતરનાક કબીલાના લોકો હથિયારો સાથે યુદ્ધ મેદાને ઉતર્યા
IMAGE - IANS

Houthi movement: યમનની રાજધાની સનાના પૂર્વ પહાડો પરથી હથિયારબંધ લડાયકોનો એક મોટો કાફલો મરીબ તરફ આગળ વધી રહ્યો છે. ખભા પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને હાથમાં AK-47 જેવા આધુનિક હથિયારો સાથેના આ કાફલામાં યુવાનોથી લઈને નાના બાળકો પણ સામેલ છે. મધ્યકાળથી લઈને આજદિન સુધી આ ક્ષેત્રમાં યુદ્ધની પદ્ધતિમાં ખાસ કોઈ બદલાવ આવ્યો નથી, જ્યાં આજે પણ પરંપરાગત પોશાક ઝામ્બિયા પહેરીને અને પગમાં ચપ્પલ પહેરીને લડાયકો મેદાનમાં ઉતરે છે. ફરક માત્ર એટલો છે કે હવે ઘોડાઓની જગ્યાએ પિકઅપ ટ્રકો જોવા મળે છે. બની હશીશ કબીલાની આ લામબંધી હવે સાઉદી અરેબિયાના શાસકોની ચિંતા વધારી રહી છે.

બની હશીશ કબીલાનો ઈતિહાસ અને હૂથી સાથેના સંબંધો

બની હશીશ એ યમનનો એક પ્રમુખ અને જૂનો કબીલાઈ સમૂહ છે, જેનું ક્ષેત્ર સનાના પૂર્વમાં ફેલાયેલું છે. રાજધાનીની નજીક હોવાને કારણે આ કબીલાનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું વધારે છે. 2000ના દશકમાં આ કબીલાના કેટલાક ભાગો અને હૂથી આંદોલન વચ્ચે લડાઈ થઈ હતી, પરંતુ 2014માં હૂથીઓએ સના પર કબજો કર્યા બાદ સમીકરણો બદલાઈ ગયા અને આ કબીલો હૂથી નેટવર્ક સાથે જોડાઈ ગયો. આજે બની હશીશના લડાયકોનું હૂથી માળખા સાથે ઊભું રહેવું એ દર્શાવે છે કે રાજધાનીની આસપાસની જનજાતિઓ હવે હૂથી સેનાની સાથે મજબૂતીથી ઊભી છે.

મરીબ તરફ કેમ આગળ વધી રહ્યો છે આ કાફલો?

મરીબ એ યમનના ઉત્તર-મધ્ય ભાગમાં અને સનાથી આશરે 175 કિલોમીટર પૂર્વમાં આવેલું છે, જે સના અને પૂર્વ રણ વિસ્તારો વચ્ચે એક વ્યૂહાત્મક પુલ જેવું છે. મરીબની અસલી મહત્ત્વતા તેના ઓઇલ અને ગેસના ભંડારોમાં છે, કારણ કે 1980ના દશકમાં અહીં મોટા વ્યાવસાયિક ઓઇલ ભંડારો મળી આવ્યા હતા. આ વિસ્તાર લાંબા સમયથી હૂથી વિરોધી યમની સરકાર અને સ્થાનિક કબીલાઓનો ગઢ રહ્યો છે. હૂથીઓ માટે આના પર કબજો કરવાનો અર્થ સનાના પૂર્વમાં પકડ મજબૂત કરવાનો અને ઊર્જા સંસાધનો પર નિયંત્રણ મેળવવાનો છે.

સાઉદી અરેબિયા માટે કેમ ટેન્શન બની રહી છે આ લામબંધી?

મરીબ શહેર પર હાલ સાઉદી સમર્થિત યમનની સરકારી સેનાનો કબજો છે અને તે સના તથા સાઉદી સરહદ વચ્ચેના વ્યૂહાત્મક કોરિડોરમાં આવે છે. જો હૂથીઓ મરીબ પર કબજો કરી લે છે, તો તે સાઉદી અરેબિયા માટે એક મોટો આંચકો સાબિત થશે. તેનાથી હૂથીઓને સાઉદી સરહદ તરફ જતાં રસ્તાઓ અને ઊર્જા સંસાધનો પર વધુ નિયંત્રણ મળી જશે, તેમજ સાઉદી વિરુદ્ધ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ માટે તેમનું ઓપરેશનલ સ્પેસ પણ વધી જશે. આમ, મરીબનું નુકસાન માત્ર યમનનું નહીં પરંતુ સાઉદીની સુરક્ષા માટે પણ મોટો ખતરો બની ગયું છે.