World

ઈંડોનેશિયામાં 7.7ના ધરતીકંપ પછી 6.8નો ધરતીકંપ : સુનામી એલર્ટ જાહેર

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
ઇન્ડોનેશિયાના ઉત્તર-પશ્ચિમ સુમાત્રામાં 7.7 અને 6.8 તીવ્રતાના બે ભૂકંપથી હાહાકાર મચી ગયો છે. ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. સુનામીની સંભાવનાને પગલે સરકારે એલર્ટ જાહેર કરી, ફલોરેસના સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. ઈસ્ટ-નુસા તેંગ્ગારા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈંડોનેશિયામાં 7.7ના ધરતીકંપ પછી 6.8નો ધરતીકંપ : સુનામી એલર્ટ જાહેર

જાકાર્તા : ઉત્તર-પશ્ચિમ સુમાત્રામાં શનિવારે સવારે ૭.૭નો ધરતીકંપ લાગ્યા પછી માત્ર થોડા જ કલાકોમાં ૬.૮ અંકની તીવ્રતાનો ભૂકંપ થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. 'જર્મન-રીસર્ચ-સેન્ટર ફોર જીયો સાયન્સીઝ'ના જણાવ્યા પ્રમાણે શનિવારે વહેલી સવારે લાગેલા આ ભૂકંપને લીધે ઓછામાં ઓછા ૩૮નાં મૃત્યુ થયા છે, અને ૧૧ને ઈજાઓ થઈ છે તે પૈકી બેની હાલત ગંભીર છે.
આ ઉપરા-ઉપરી થયેલા ધરતીકંપોને લીધે સુનામી આવવાની પૂરી સંભાવના દેખાતાં સરકારે સુનામી એલર્ટ જાહેર કરી દીધો છે. સાથે ઉત્તર સુમાત્રાના જ ટાપુ ફલોરેસમાં સેંકડો લોકોને સમુદ્રતટથી અંદર ઉંચાઈવાળા વિસ્તારોમાં ફેરવવામાં આવ્યા છે.
ઈન્ડોનેશિયાની મીટીઓરોલોજી કલાઈમેટોલોજી એન્ડ જીયો ફીઝીક્સ એજન્સીના ડીરેક્ટર વિજયાન્તોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઈસ્ટ-નુસા તેંગ્ગારા, સાઉથ સુલાવેસી અને વેસ્ટ નુસા તેંગ્ગારા વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે. તેમજ સુનામી એલર્ટ પણ જાહેર કરી દેવાયો છે.
હોસ્પિટલ કસ્ટમર સર્વિસના અધિકારી બોતરે જણાવ્યું હતું કે બધું અચાનક જ બની રહ્યું. બધું જ ધુ્રજવા લાગ્યું. હાલવા લાગ્યું. પેશન્ટસ પણ નાસવા લાગ્યા. દિવાલોમાં તિરાડો પડતી દેખાતી હતી.
ઈન્ડોનેશિયા અને આસપાસના વિસ્તારોમાં ધરતીકંપો સામાન્ય છે કારણ કે તે પેસિફિકની રિંગ ઓફ ફાયર વિસ્તારમાં છે. તે ચીલીથી શરૂ કરી દ. અમેરિકાના તટથી ઉત્તર અમેરિકાના તટ ઉપર થઈ કપુરાઈલા ટાપુઓથી જમીનમાં ઉતરે છે. ત્યાંથી તેનો ફાંટો ઈન્ડોનેશિયામાં જાય છે ત્યાંથી ઓસ્ટ્રેલિયાની પૂર્વે અને ન્યુઝીલેન્ડમાં જાય છે.
આ રિંગ ઓફ ફાયરમાં ઈન્ડોનેશિયા આવેલું હોય ત્યાં વારંવાર ધરતીકંપો થાય છે જવાળામુખીઓ પણ ફાટે છે.