પાકિસ્તાનની હોસ્પિટલમાં 15 નવજાત શિશુ આગમાં ભડથું : એસી ફાટતાં આગ લાગી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઈસ્લામાબાદની પાકિસ્તાન ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝના ગાયનેકોલોજી વોર્ડમાં આગ લાગતા ૧૬માંથી ૧ બાળકને બચાવી શકાયું
ઈસ્લામાબાદ : પાકિસ્તાનનાં પાટનગર ઈસ્લામાબાદમાં એક ગમખ્વાર દુર્ઘટના બની છે. અહીંની 'પાકિસ્તાન ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝ' (પીઆઈએમએસ)ના ગાયનેકોલોજી વોર્ડમાં આગ લાગતાં ઓછામાં ઓછાં ૧૫ બાળકો આગમાં ભડથું થઈ ગયા. પાકિસ્તાનનાં 'જીયો-ન્યૂઝ'ના રીપોર્ટ પ્રમાણે જાણવા મળે છે કે તે દુર્ઘટના સમયે વોર્ડમાં ઓછામાં ઓછાં ૧૬ નવજાત શિશુ હતાં, તે પૈકી માત્ર એકને જ બચાવી લેવામાં આવ્યું હતું. આગ એરકન્ડીશ્નર ફાટતાં લાગી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
જોકે આગ લાગ્યા પછી તુર્તજ લાઇબંબાવાળાને બોલાવતાં આગને તો કાબુમાં લઈ શકાઇ હતી પરંતુ તે દરમિયાન તો પેલાં બાળકો જન્નત-નશીન થઈ ગયા હતા.
પાકિસ્તાનનું અગ્રીમ અખબાર 'ડોન' જણાવે છે કે પીઆઈએમએસના પ્રવકતા ડો. અનીજા જલીલે પત્રકારોને કહ્યું હતું કે સવારના સાત વાગે હોસ્પિટલના આ વોર્ડમાં આગ લાગવી શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાની તપાસ માટે એડીશનલ ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસની અધ્યક્ષતા નીચે તપાસ સમિતિ રચવામાં આવી છે.
આ તે જ હોસ્પિટલ છે કે જ્યાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પણ તપાસ માટે અર્ધી રાત્રે લઈ જવામાં આવ્યા હતા.
એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે આ હોસ્પિટલનું નામ જ મોટું છે પરંતુ ત્યાં પૂરતી સુવિધાઓ નથી.




