World

યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
યુએઈના શારજાહમાં ઉડુપીના એલ્વિન પ્રકાશ કુંડરની કરપીણ હત્યાથી ખળભળાટ મચ્યો છે. જુલાઈમાં પ્રકાશનો 9 ટુકડામાં વહેંચાયેલો મૃતદેહ ઓમાન જતા રસ્તે કારમાંથી મળ્યો હતો. 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર નોકરી કરતા પ્રકાશની પત્ની ટીના અને પુત્ર ઘટના બાદથી રહસ્યમય રીતે ગુમ છે. પરિવારની ફરિયાદ બાદ આખો મામલો સામે આવ્યો. શારજાહ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!

Sharjah murder case: કર્ણાટકના ઉડુપી જિલ્લાના એક વ્યક્તિની યુએઈના શારજાહમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુલાઈ મહિનામાં બનેલી આ ઘટનામાં મૃતકનું શરીર 9 ટુકડાઓમાં વહેંચાયેલું મળી આવ્યું હતું. આ ગુનાની વિગતો લગભગ બે મહિના પછી ત્યારે બહાર આવી જ્યારે પરિવારજનોએ તેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ રહસ્યમય હત્યા કેંડમાં મૃતકની પત્ની અને તેમનો કિશોર પુત્ર પણ ઘટના બાદથી ગુમ છે.

ઓમાન જતા રસ્તે કારમાંથી મળી આવ્યો મૃતદેહ

કર્ણાટકના ઉડુપીના વતની એલ્વિન પ્રકાશ કુંડરની જુલાઈમાં હત્યા કરવામાં આવી હતી અને તેમનો મૃતદેહ ઓમાન તરફ જતા રસ્તે પાર્ક કરેલી એક કારમાંથી મળી આવ્યો હતો. મૃતકના ભાઈના જણાવ્યા અનુસાર, પ્રકાશના શરીરને 9 ટુકડાઓમાં કાપીને બે અલગ-અલગ બેગમાં પેક કરવામાં આવ્યું હતું.

પત્ની અને પુત્ર પણ રીતે લાપતા

પ્રકાશની હત્યા બાદ તેમની પત્ની ટીના કુંડર અને તેમનો ધોરણ 10માં અભ્યાસ કરતો કિશોર પુત્ર શંકાસ્પદ રીતે ગાયબ છે. અહેવાલો અનુસાર તેઓ શારજાહ છોડીને સંભવતઃ ભારત પરત ફર્યા હોઈ શકે છે, પરંતુ તેમનું હાલનું ઠેકાણું કે આ હત્યા સાથે તેમનો કોઈ સંબંધ છે કે નહીં તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્રકાશ છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર નોકરી કરતા હતા અને પોતાની પત્ની તથા પુત્ર સાથે યુએઈમાં રહેતા હતા. પત્ની ટીના પણ ઉડુપીના જ વતની છે અને શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા હતા.

ખોટા મેસેજથી ખુલી મિસ્ટ્રી અને પાસપોર્ટ તપાસ

જુલાઈની આસપાસ પ્રકાશનના ભાઈ અનિલ પ્રશાંતે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રકાશે ફોન ન ઉપાડીને માત્ર એવો ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો કે તે એકદમ મજામાં છે. સામાન્ય રીતે પ્રકાશ હંમેશાં વોઈસ મેસેજ દ્વારા જ વાત કરતા હોવાથી પરિવારને શંકા ગઈ હતી. અઠવાડિયા પછી ફરી ફોન કરવા પર જવાબ ન મળતા ભાઈએ શારજાહમાં રહેતા પ્રકાશના સહાધ્યાયી મનોહરનો સંપર્ક કર્યો હતો.

કંપની દ્વારા આપવામાં આવેલા ફ્લેટ પર તપાસ કરતાં ચોકીદારે પ્રકાશ ભારત ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ ભાઈ અનિલ દ્વારા સત્તાવાર તપાસની માંગણી કરાતા પાસપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો, જે મુજબ પ્રકાશ શારજાહમાં જ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

હત્યાના કારણ અને શંકાસ્પદોની તપાસ ચાલુ

શોધખોળ દરમિયાન ઓમાન તરફના રસ્તે ઊભેલી એક કારમાંથી પ્રકાશનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ મૃતદેહને 9 ટુકડામાં વહેંચીને બેગમાં મૂકવામાં આવ્યો હતો. શારજાહના અધિકારીઓ દ્વારા આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કે હત્યાનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પત્ની ટીનાની સંડોવણી અંગે પણ હાલ માત્ર અટકળો જ છે અને કોઈ પુષ્ટિ થયેલી માહિતી નથી.

પરિવાર દ્વારા મદદની અપીલ અને પોલીસ કાર્યવાહી

ઘટના બાદ મૃતકના ભાઈ અનિલે ઉડુપીના પોલીસ અધિક્ષકને મળીને આ કેસમાં સહાયતા માટે રજૂઆત કરી છે. પરિવાર યુએઈમાં કાનૂની પ્રક્રિયા પૂરી થવાની રાહ જોઈ રહ્યો છે જેથી પ્રકાશના પાર્થિવ દેહને ભારત પાછો લાવી શકાય. તેમજ ઉડુપી પોલીસે પણ શારજાહ સત્તાવાળાઓ તરફથી સત્તાવાર સંદેશાવ્યવહારની રાહ જોઈ રહી છે.