World

રશિયા-બ્રિટન વચ્ચે ટેન્શન વધ્યું, સ્ટાર્મરની ધમકી છતાં 98 રશિયન જહાજ ઈંગ્લિશ ચેનલમાંથી પસાર

By GS Team
30 Apr 20262 mins read
TukuTouch Logo
બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે રશિયાના શેડો ફ્લીટના કાફલો તેમના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થયો તો તેની સામે કાર્યવાહી કરવા ધમકી આપી હતી. હવે તેમની આ ધમકી છતાં રશિયન જહાજ જાણે તેની પરવા જ કરતાં ન હોય તેમ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. તેમની આ ધમકી પછી 98 રશિયન જહાજ પસાર થઈ ગયા છે. બ્રિટનની નૌકાદળ ક્ષમતા મર્યાદિત હોવાથી કાર્યવાહી કરી શકાઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા-બ્રિટન વચ્ચે ટેન્શન વધ્યું, સ્ટાર્મરની ધમકી છતાં 98 રશિયન જહાજ ઈંગ્લિશ ચેનલમાંથી પસાર

Russia and UK Tension : બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે રશિયાના શેડો ફ્લીટના કાફલો તેમના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થયો તો તેની સામે કાર્યવાહી કરવા ધમકી આપી હતી. હવે તેમની આ ધમકી છતાં રશિયન જહાજ જાણે તેની પરવા જ કરતાં ન હોય તેમ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. તેમની આ ધમકી પછી 98 રશિયન જહાજ પસાર થઈ ગયા છે. બ્રિટનની નૌકાદળ ક્ષમતા મર્યાદિત હોવાથી કાર્યવાહી કરી શકાઈ નથી. 

સ્ટાર્રમરની ધમકી છતાં પણ બ્રિટનના દરિયાઈ ક્ષેત્રમાંથી પસાર થતાં રશિયન જહાજોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. સ્ટારમરે ૨૫ માર્ચના રોજ આપેલી ચેતવણીનના મહિનાના સમયગાળામાં કમસેકમ 98 રશિયન જહાજ બ્રિટિશ દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ ગયા છે, જે પહેલા ત્રણ મહિનાની સરેરાશ બરાબર છે.

અત્યાર સુધી આ જહાજોમાંથી કોઈના પર કબ્જો કરવાની કે તેને રોકવાની કે સકંજામાં લેવાની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. 

શેડો ફ્લીટ તે જહાજોનું નેટવર્ક કહેવાય છે જે સામાન્ય રીતે પ્રતિબંધો, દેખરેખ  અને આંતરરાષ્ટ્રીય નિયમોથી બચીને ઓઇલ, ગેસ કે અન્ય સામાનનું પરિવહન કરવા ઉપયોગમાં લેવાય છે. આ જહાજો કોઈપણ દેશ કે કંપની સાથે જોડાયેલા દેખાતા ન હોવાથી તેને શેડો ફ્લીટ કહેવાય છે. રશિયા- યુક્રેન યુદ્ધમાં પશ્ચિમી પ્રતિબંધોથી બચવા આ જહાજોનો ઉપયોગ કરી રહ્યું છે.

એલએસઇજી ટ્રેકિંગ ડેટા મુજબ 63 જહાજ ઇંગ્લિશ ચેનલના રસ્તાથી બ્રિટનના દરિયાકિનારાથી 12 નોટિકલ માઇલની અંદરથી પસાર થયા. તે બાલ્ટિક સાગર અને દક્ષિણ યુરોપ વચ્ચેનો સીધો સમુદ્રી માર્ગ છે.

આ સિવાય 35 જહાજ બ્રિટનના એકસ્લુઝિવ ઝોન ઇઇઝેડમાંથી પસાર થયા, જે દરિયા કિનારાથી 200 નોટિકલ માઇલ સુધી ફેલાયેલા છે. 

આમાના મોટાભાગના જહાજ ઉત્તર સ્કોટલેન્ડથી આસપાસથી પસાર થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે ફ્રાન્સ, બેલ્જિયમ અને સ્વીડન જેવા ઘણા યુરોપીયન દેશોએ રશિયન શેડો ફ્લીટને રોક્યા છે અથવા પકડયા છે. એક સમયે વિશ્વનું સૌથી મોટું નૌકાદળ ધરાવતું બ્રિટન આજે બહું જ નાનું નૌકાદળ ધરાવે છે. આ સિવાય તેની પાસે મજબૂત તટરક્ષક દળ પણ નથી. આના કારણે રશિયન જહાજો તેની ધમકીને ગણકારતા નથી. બ્રિટનના ભાવિ માટે આ ઘણી ચિંતાજનક બાબત છે.