મોજતબા ખામેઇની 90 ટકા તો ખતમ થઇ ગયો છે : ટ્રમ્પનો ધડાકો : અમેરિકાએ ઇરાન ઉપર ફરી હુમલા શરૂ કરી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૉશિંગ્ટન: પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાને તેનાં સૈન્યના નેતાઓ ગુમાવી દીધા છે. ઇસ્લામિક રીપબ્લિકના ટોપ કમાન્ડર્સ અમેરિકા ઇઝરાયલ હુમલામાં માર્યા ગયા છે. તેટલું જ નહીં પરંતુ તેમના જન્નત નશીન નેતા આયાતોલ્લાહ અલિ ખામેનીના પુત્ર મોજતબા ખામેની ૯૦ ટકા માર્યો ગયો છે. તેમની પાસે નથી નેવી કે નથી એરફોર્સ બધું જ ખતમ થઇ ગયું છે. એન્ટી એરક્રાફ્ટ ગન્સ પણ ખતમ છે. નેતાઓ માર્યા ગયા છે. શ્રેષ્ઠનેતાઓ પણ માર્યા ગયા છે. ટ્રમ્પે ફોક્સ ટીવીને સોમવારે આપેલા ઇન્ટરવ્યુમાં આ ધડાકો કર્યો હતો.
તે સર્વવિદિત છે કે ૨૮મી ફેબુ્રઆરીએ ઇઝરાયલ અમેરિકાએ કરેલા સંયુક્ત હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા, આયાતોલ્લાહ અલિ ખામેઇની માર્યા ગયા પછી તેમના પુત્ર મોજતબાને સુપ્રીમ લીડર પદે નિયુક્ત કરાયા હતા. પરંતુ સર્વોચ્ચ નેતા તરીકેની તેઓની વરણી થયા પછી તેઓ હજી સુધી એકવાર પણ જાહેરમાં દેખાયા નથી. તેથી તેઓ જીવે છે કે નહીં તે વિષે પણ શંકાઓ ઉપસ્થિત થઇ છે.
પ્રમુખ ટ્રમ્પે આ નિવેદન તેવે સમયે કર્યું છે કે જ્યારે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર થતાં આવતાં જતાં તમામ જહાજો ઉપર ૨૦ ટકા જેટલો સંરક્ષણ કર લગાવવા નિર્ણય કર્યો છે.
જો કે આ ઇન્ટરવ્યુ દરમિયાન ઇરાનના પૂર્વ નેતા જેઓ ૧૯૮૯માં નિધન પામ્યા હતા. તેમની અને આયાતોલ્લાહ અલિ ખામેઇની વચ્ચે થોડી ગડમથલમાં પડી ગયા હતા.
આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે વોશિંગ્ટને હોર્મુઝ ઉપર ઘેરાબંધી ફરી કરવાનો હુક્મ આપ્યા પછી માત્ર થોડા કલાકે જ ઇરાન ઉપર ફરી પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી છે. આ સાથે તેમણે તેમ પણ કહ્યું છે કે હોર્મુઝમાં આવતાં જતાં જહાજો ઉપર અમેરિકા ૨૦ ટકા જેટલો સલામતી કર લગાડવા વિચારે છે.
અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડે ઇરાનની તમામ કોસ્ટલ ડીફેન્સ સીસ્ટીમ્સ ઉપર મિસાઇલ સાઇટ્સ ઉપર તથા ડ્રોન હેવીલીટીઝ અને મેરીટાઈમ એસેટ્સ ઉપર મિસાઇલ્સ તથા એર ફોર્સથી હુમલા શરૂ કરી દીધા છે. તેમાં અબુ મુસા , બંદર અબ્બાસ, બુશાયર, ચાબહાર જાસ્ક સમાવિષ્ટ છે. આ હુમલામાં એક ભારતીય નાવિક માર્યો ગયો છે. બે યુક્રેની અને છ ભારતીય નાવિકોને ઇજાઓ થઇ છે.









