World

નેપાળ-તિબેટમાં ઘોડાપૂર પછી દક્ષિણ-પશ્ચિમ ચીનના સિયુમાન પ્રાંતમાં 5.1નો ભૂકંપ

By GS Team
28 Aug 20263 mins read
TukuTouch Logo
નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં 460થી વધુ લોકોના મોત થયા છે. તિબેટમાં ડેમ ફાટતા નેપાળમાં વિનાશ વ્યાપ્યો હતો. ચીનના સિચુયાન પ્રાંતમાં 5.1નો ભૂકંપ પણ આવ્યો. નેપાળે ચીન પર પૂરની માહિતી ન આપવાનો આરોપ મૂક્યો, જેનાથી બચાવકાર્યમાં વિલંબ થયો. ભારતે નેપાળને તાત્કાલિક સહાય મોકલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળ-તિબેટમાં ઘોડાપૂર પછી દક્ષિણ-પશ્ચિમ ચીનના સિયુમાન પ્રાંતમાં 5.1નો ભૂકંપ
  • નેપાળમાં આવેલા પૂર અંગે ચીન-નેપાળ વચ્ચે ચકમક ઝરી
  • શુક્રવારે બપોરે ૧.૧૩ કલાકે (સ્થાનિક સમય પ્રમાણે) લોંગા-ચાંગમાં આવેલા આ ભૂકંપને લીધે જાન-માલની નુકશાની થઈ હશે પરંતુ સરકારે જાહેર કરી નથી

નવી દિલ્હી : ૪૬૦થી વધુના જાન લેનારો તિબેટ અને નેપાળમાં આવેલાં ઘોડાપૂર પછી ચીનના દક્ષિણ-પશ્ચિમના સિચુયાન પ્રાંતમાં શુક્રવારે બપોરે ૧.૧૩ કલાકે (સ્થાનિક સમય પ્રમાણે) ૫.૧નો ભૂકંપ હતો. પરંતુ ચીનની સરકારે તે ભૂકંપને લીધે થયેલી જાન-માલની નુકસાનીની વિગતો જાહેર કરી નથી.
ચાયના અર્થક્વેક નેટવર્કસ સેન્ટર (સીઈએનસી)એ જણાવ્યું હતું કે આ ભૂકંપનું કેન્દ્ર માત્ર ૧૩ કી.મી. જ ઊંડું હતું. સહજ છે કે આટલી ઓછી ઊંડાઈએ થયેલા ધરતીકંપની ઘેરી અસર થઈ જ હોય, પરંતુ ચીનની સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
ચીનની સરકારી સમાચાર સંસ્થા ઝન-હુઆ આ માહિતી આપતાં વધુમાં જણાવે છે કે, તિબેટમાં પણ એકાએક પ્રચંડ પૂરો (ઘોડાપૂર) આવતાં સત્તાવાળોએ બચાવ કર્મીઓને બચાવ કાર્ય પડતું મુકી નદી તટથી ૧ કીલોમીટર દૂર ચાલ્યા જવા જણાવ્યું હતું. સાથે તેમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી નદીથી ૧ કી.મી. દૂર ઉંચાઈવાળા ભાગોમાં પહોંચી જવું.
સહજ છે કે આ સંજોગોમાં તિબેટમાં બચાવ કાર્ય થંભી ગયું છે. માત્ર બચાવકર્મીઓ જ નહીં પરંતુ પરિસ્થિતિનું સ્પષ્ટ આંકલન કરવા માટે ત્યાં મોકલેલી એસ્પર્ટસની ટીમને પણ નદી તટથી ૧ કી.મી. દૂર ઊંચાઈવાળા વિસ્તારમાં પહોંચી જવા મેસેજ મોકલી દેવાયા છે.
ચીને હજી નેપાળમાં કોઈ સહાય મોકલી નથી. દરમિયાનમાં આ ઘોડાપૂર અંગે ચીન અને નેપાળ વચ્ચે ચકમક ઝરી રહી છે. ચીન તરફથી હજી કોઈ સહાય તો મળી નથી. તેવામાં નેપાળે ચીન ઉપર આક્ષેપ મુક્યો છે કે આ કટોકટી (અણચિંત પૂર ઘોડાપૂર)ની ચીનને માહિતી મળી જ ગઈ હતી, છતાં તેણે નેપાળને ચેતવ્યું નહીં કે તિબેટમાં આવેલા પ્રચંડ પૂરના ખાલી નેપાળમાં પણ ફરી વળશે. જો ચીને તે ચેતવણી આપી હોત તો પૂરનાં પાણી તિબેટમાંથી નેપાળમાં પહોંચે તેના ૩ થી ૪ કલાકના ગાળામાં નેપાળ બચાવ માટેની તૈયારીઓ શરૂ કરી શકતું અને નુકસાનીથી બચી શકત. ઓછામાં ઓછું નુકસાની ઘટાડી તો શકત જ. જોકે ચીને આ આક્ષેપ ફગાવી દેતાં કહ્યું હતું કે બંને દેશોએ સહકારથી કામ કરી બચાવ કાર્યમાં વ્યસ્ત થવું જોઈએ.
દરમિયાન નેપાળી પોલીસે જણાવ્યું હતું કે અમને હમણાં જ ખબર મળ્યા છે કે તિબેટમાં એક મોટો ડેમ ફાટયો છે તેથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું તેટલું જ નહીં પરંતુ આર્મીના જવાનોને પણ બોલાવ્યા હતા અને સંભવિત પૂર વિસ્તાર આસપાસના નાગરિકો પણ અમોને સાથ આપી રહ્યા હતા, ત્યાં તો હૂડૂડૂડૂ કરતો પ્રચંડ જળ પ્રવાહ ધસી આવ્યો. સૌ કોઈને ઉંચાણવાળા ભાગોમાં જવા સિવાય બીજો માર્ગ જ નહતો, પૂરોએ તબાહી વેરી નાખી. ૪૬૮ તો પૂરોમાં તણાય ગયા પરંતુ તે આંક ૧૦૦૦થી પણ ઘણો ઉપર જાય તેમ છે. અસંખ્ય ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. નેપાળમાં તો વિનાશનું મંજર વ્યાપી ગયું છે. ચીને જો ત્રણ કલાક જ વહેલી ખબર મોકલી હોત તો આ વિનાશ ઓછો તો કરી જ શકાત, નાગરિકોના જીવ બચાવી શકાત.
દરમિયાન ભારતની બચાવ ટુકડીઓ અને જરૂરી તમામ સામગ્રીઓ લઈને બે વિશાળ પ્લેન નેપાળ પહોંચી ગયા છે.