Int ane Imarat

પુસ્તકોની દુનિયામાં આવી રહેલી ત્સુનામી

By GS Team
20 Aug 20267 mins read
TukuTouch Logo
AI કંપનીઓ દ્વારા 'ડિસ્ટ્રક્ટિવ બુક સ્કેનિંગ' પદ્ધતિથી પુસ્તકોનો વિનાશ થઈ રહ્યો છે. જાણીતા ગ્રંથોથી સસ્તી પેપરબેક સુધીની તમામ નકલો ખરીદી, તેને તોડી પાડી ઝડપથી ડિજિટાઈઝ કરવામાં આવે છે. પુસ્તકની સ્પાઈન કાપી, પાના સ્કેન કરી, પછી કાપી કે રિસાયકલ કરાય છે. આ માહિતી AI મોડેલોને તાલીમ આપવા વપરાય છે, જેથી પુસ્તકોનું ભૌતિક અસ્તિત્વ નષ્ટ થઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પુસ્તકોની દુનિયામાં આવી રહેલી ત્સુનામી
  • પુસ્તકો વિદાય લેશે, તો માનવસંવેદના જીવિત રહેશે ખરી ?
  • રે બ્રેડબેરી
  • મૌત કી નિંદ તક અબ હમેં જાગના હોગા,
    યહી હૈ નસીબ અપના, સિતારોં તુમ સો જાઓ.
  • AI 'ડિસ્ટ્રક્ટિવ બુક સ્કેનિંગ'ની પદ્ધતિ અપનાવી રહ્યું છે. જાણીતા ગ્રંથોથી માંડીને સસ્તી પેપરબેક સુધીનાં પુસ્તકોની એક-એક નકલ નહીં, બલ્કે એ પુસ્તકની તમામ નકલો ખરીદવામાં આવે છે. પછી એ તમામ ભૌતિક પુસ્તક કાયમને માટે તોડી નાખવામાં આવે છે

૧૯૫૩માં અમેરિકન લેખક રે બ્રેડબેરીની 'ફેરનહીટ ૪૫૧' નામની સાયન્ટિફિક ફિક્શન ધરાવતી નવલકથા આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. આમેય સાયન્ટિફિક ફિક્શનમાં કરેલી ભવિષ્યની આગાહીઓ જમાને જમાને રસપ્રદ બને છે, કારણ કે એમાં ભાખેલી દુનિયા કેટલી હકીકત બની અને કેટલીક નહીં બની એની ચર્ચા કે તુલના કરવી સહુને ગમે છે અને એ રીતે આજે ભયાનક સમાજ વ્યવસ્થા, દુષ્ટ સમાજ અને મિથ્યાસૃષ્ટિને આલેખતી 'ડાયસ્ટોપિયન' સાહિત્ય પ્રકારની આ નવલકથા વધુ ચર્ચાસ્પદ બની છે. એનું ફિલ્મી :પાંતર તો થઈ રહ્યું છે, તેમ છતાં એમાં આલેખેલી ભયાનક ઘટનાઓ એક યા બીજા અર્થમાં આજે સિદ્ધ થતી લાગે છે.
વાત એવી બની હતી કે નાની ઉંમરથી પુસ્તકો પ્રત્યે અપાર લગની ધરાવનાર રે બ્રેડબેરીને કફોડી આર્થિક હાલતને પરિણામે કોલેજના અભ્યાસની તક ન મળી, પરંતુ લોસ એન્જલસ પબ્લિક લાઇબ્રેરીનાં પુસ્તકોએ એને શિક્ષણ આપ્યું. પણ એમને અફસોસ એ થતો હતો કે લાયબ્રેરીના સંચાલકો એચ.જી. વેલ્સની સાયન્ટિફિક ફિક્શન ધરાવતી અત્યંત લોકપ્રિય વૈજ્ઞાાનિક નવલકથાઓને તેઓ સાહિત્યિક માનતા નહોતા, તેથી એનો સંગ્રહ રાખતા નહીં.
એવામાં બ્રેડબેરીએ એલેક્ઝાન્ડ્રિયા લાઇબ્રેરીના વિનાશની વાત સાંભળી. હજી ઓછું હોય તેમ એની પંદર વર્ષની ઉંમરે એણે સાંભળ્યું. જર્મનીના સરમુખત્યાર હિટલરે બર્લિનની શેરીઓમાં પુસ્તકો સળગાવી દીધાં. આ સાંભળીને બ્રેડબેરી ભયભીત થઈ ગયો અને એ જ રીતે સરમુખત્યાર જોસેફ સ્ટાલિનના દમન દરમિયાન પુસ્તકો નહીં, પણ લેખકોની ધરપકડ કરવામાં આવી અને એમાંથી કેટલાકને ફાંસી આપવામાં આવી અને તેઓ ગર્વભેર કહેતા હતા કે, 'અમે પુસ્તકોને બદલે લેખકોને જ બાળી નાખ્યા'.
એમાંથી બ્રેડબેરીને વિચાર જાગ્યો કે અમેરિકામાં પણ આવી રીતે પુસ્તકો બાળવામાં આવશે તો શું થશે? બ્રેડબેરીએ ૧૯૪૭ અને ૧૯૪૮ની વચ્ચે 'બ્રાઈટ ફોનિક્સ' નામની વાર્તા લખી હતી, જેમાં એક ગ્રંથપાલ પુસ્તકોને બાળી નાખવાની ઘટનાનો સામનો કરે છે. એવી જ રીતે રાત્રીના સમયે પોલીસ દ્વારા નાગરિકને હેરાન કરીને એને અટકાયતમાં લેવામાં આવે છે એને 'પેડેસ્ટ્રીયન' નામની વાર્તામાં આલેખી અને પછી એના પર એણે 'ફેરનહીટ ૪૫૧' નામની કાલ્પનિક વિજ્ઞાાનકથા લખી.
અમેરિકા અને અન્ય દેશોની શાળાઓમાં એના પર સેન્સરશીપ લાદવામાં આવી. તો બીજી બાજુ એનું ઓડિયો બુક સંસ્કરણ સન્માનિત થયું હતું. આ નવલકથાને ફિલ્મ, નાટક અને વીડિયો ગેમ્સમાં :પાંતરિત કરવામાં આવી. આ નવલકથામાં મોન્ટાગ નામનું મુખ્ય પાત્ર એ ફાયરમેન છે. એ પુસ્તકોની માલિકી અને વાંચન પર પણ પ્રતિબંધ મુકતા કાયદાનો અમલકર્તા છે. એક સમયે એ પુસ્તકો પરના પ્રતિબંધ માટે લડે છે. 'ફેરનહીટ ૪૫૧'માં ગ્રંથો બાળવાની ઘટના આજે પણ એક જુદા અર્થમાં સાકાર થઈ રહી છે.
આ નવલકથામાં એક એવા સમાજની વાત છે કે જે સ્વેચ્છાએ અને આતુરતાથી પોતાના વિનાશને પ્રોત્સાહન આપે છે. લગભગ બધી ઈમારતો અગ્નિરોધક સામગ્રીથી બનાવવામાં આવતી હોવાથી ટેકનોલોજીને કારણે ફાયરમેનની જ:૨ ૨હી નહીં અને સ૨કારે ફાયરમેનને સમાજના મનની શાંતિના અધિકારીઓ તરીકે નીમી દીધા. તેઓ જીવનને જટિલ બનાવતા પુસ્તકોને બાળવાં લાગ્યાં. આજે એક જુદા અર્થમાં 'ફેરનહીટ ૪૫૧' યાદ આવે છે, કારણ કે આજના વિશ્વમાં જુદી રીતે પુસ્તકોનો મહાસંહાર થઈ રહ્યો છે.
હવે તમારે એ વાત ભૂલી જવી પડશે કે તમે 'હેમલેટ' વાંચતા હો અને તમારા જીવનની વિવિધ પરિસ્થિતિઓ સાથે એનું અનુસંધાન સાધતા હો. આજેય બીજા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થવા માટે મળેલી અબ્રાહમ લિંકનના જીવનચરિત્રનું પુસ્તક મેં જતનભેર જાળવીને રાખ્યું છે, પણ હવે પછી કોઈ માતા-પિતા પણ પોતાના સંતાનોને વારસામાં પુસ્તક આપશે નહીં. આ રીતે પુસ્તક એ વ્યક્તિનો અંગત અનુભવ બનવાને બદલે માત્ર ઓનલાઇન માહિતીનો સ્ત્રોત બની રહેશે.
એક સમયે ગોવર્ધનરામની 'સરસ્વતીચંદ્ર' નામની નવલકથાએ ગુજરાતની પ્રજાને ઘેલુ લગાડયું હતું. એ પછી ઘણા સર્જકોએ પોતાનાં પાત્રો દ્વારા પ્રજાજીવનમાં ઉમદા ભાવો લાવ્યા હતા. આજે પુસ્તક વાંચતી વખતે એ 'સરસ્વતીચંદ્ર'ની ભાવનાઓ સાથે તંતુ સાધવાની વાત વિસારે પડશે. આપણા મનનાં કલ્પનાજગતમાં એની સાથે વિહાર કરવાનું શક્ય નહીં બને. કવિ ન્હાનાલાલના જયા અને જયંતનો એક સમયે ગુજરાત ૫૨ એવો પ્રભાવ હતો કે દરેક યુવાન જયંત અને દરેક યુવતી જયા બનવા ચાહતી હતી, પણ હવે તો હાથમાંથી પુસ્તક જ ચાલ્યું જશે તો હૃદય ક્યાંથી એનો અનુભવ પામશે? એમાં આલેખાયેલી ભાવનાઓ સાથે વ્યક્તિ કેટલો તાલ મેળવી શકશે? વળી, આ ગ્રંથાલયે સર્જકો અને સામાન્યજન સહુ કોઈને કેવા આનંદના દિવસો આપ્યા છે. કોઈ ગ્રંથ મળે અને હૈયું ઉછળી ઊઠે, પણ ધીરે ધીરે આ ઝડપી યુગ અનુકૂળતાઓ શોધે છે અને એની અનુકૂળતાની શોધ જ પુસ્તકાલયોની ઉપેક્ષા જ નહીં, પણ સર્વનાશમાં પરિણમશે.
'જીવીશ બની શકે તો એકલો પુસ્તકોથી' એવું કહેનાર કવિ કલાપીની ભાવના થોડા સમય બાદ કોઈને વિચિત્ર લાગે તો એની ના ન પાડી શકાય! કવિતાએ આપેલાં આશ્વાસનો હવે પુસ્તકમાંથી પ્રાપ્ત નહીં થાય. માનવજાતિનું મગજ કહેવાતા આ પુસ્તકે આપણા બૌદ્ધિક વારસાનું સંરક્ષણ કર્યું. સમાજને સંસ્કૃતિ આપી. પુસ્તકને હાથમાં રાખીને એને વાંચવાનો અનુભવ, મનગમતાં પુસ્તકમાં મૂકેલું મો૨ કે ડિઝાઇન કરેલા ચિત્રનું બુકમાર્ક અથવા તો એના જૂનાં પાનાંઓની સુગંધ એ સઘળી સ્મૃતિઓ સાવ વિસ્તૃત થઈ જશે?
પુસ્તકમાં ગમતાં વાક્યોમાં કરેલા હાઈલાઇટ્સ એ સઘળું ચાલ્યું જશે. આવી તો આપણી વેદનાની કહાની ઘણી લાંબી છે. તાજેતરમાં કોપીરાઈટની ઐસીતૈસી કરીને AI કંપનીઓ પુસ્તકોનાં ડેટાનો વિશાળ સંગ્રહ કરી એમાંથી કમાણી કરવાના ઉપાયો અજમાવવા માટે પ્રયત્નો શ: કર્યા છે. AIનું કામ જાણકારી આપવાનું છે અને એ જાણકારીના તમામ રસ્તાઓ અજમાવી રહ્યું છે.
એક બાજુ 'ડિસ્ટ્રક્ટિવ બુક સ્કેનિંગ'ની પદ્ધતિ AI અપનાવી રહ્યું છે. આને કારણે જાણીતા ગ્રંથોથી માંડીને સસ્તી પેપરબેક સુધીનાં પુસ્તકોની ખરીદી કરવામાં આવે છે. પુસ્તકની એક નકલ નહીં, બલ્કે એ પુસ્તકની તમામ નકલો ખરીદવામાં આવે છે. પછી એ તમામ ભૌતિક પુસ્તક કાયમને માટે તોડી નાખવામાં આવે છે, જેથી એનું ઝડપથી ડિજિટાઈઝેશન કરી શકાય. પુસ્તકની પીઠ અર્થાત્ એની સ્પાઈન કાપી નાખવામાં આવે છે. ત્યાર બાદ છૂટા થયેલા પાનાંઓને ઓટોમેટિક ચાલતા દસ્તાવેજ સ્કેનરમાંથી પસાર કરવામાં આવે છે. એ પછી સ્કેનિંગ પૂર્ણ થયા બાદ એ પાનાંઓને કાપી નાખવામાં આવે છે અથવા તો એને રીસાયકલ માટે મોકલવામાં આવે છે. એ પછી સ્કેન કરેલી છબીઓ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR) ટેકનોલોજીની મદદથી લખાણમાં :પાંતરિત કરવામાં આવે છે અને પછી આ રીતે તૈયાર થયેલું મશીન-વાંચન યોગ્ય લખાણ AI મોડેલોને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાય છે.
ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ જેવા દેશોમાં પુસ્તક વિક્રેતાઓ પાસેથી AI કંપનીઓ જથ્થાબંધ નહીં, પણ એક જ પુસ્તક તમામ નકલો ખરીદી રહ્યું છે. કંપનીઓ અત્યારે ઉચ્ચ ગુણવત્તાવાળો તાલીમ ડેટા તૈયાર કરી રહી છે અને તેને માટે દરેક કંપની આની પાછળ દોડ લગાવે છે.
પુસ્તકોનું ડિજિટાઈજેશન તો અગાઉ 'ગુગલબુક' કરતું હતું, પરંતુ અત્યારે એનો અને AI કંપનીઓનો હેતુ જુદો છે. એક સમયે ગુગલ બુક્સ દ્વારા પુસ્તકો ઓનલાઇન મળી શકે અને તે વાંચી શકાય તેવો હેતુ રાખવામાં આવ્યો હતો, જ્યારે અત્યારે એ પુસ્તકોને મશીન વાંચી શકે તેવા તાલીમી ડેટામાં :પાંતરિત કરવાનો આશય રાખવામાં આવ્યો છે. આથી જ કેટલીક AI કંપનીઓએ ગુજરાતી વિશ્વકોશના ડેટાની માગણી કરી છે અને એ જ બતાવે છે કે હવે ડિજિટાઇઈઝેશનના અર્થતંત્રમાં પુસ્તકોની આ નવી માગણીએ ઘણું પરિવર્તન આણ્યું છે. હવે પુસ્તક વાંચન કે સંરક્ષણ માટે નહીં, પરંતુ AI મોડેલોને તાલીમ આપવા માટે ખરીદવામાં આવે છે અને વિનાશક પદ્ધતિથી એનું સ્કેનિંગ (ડિસ્ટ્રક્ટિવ બૂક સ્કેનિંગ) થવાને કારણે એ પુસ્તકોનું ભૌતિક અસ્તિત્વ સતત નષ્ટ થઈ રહ્યું છે. આ પુસ્તકોની દુનિયામાં આવેલી ત્સુનામી નથી, તો બીજું શું છે?

પ્રસંગકથા
મને કોણે ધક્કો માર્યો?
જહાજની રેલિંગ પર એક છોકરી ઊભી હતી. એકાએક સપાટાભેર દરિયાઈ વાવાઝોડું આવ્યું. પવનના જોરને કારણે છોકરી દરિયામાં પડી ગઈ.
છોકરી પડવાની સાથે જ પાણીમાં એક બીજો માણસ કૂદી પડયો અને જ્યાં સુધી સહાયતા મળી નહીં ત્યાં સુધી પાણીમાં એ છોકરીને સાચવતો રહ્યો.
આખરે પેલી છોકરી અને એને બચાવવા કૂદી પડનાર વ્યક્તિ જહાજ પર આવ્યા ત્યારે સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. બધાને ખબર પડી કે છોકરીને બચાવવા માટે કૂદી પડનાર વ્યક્તિ એ જહાજના બધા મુસાફરોમાં સહુથી વૃદ્ધ વ્યક્તિ છે.
બધાએ વૃદ્ધને શાબાશી આપી, એમના સાહસની પ્રશંસા કરી. વૃદ્ધના માનમાં એક ભોજન સમારંભ ગોઠવવામાં આવ્યો. ભોજન પછી બધાએ વૃદ્ધને એમના સાહસ વિશે વાત કરવા વિનંતી કરી. વૃદ્ધે ઊભા થઈને કહ્યું, 'હું તો માત્ર એટલું જ જાણવા માગું છું કે મને ધક્કો કોણે માર્યો?'

  • આ વાત અમને એટલા માટે યાદ આવી કે છેક ૨૦૦૩ની ૨૦મી માર્ચથી ઈરાક અને અમેરિકા વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકાએ ઈરાક પર આક્રમણ કર્યું અને હજી એનો અંત આવ્યો નથી, બલ્કે એક ગંભીર રાજકીય કટોકટી અને લશ્કરી પડકાર બની રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પેલા વૃદ્ધની માફક હવે એ જાણવા ચાહતા હશે કે મને યુદ્ધ કરવા કાજે ધક્કો કોણે માર્યો? શ:આતમાં તો ઈરાનને ચપટીમાં ચોળી નાખવાનો એમનો હુંકાર રોજેરોજ હાસ્યાસ્પદ બનતો જાય છે. ઈરાનના ૫૨માણુ કાર્યક્રમને નેસ્તનાબૂદ કરવાની એમની મુરાદ તો અસફળ રહી છે. હોર્મુઝ સામુદ્રધુની હજી અનિશ્ચિતતાથી ઘેરાયેલી છે અને એને પરિણામે વિશ્વભરમાં તેલ પુરવઠો અને ઊર્જા બજાર ખોરવાઈ રહ્યા છે. હવે ટ્રમ્પને યુદ્ધની સાર્થકતા સમજાતી નહીં હોય અને સફળતા હાથ આવતી નથી, ત્યારે પેલા વૃદ્ધની માફક વિચારતા હશે કે ઈરાક સામેના યુદ્ધમાં મને કોણે ધક્કો માર્યો? ઈઝરાયેલે કે મારા અહંકારે?