અમેરિકામાં મોટી દુર્ઘટના, મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

F-16 Crashes: અમેરિકાના મિશિગનમાં ગુરુવારે ટ્રેનિંગ મિશન દરમિયાન અમેરિકન વાયુસેનાનું F-16 ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે વિમાનમાં સવાર પાયલટે સમયસૂચકતા વાપરીને ક્રેશ થાય તે પહેલાં જ ઈજેક્શન કરી લીધું હતું અને પેરાશૂટની મદદથી સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમને ઈલાજ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ક્યાં અને કેવી રીતે બની ઘટના?
આ દુર્ઘટના મિશિગનના ગ્રૅન્ડ ટ્રેવર્સ કાઉન્ટીના ગ્રામીણ વિસ્તારમાં બ્લેયર ટાઉનશીપ પાસે થઈ હતી. આ F-16 વિમાન ટેક્સાસ એર નેશનલ ગાર્ડની 149મી ફાઇટર વિંગ સાથે જોડાયેલું હતું અને મિશિગનમાં ચાલી રહેલા નિયમિત ટ્રેનિંગ મિશનનો હિસ્સો હતું. આ ટ્રેનિંગ અલ્પેલા સ્થિત નેશનલ ગાર્ડના કૉમ્બેટ રેડીનેસ ટ્રેનિંગ સેન્ટર સાથે જોડાયેલી હતી. જોવામાં આવી હતી.
પક્ષી સાથે અથડાવાની આશંકા
આ દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ એર ટ્રાફિક કંટ્રોલ સાથેની રેડિયો વાતચીતના આધારે વિમાન પક્ષી સાથે અથડાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. F-16ના ઈમરજન્સી પાવર સિસ્ટમમાં 'હાઇડ્રાજિન' નામના ઝેરી રસાયણનો ઉપયોગ થતો હોવાથી, શરૂઆતમાં લોકોને ઘરમાં રહેવાની અને બાદમાં ક્રેશ સાઈટની આસપાસ એક માઈલના ઘેરાવામાં વિસ્તાર ખાલી કરવાનો આદેશ અપાયો હતો. રાહત અને બચાવ ટીમો દ્વારા સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સદનસીબે જમીન પર અન્ય કોઈ વ્યક્તિના ઘાયલ થયાના અહેવાલ નથી.




