જો બેલેટ પેપર મારું નામ હોત તો અમે ભારે બહુમતથી ચૂંટણી જીત્યા હોત, ડોનાલ્ડ ટ્રમ્પે આખરે હાર સ્વીકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US midterm elections: અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ખરાબ પ્રદર્શન અને પછડાટ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. એક તરફ ટ્રમ્પે દાવો કર્યો છે કે બેલેટ પેપર મારું નામ હોત તો અમે ભારે બહુમતથી ચૂંટણી જીત્યા હોત, તો બીજી તરફ તેમણે ચૂંટણીના પરિણામો સ્વીકારવાની અને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવાની તૈયારી પણ દર્શાવી છે. ટ્રમ્પના આ નિવેદનો હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.
'જો હું બેલેટ પર હોત તો પાર્ટી જંગી બહુમતીથી જીતત'
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'હું બેલેટ પર નહોતો અને જો હું હોત, તો અમે જંગી બહુમતીથી જીત હાસલ કરી હોત.' આ નિવેદનમાં તેમણે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ચૂંટણી પરિણામોના વાસ્તવિક કારણો પર સ્પષ્ટ બોલવાનું ટાળ્યું હતું અને પોતાનું વજન પક્ષની જીત પર હોવાનો દાવો કર્યો હતો.
ચૂંટણી પરિણામો સ્વીકારવા અને વિપક્ષ સાથે કામ કરવા તૈયારી
સોશિયલ મીડિયા પર દાવાઓ કરવા ઉપરાંત, ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું મિડટર્મ ચૂંટણીના પરિણામોને સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છું.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચૂંટણી પરિણામો માનશે, ત્યારે તેમણે હકારમાં જવાબ આપ્યો હતો. આ સાથે જ તેમણે વિરોધી પક્ષ ડેમોક્રેટ્સ સાથે સહયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'જો વિપક્ષ જીતે છે તો પણ અમે તેમની સાથે મળીને કામ કરવા આશા રાખીએ છીએ અને કદાચ કોઈ રસ્તો પણ શોધી કાઢીશું.'




