World

નાઈજિરિયામાં ચોંકાવનારી ઘટના, અટકાયતમાં લીધેલા 37 લોકોના મોત, તંત્રનો બીમારી ફેલાયાનો દાવો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
નાઈજીરીયાના નાઈજર રાજ્યમાં NSCDC કસ્ટડીમાં 37 શંકાસ્પદ ગેરકાયદે ખનનકર્તાઓના મોતથી ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે બનેલી આ ઘટનામાં, ગવર્નર મોહમ્મદ ઉમરુ બાગીએ શોક વ્યક્ત કરી 3 દિવસનો શોક અને ચૂંટણી પ્રચાર સ્થગિત કર્યો છે. સિવિલ ડિફેન્સ બીમારીનો દાવો કરે છે, જ્યારે પ્રારંભિક રિપોર્ટ ખરાબ વેન્ટિલેશન અને ગૂંગળામણ તરફ ઈશારો કરે છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાઈજિરિયામાં ચોંકાવનારી ઘટના, અટકાયતમાં લીધેલા 37 લોકોના મોત, તંત્રનો બીમારી ફેલાયાનો દાવો

Nigeria detention deaths: નાઈજીરીયાના નાઈજર રાજ્યમાં સુરક્ષા કસ્ટડીમાં 37 શંકાસ્પદ ગેરકાયદે ખનનકર્તાઓના મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુરુવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ તમામ લોકો 'નાઈજીરીયા સિક્યોરિટી એન્ડ સિવિલ ડિફેન્સ કૉર્પ્સ' (NSCDC)ની કસ્ટડીમાં હતા. નાઈજર રાજ્યના ગવર્નર મોહમ્મદ ઉમરુ બાગીએ પ્રેસ કૉન્ફરન્સમાં આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી છે. આ મામલાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે અને રાજ્યમાં ત્રણ દિવસના શોકની જાહેરાત સાથે જાન્યુઆરીમાં યોજાનારા ચૂંટણી પ્રચારને પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

ગેરકાયદે ખનન સંદર્ભે કરાયી હતી અટકાયત

મૃત્યુ પામનાર લોકો એ વ્યક્તિઓ હતા, જેમની મંગળવાર અને બુધવારે ગેરકાયદે ખનન ગતિવિધિઓમાં સંડોવણી હોવાની શંકાના આધારે સિવિલ ડિફેન્સ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. નાઈજર રાજ્ય ખનિજ સંપદાથી સમૃદ્ધ છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો સોના તથા અન્ય ખનિજોની શોધમાં કામ કરે છે, જેના કારણે આ ક્ષેત્રમાં ગેરકાયદે ખનનની ઘટનાઓ સતત સામે આવતી રહે છે.

બીમારી કે વ્યવસ્થાનો અભાવ? કારણો પર મતમતાંતર

સિવિલ ડિફેન્સ વિભાગના દાવા મુજબ હિરાસતમાં રહેલા લોકોમાં કથિત રીતે બીમારી ફેલાવાને કારણે આ મોત થયા છે. જોકે, ગુપ્તચર એજન્સીઓની પ્રારંભિક રિપોર્ટમાં એવા સંકેતો મળ્યા છે કે હિરાસત કેન્દ્રમાં ક્ષમતા કરતા વધુ લોકોને રાખવામાં આવ્યા હતા અને ત્યાં પૂરતા પ્રમાણમાં હવા (વેન્ટિલેશન)ની વ્યવસ્થા નહોતી. આ ખરાબ પરિસ્થિતિઓ અને ગૂંગળામણને કારણે સ્થિતિ વણસી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને પોલીસે સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે.