રશિયામાં પ્લેગનો ખતરો? રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં યુવતીના મોતથી ફફડાટ, 200 ક્વોરેન્ટાઇન!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Siberia lab worker death pneumonia: રશિયાના સાઈબેરિયામાં આવેલી એક લેબમાં અજ્ઞાત કારણોસર થયેલા ન્યુમોનિયાથી એક કર્મચારીના મોત બાદ સંભવિત પ્લેગને લઈને ચિંતા વધી ગઈ છે. 28 વર્ષીય આ મહિલા શેલેખોવ સ્થિત એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતી હતી.
લેબ વર્કરના અચાનક નિધનથી મચી હડકંપ
મળતી માહિતી મુજબ, લેબમાં કામ કરતી આ મહિલાને ન્યુમોનિયા થયો હતો, જેની અસર સતત વધવાને કારણે તેનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે ઇરકુત્સ્ક પાસે આવેલી આ એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાભરની અત્યંત ખતરનાક અને સંક્રામક બિમારીઓ પર સંશોધન કરે છે. રશિયાની ફેડરલ હેલ્થ મોનિટરિંગ એજન્સીના જણાવ્યા અનુસાર મૃતકને અજ્ઞાત ન્યુમોનિયા હતો, હાલ ઇરકુત્સ્ક અને શેલેખોવ વિસ્તારની સ્વાસ્થ્ય સ્થિતિ સ્થિર છે.
ગવર્નરની અપીલ: લોકો ગભરાય નહીં
આ ઘટના બાદ સ્થાનિક એન્ટી-એપિડેમિક કાઉન્સિલની કટોકટી બેઠક બોલાવવામાં આવી હતી. ઇરકુત્સ્કજીલ્લાના ગવર્નર ઇગોર કોબજેવે લોકોને અફવાઓથી દૂર રહેવા અને પેનિક ન થવાની અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. આ ઘટના બાદ ન્યુમોનિક પ્લેગના જોખમને લઈને ચિંતાઓ ઊભી થઈ છે.
એશિયાઈ સંશોધન કેન્દ્ર અને આસપાસના વિસ્તારોમાં સાવચેતી
રિસર્ચ સેન્ટરની નજીક આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ એલ્યુમિનિયમ પ્લાન્ટ દ્વારા કર્મચારીઓને ફેસ કવરિંગ (માસ્ક) વાપરવાના સખત નિર્દેશ આપવામાં આવ્યા છે. પ્લાન્ટના વડા આર્તેમ ફોમિનિખે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે કારણ કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.
સંપર્કમાં આવેલા લોકો મેડિકલ દેખરેખ હેઠળ
રશિયાની ફેડરલ હેલ્થ મોનિટરિંગ એજન્સીના પ્રમુખ ગેનાડી ઓનિશ્ચેન્કોએ આશંકા વ્યક્ત કરી છે કે આ પેથોજેન કદાચ પ્લેગ ન હતો, અને જો પ્લેગ પૂરવાર થાય તો પણ તે ફેલાશે નહીં. મૃતકના સંપર્કમાં આવેલા તમામ લોકો હાલ કડક મેડિકલ દેખરેખ હેઠળ છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી તેમનામાં આ બિમારીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી અને તેમના લેબ ટેસ્ટના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.
પ્લેગ શું છે?
પ્લેગ એ 'યર્સિનિયા પેસ્ટિસ' (Yersinia pestis) નામના બેક્ટેરિયાથી ફેલાતી ગંભીર બિમારી છે. તેનો જ એક પ્રકાર 'ન્યુમોનિયા પ્લેગ' છે, જે શ્વસન તંત્રને અસર કરે છે અને સંક્રમિત વ્યક્તિના ખાંસવાથી કે શ્વાસ દ્વારા બીજા સુધી ફેલાઈ શકે છે. તીવ્ર તાવ, માથાનો દુખાવો, નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને ઉધરસ આ બિમારીના મુખ્ય લક્ષણો છે.




