World

ટેકનોલોજીએ સર્જ્યો ચમત્કાર ! 13 વર્ષની માસૂમ બાળકી 45 વર્ષની મહિલા બનીને પાછી ફરી

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
સમય જાય તે તેમ તેમ ઘણી યાદો ધૂંધળી થઈ જતી હોય છે, પરંતુ એરિઝોનાના એક પરિવાર માટે છેલ્લા 32 વર્ષ જાણે એક પળમાં થંભી ગયા હતા. વર્ષ 1994ની એ બપોર, જ્યારે 13 વર્ષની એક માસૂમ દીકરી ઘરની બહાર નીકળી હતી, તે છેક 2026માં એટલે કે 11,680 દિવસો પછી જીવિત મળી આવી છે. આ વાર્તા છે ક્રિસ્ટિના મેરી પ્લાન્ટની, જે 13 વર્ષની વયે ગુમ થઈ હતી અને હવે 45 વર્ષની વયે પરત ફરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેકનોલોજીએ સર્જ્યો ચમત્કાર ! 13 વર્ષની માસૂમ બાળકી 45 વર્ષની મહિલા બનીને પાછી ફરી

Christina Marie Plante : સમય જાય તે તેમ તેમ ઘણી યાદો ધૂંધળી થઈ જતી હોય છે, પરંતુ એરિઝોનાના એક પરિવાર માટે છેલ્લા 32 વર્ષ જાણે એક પળમાં થંભી ગયા હતા. વર્ષ 1994ની એ બપોર, જ્યારે 13 વર્ષની એક માસૂમ દીકરી ઘરની બહાર નીકળી હતી, તે છેક 2026માં એટલે કે 11,680 દિવસો પછી જીવિત મળી આવી છે. આ વાર્તા છે ક્રિસ્ટિના મેરી પ્લાન્ટની, જે 13 વર્ષની વયે ગુમ થઈ હતી અને હવે 45 વર્ષની વયે પરત ફરી છે.

પાછા ફરતા 32 વર્ષ લાગ્યા

1994ના મે મહિનાના એ દિવસે 13 વર્ષની નીલી આંખો અને સોનેરી વાળ ધરાવતી ક્રિસ્ટિનાએ તેની માતાને કહ્યું હતું કે તે ઘરની નજીકના અસ્તબલમાં તેના મનપસંદ ઘોડાને જોવા જઈ રહી છે. સફેદ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને ગયેલી ક્રિસ્ટિના ગણતરીની મિનિટોમાં પાછી આવવાની હતી, પરંતુ તે મિનિટોને પાછા ફરતા 32 વર્ષ લાગી ગયા.

મિસિંગ પોસ્ટરો પણ લગાવાયા હતા

ક્રિસ્ટિના પરત ન આવતા આખા શહેરમાં હડકંપ મચી ગયો હતો. તેની માસૂમિયત ધરાવતા 'મિસિંગ' પોસ્ટરો ઠેર-ઠેર લાગ્યા, નેશનલ ડેટાબેઝમાં નામ નોંધાયું, પરંતુ કોઈ સુરાગ મળ્યો નહીં. પોલીસે તેને શંકાસ્પદ અપહરણનો કેસ ગણાવ્યો હતો, છતાં ફાઈલો ધૂળ ખાતી રહી અને તપાસ અધિકારીઓ બદલાતા રહ્યા.

આ પણ વાંચો : ‘ટ્રમ્પ, પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળ્યા છીએ’, ઈરાને અમેરિકન પ્રમુખની ઉડાવી મજાક

2026માં ટેકનોલોજીએ આપ્યો સુખદ અંત

જિલ્લા કાઉન્ટી શેરિફ ઓફિસે આ કેસ ક્યારેય બંધ કર્યો ન હતો. બુધવારે એક જાહેરાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે, એડવાન્સ ટેકનોલોજી અને અચાનક મળેલા એક નવા સુરાગને કારણે ક્રિસ્ટિના મેરી પ્લાન્ટની ઓળખ થઈ ગઈ છે અને તે જીવિત છે. જોકે, આ 32 વર્ષ સુધી તે ક્યાં હતી, કઈ હાલતમાં હતી અને તેને કોણે રોકી રાખી હતી, તેવા સવાલોના જવાબ હજુ સુરક્ષા અને પ્રાઈવસીના કારણોસર જાહેર કરવામાં આવ્યા નથી.

બદલાયેલી દુનિયા અને અધૂરા સવાલો

જે બાળકી રમકડાં અને ઘોડાઓ સાથે રમતી હતી, તે આજે 45 વર્ષની પરિપક્વ મહિલા બનીને સામે આવી છે. તેના માટે દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જે ઘોડો જોવા તે ગઈ હતી તે કદાચ હવે દુનિયામાં નથી, પરંતુ પરિવાર માટે સૌથી મોટી રાહત એ છે કે તેમની દીકરી સલામત છે. શું તે કોઈના કબજામાં હતી? કે શું તેણે પોતે પોતાની ઓળખ છુપાવી હતી? આ સવાલોના જવાબ ભવિષ્યમાં તપાસમાં બહાર આવશે, પરંતુ અત્યારે તો સ્ટાર વેલીની આ દીકરી 32 વર્ષે પોતાના ઘરના સરનામે પરત ફરી છે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે જર્મની સરકારનો મોટો નિર્ણય, યુવાઓેના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ, જાણો મામલો