બાંગ્લાદેશે જેના માટે ભારત સાથે સંબંધો બગાડ્યા તે પાકિસ્તાને જ આપ્યો દગો! યુરેનિયમનો સપ્લાય અટક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Blocks Airspace For Bangaldesh: બ્રહ્માંડ અને વૈશ્વિક રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં પાકિસ્તાનની એક અડચણને કારણે રશિયાથી બાંગ્લાદેશ જઈ રહેલું યુરેનિયમ કાર્ગો વિમાન સમયસર પહોંચી શક્યું નથી. બાંગ્લાદેશના પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે મોકલવામાં આવેલા આ ઇંધણની સપ્લાયમાં અસ્થાયી વિલંબ થયો છે.
પાકિસ્તાને એરસ્પેસ ક્લિયરન્સ ન આપતાં બાંગ્લાદેશનું યુરેનિયમ કાર્ગો અટક્યું
બાંગ્લાદેશમાં નિર્માણ પામી રહેલા રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Rooppur Nuclear Power Plant) માટે ન્યુક્લિયર ફ્યુઅલ (યુરેનિયમ) લઈને આવતું વિમાન નિર્ધારિત સમયે બાંગ્લાદેશ પહોંચી શક્યું નથી. એશિયાઈ ન્યૂઝ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, પાકિસ્તાન દ્વારા એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) વાપરવાની પરવાનગી ન મળવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. યુરેનિયમ લઈને આવતું આ કાર્ગો વિમાન 24 સપ્ટેમ્બર, 2026ના રોજ બાંગ્લાદેશ પહોંચવાનું હતું, પરંતુ અંતિમ ક્ષણે પાકિસ્તાનની મંજૂરી ન મળવાથી તે ખોરવાઈ ગયું.
ફાઇનલ મોમેન્ટ પર સર્જાયો અવરોધ
બાંગ્લાદેશના વિજ્ઞાન અને ટૅક્નોલૉજી મંત્રાલયના સંયુક્ત સચિવ શેખ મોહમ્મદ તૌહિદુલ ઇસ્લામના જણાવ્યા અનુસાર, ઢાકાના હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને અધિકારીઓ વિમાનની રાહ જોઈ રહ્યા હતા. જો કે, રશિયાની પરમાણુ ઊર્જા કંપની 'રોસાટોમ'(Rosatom)ના સંપર્ક અધિકારીએ એરસ્પેસ ક્લિયર ન હોવાની માહિતી આપી હતી. પાકિસ્તાને કયા કારણોસર એરસ્પેસ બ્લોક કર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ હવે આ કાર્ગોની ડિલિવરી માટે ઑક્ટોબરના પહેલા અઠવાડિયાની નવી તારીખ પ્રસ્તાવિત કરવામાં આવી છે.
રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું મહત્ત્વ
રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ બાંગ્લાદેશનો સૌથી પહેલો પરમાણુ પાવર પ્રોજેક્ટ છે, જે પબના જિલ્લાના રૂપપુર ગામમાં બનાવવામાં આવી રહ્યો છે. રશિયાની રોસાટોમ કંપનીની ટૅક્નોલૉજી અને બાંગ્લાદેશ એટોમિક એનર્જી કમિશનની દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. આ પ્લાન્ટમાં થર્ડ જનરેશનના બે VVER-1200 રેક્ટર બનાવવામાં આવી રહ્યા છે, જેની કુલ ક્ષમતા 2,400 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની રહેશે. અગાઉ, આ પ્લાન્ટની યુનિટ-1 માટે લો એન્રિચ્ડ યુરેનિયમની પહેલી ખેપ કડક સુરક્ષા અને 'ગ્રીન કોરિડોર' બનાવીને સુરક્ષિત રીતે સાઇટ પર પહોંચાડવામાં આવી ચૂકી છે.




