World

UNની શક્તિશાળી ખુરશી માટે ભારતને ટક્કર આપવા તાજિકિસ્તાન આવ્યું મેદાને! જાણો કોનું પલડું ભારે

By GS Team
30 Sep 20263 mins read
TukuTouch Logo
તાજિકિસ્તાને 2028-29ના કાર્યકાળ માટે UNSCની અસ્થાયી બેઠક માટે દાવેદારી કરી છે. ન્યુયોર્કમાં વિદેશ મંત્રી સિરોજિદ્દીન મુહરિદ્દીને જાહેરાત કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તાજિકિસ્તાન ચૂંટણીમાં ભાગ લેશે, જેનો સીધો મુકાબલો ભારત સાથે થશે. ભારતને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડનું સમર્થન છે, જ્યારે તાજિકિસ્તાનને OICનું સમર્થન મળ્યું છે. આ કૂટનીતિક રેસ 2027માં ગુપ્ત મતદાન દ્વારા યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

UNની શક્તિશાળી ખુરશી માટે ભારતને ટક્કર આપવા તાજિકિસ્તાન આવ્યું મેદાને! જાણો કોનું પલડું ભારે

Tajikistan India UNSC bid 2028: તાજિકિસ્તાને વર્ષ 2028-29ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં અસ્થાયી બેઠક માટે સત્તાવાર રીતે પોતાની દાવેદારી રજૂ કરી દીધી છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર દરમિયાન તાજિકિસ્તાનના વિદેશ મંત્રી સિરોજિદ્દીન મુહરિદ્દીને આની જાહેરાત કરી હતી. ઈતિહાસમાં પહેલી વાર તાજિકિસ્તાન આ પરિષદની ચૂંટણીમાં સામેલ થવા જઈ રહ્યું છે, જ્યાં સીધો મુકાબલો ભારત સાથે થશે જેને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડનું સમર્થન પ્રાપ્ત છે.

UNની પાવરફૂલ ટેબલ પર તાજિકિસ્તાનની નજર

UNSC માટે આ ચૂંટણી જૂન 2027માં યુએન જનરલ એસેમ્બલીમાં ગુપ્ત મતદાન દ્વારા યોજાશે. આ બેઠક મેળવવા માટે ઉમેદવાર દેશે હાજર રહીને મત આપનાર સભ્ય દેશોનું બે-તૃતીયાંશ (2/3) બહુમતી મેળવવી પડશે.

તાજિકિસ્તાન પહેલી વાર મેદાનમાં ઉતર્યું છે અને શાંતિ સ્થાપવાના પોતાના ઇતિહાસ તેમજ ક્ષેત્રીય સુરક્ષામાં પોતાના યોગદાન પર ભાર મૂકી રહ્યું છે. તેને 57 સભ્યોવાળા 'ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન'(OIC)નું સમર્થન પણ મળેલું છે. બીજી તરફ, ભારતે જુલાઈ 2026માં 'શાંતિ'(SHANTI) થીમ હેઠળ પોતાનું અભિયાન શરૂ કર્યું છે અને ભારત પરિષદમાં પોતાનો નવમો કાર્યકાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કેમ બની રહી છે આ કૂટનીતિક રેસ અત્યંત રોચક?

તાજિકિસ્તાનની દાવેદારીથી વિવિધ ક્ષેત્રોમાં ભારતની કૂટનીતિક પહોંચની પરીક્ષા થશે, ખાસ કરીને ગ્લોબલ સાઉથ, OIC સભ્યો, SCO દેશો, આફ્રિકી દેશો, ટાપુ દેશો અને પશ્ચિમી ભાગીદારો વચ્ચે.

OIC દ્વારા તાજિકિસ્તાનને સમર્થન જાહેર કરવાથી આ મુકાબલો મુશ્કેલ બની શકે છે, જ્યારે ભારતે ફિજી, અમેરિકા, ઓસ્ટ્રિયા અને શ્રીલંકા જેવા દેશોના સમર્થનને આગળ વધારવું પડશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ખાડી દેશો અને કેરેબિયન ક્ષેત્રો સાથે સંપર્ક સાધવાનું શરૂ કરી દીધું છે, જે વ્યાપક સમર્થન મેળવવાની ભારતની રણનીતિ દર્શાવે છે. જોકે, બદલાતી વૈશ્વિક જૂથબંધીઓને કારણે આવા ચૂંટણી જંગ વધુ પ્રતિસ્પર્ધી બનતા જાય છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) વિશે મુખ્ય બાબતો

સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ 1945માં સ્થપાયેલી UNSCએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની મુખ્ય જવાબદારી ધરાવતું અંગ છે.

  • કુલ સભ્યો: તેના 15 સભ્યો હોય છે, જેમાં 5 કાયમી સભ્યો(ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસએ)છે જેમની પાસે વીટો પાવર છે.
  • અસ્થાયી સભ્યો: 10 અસ્થાયી સભ્યો હોય છે જેમને યુએન જનરલ એસેમ્બલી 2 વર્ષના કાર્યકાળ માટે પસંદ કરે છે. આ બેઠકો ક્ષેત્રીય ધોરણે ફાળવવામાં આવે છે.
  • મતદાન પ્રક્રિયા: કુલ 193 સભ્ય દેશોમાંથી જીત મેળવવા માટે ઉપસ્થિત અને મતદાન કરનાર સભ્યોના ઓછામાં ઓછા બે-તૃતીયાંશ (આશરે 129) મત મેળવવા અનિવાર્ય છે. મતદાન સંપૂર્ણપણે ગુપ્ત હોય છે.

યુએનએસસીમાં ભારતનો ઇતિહાસ

ભારતે અગાઉ 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92, 2011-12 અને 2021-22 દરમિયાન સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે સેવા આપી છે. ભારતે હંમેશા આતંકવાદ વિરોધી પગલાં, દરિયાઈ સુરક્ષા, શાંતિ-સ્થાપના સુધારાઓ અને બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વળી, ભારત એવા 'G-4' સમૂહનો પણ હિસ્સો છે જે યુએનએસસીમાં કાયમી અને અસ્થાયી બેઠકો વધારવાનું સમર્થન કરે છે.