World

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યની હત્યા : તદ્દન નિર્દોષ કુટુંબને ખતમ કરાયું

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશના રંગપુરમાં એક હિન્દુ પરિવારના 4 સભ્યોની ગળું દબાવી હત્યા કરાઈ છે. નિવૃત્ત શિક્ષક ગણપતિ ચક્રવર્તી (64), તેમનાં પત્ની પ્રીતિલતા (60), પુત્રી આગામી (23) અને પુત્ર પ્રિયમ્ (12)ના મૃતદેહ ઘરમાંથી મળ્યાં. શુક્ર-શનિવારની રાત્રે આ ઘટના બની. લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. આ ઘટનાએ દેશમાં આઘાતની લાગણી ફેલાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યની હત્યા : તદ્દન નિર્દોષ કુટુંબને ખતમ કરાયું

ઢાકા, રંગપુર (બાંગ્લાદેશ) : બાંગ્લાદેશમાં એક હિન્દુ પરિવારના ચાર લોકોની હત્યા કરાયાના સમાચારે દેશમાં આઘાતની લાગણી ફેલાવી દીધી છે. હત્યા કરાયેલાઓમાં એક નિવૃત્ત શિક્ષક ગણપતિ ચક્રવર્તી (૬૪), તેઓનાં પત્ની પ્રીતિલતા ચક્રવર્તી (૬૦), તેમનાં પુત્રી આગામી ચક્રવર્તી (૨૩) અને તેમના પુત્ર પ્રિયમ્ ચક્રવર્તી (૧૨) હોવાનું જાણવા મળ્યું છે. તેઓની શુક્ર-શનિવાર વચ્ચેની રાત્રે ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. સાથે તેઓનાં ઘરની ચીજવસ્તુઓ અહીં-તહીં ફેલાયેલી પોલીસને જોવા મળી છે. તેમના કબાટો પણ ખુલ્લાં જોવા મળ્યાં છે.
રવિવારે સવારે પણ ઘરનું બારણું બંધ જોતાં પાડોશી લોકોએ ઘણો સમય ખખડાવ્યું હતું છતાં અંદરથી જવાબ ન મળતાં પોલીસ બોલાવી પંચની હાજરીમાં ઘરનું બારણું તોડી પોલીસ અને પાડોશીઓ અંદર જતાં ચારે વ્યક્તિઓની લાશો જોઈ સૌ હેબતાઈ ગયા હતા.
શિક્ષક ગણપતી ચક્રવર્તીનો મૃતદેહ ઉપર જતી છત ઉપર મળી આવ્યો હતો. જ્યારે પુત્રનો મૃતદેહ એક સોફાની નીચે મળી આવ્યો હતો.
પોલીસનું અનુમાન છે કે આ ઘટના લૂંટફાટ માટે કરાઈ હોવાનો દેખાવ કરવા માટે હત્યારાઓએ કબાટો તોડયાં હશે. ટેબલના ખાના પણ ફેંફોળ્યા હશે.
વાસ્તવિકતા તે છે કે તે સમયનાં પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર કરી બાંગ્લાદેશની રચના કરવા માટે જ્યારે તેના જ લોકોએ વિપ્લવ કરી બંગવાહીની (બંગ-સેના) રચી ત્યારે તેમણે ભારતની સહાય માગી હતી. ભારતે સૈન્ય મોકલ્યું તેના ૬૦૦૦ જવાનો શહીદ થયા તેમાં મોટાભાગના હિન્દુઓ હતા.
હવે તારિક રહેમાન પાકિસ્તાનનાં નેતૃત્વ નીચેનાં ઇસ્લામીક સ્ટેટમાં જોડાવા માગે છે. પાકિસ્તાન અને ચીનની મદદ પણ લે છે.
ભારતીય જવાનોની શહીદી ભૂલી જવાઈ છે. કૃતઘ્નતાની પરાકાષ્ટા બાંગ્લાદેશ ઓળંગી ગયું છે.